તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટો ચેન્જ:ધર્મા પ્રોડક્શન સાથે ક્રિએટિવ ડિફરન્સને લીધે ‘દોસ્તાના 2’માંથી કાર્તિક આર્યન બહાર, એક્ટરને સ્ક્રિપ્ટ ગમતી નહોતી

5 મહિનો પહેલા
કાર્તિક આર્યન અને ધર્મા પ્રોડક્શન વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ આવી ગયા છે
  • કાર્તિક આર્યને ફિલ્મ માટે 2019માં 20 દિવસોનું શૂટિંગ પણ કર્યું હતું
  • કરણ જોહર કાર્તિકથી નાખુશ છે

વર્ષ 2008માં રિલીઝ થયેલી કોમેડી ફિલ્મ ‘દોસ્તાના’ની સિક્વલની તૈયારીઓ ચાલુ છે. ‘દોસ્તાના’માં પ્રિયંકા ચોપરા, જ્હોન અબ્રાહમ અને અભિષેક બચ્ચન લીડ રોલમાં હતા. તેની સિક્વલમાં જાહન્વી કપૂર, કાર્તિક આર્યન અને લક્ષ્ય લાલવાની લીડ રોલમાં હતા. 2019માં શૂટિંગ શરુ થયા બાદ ફિલ્મનું પ્રથમ શેડ્યુલ શૂટ થઇ ગયું છે. જો કે, હવે એવા સમાચાર આવ્યા છે કે, કાર્તિક આર્યનને આ ફિલ્મમાંથી કાઢી મૂક્યો છે. તેનું કારણ એક્ટર અને ધર્મા પ્રોડક્શન વચ્ચેના ક્રિએટિવ ડિફરન્સ છે.

ફિલ્મ પ્રોડક્શન સાથે જોડાયેલા એક સુત્રએ સ્પોટબોય સાથે વાતચીતમાં કહ્યું, કાર્તિક આર્યન સ્ક્રિપ્ટની તકલીફ અને ડેટ્સ ના મળવાને લીધે દોસ્તાના 2માં રિપ્લેસ થઇ શકે છે. આ ન્યૂઝ ઘણા લોકો પાસેથી કન્ફર્મ કર્યા છે.

કાર્તિક આર્યને ફિલ્મ માટે 2019માં 20 દિવસોનું શૂટિંગ પણ કર્યું હતું, પરંતુ માર્ચ 2020માં લોકડાઉનને લીધે ફિલ્મનું શૂટિંગ બંધ કર્યું હતું. કાર્તિકને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી નથી અને તેની પાસે આ ફિલ્મ માટે ડેટ પણ નથી.

કરણ જોહર કાર્તિકથી નાખુશ
રિપોર્ટ પ્રમાણે, મેકર્સ એક્ટરના અનપ્રોફેશનલ બિહેવિયરથી ખુશ નથી અને કોઈ નવા એક્ટરને લઈને ફિલ્મ આગળ લઇ જવાનું વિચારી રહ્યા છે. કાર્તિક આર્યન અને ધર્મા પ્રોડક્શન વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ આવી ગયા છે. તેને લીધે પ્રોડક્શન હાઉસ માત્ર આ જ ફિલ્મ નહિ પણ આગળ કોઈ પણ ફિલ્મમાં સાથે કામ કરવા માગતી નથી. કાર્તિક પોતાની દરેક ફીમેલ કો-સ્ટાર્સ સાથે વધારે ફ્રેન્ડલી છે અને આ વાત પણ મેકર્સના મગજમાં ઘુસી ગઈ છે.

કાર્તિક પાસે બે મોટી ફિલ્મ
હાલમાં કાર્તિક નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ‘ધમાકા’માં દેખાશે. ફિલ્મનાં ડિજિટલ રાઈટ્સ 135 કરોડ રૂપિયામાં વેચાયા છે. ધમાકા ઉપરાંત કાર્તિક ‘ભૂલ ભુલૈયા 2’માં કિયારા અડવાણી અને તબ્બુ સાથે દેખાશે.