વાઇરલ વીડિયો:કાર્તિક આર્યન ખાસ મિત્ર સાથે રસ્તા વચ્ચે ઊભાં રહીને જ ખાવા લાગ્યો, ચાહકોની ભીડ ઉમટી

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન ચાહકોને સહજતાથી મળતો હોય છે. આ જ કારણે ચાહકો કાર્તિક આર્યનને ડાઉન ટુ અર્થ એક્ટર કહે છે. હાલમાં જ કાર્તિક આર્યન રસ્તા પર ખાતો જોવા મળ્યો હતો. કાર્તિકને જોતાં જ ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી. કાર્તિક ખાસ મિત્ર સની સિંહ સાથે જોવા મળ્યો હતો.

સો.મીડિયામાં વીડિયો વાઇરલ
કાર્તિક આર્યન તથા સની સિંહનો સ્ટ્રીટ ફૂડ ખાતો વીડિયો વાઇરલ થયો છે. ઉલ્લેખનીય છે કે આ બંનેએ 'પ્યાર કા પંચનામા 2'માં સાથે કામ કર્યું હતું. સ્ટાર્સને આ રીતે રસ્તાની સાઇડમાં ઊભા રહેલા જોઈને ચાહકો ભેગા થઈ ગયા હતા. ચાહકોએ પોતાના ફેવરિટ સ્ટાર્સ સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી.

યુઝર્સે વખાણ કર્યા
કાર્તિક આર્યનનો આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે વખાણ કર્યાં હતાં. એક યુઝરે કહ્યું હતું કે કાર્તિક આર્યન ઘણો જ ડાઉન ટુ અર્થ છે. અન્ય એકે કહ્યું હતું કે કાર્તિકના મનમાં સફળતાનો નશો ચઢ્યો નથી. અન્ય એકે કહ્યું હતું કે કાર્તિકમાં સહેજ પણ એટિટ્યૂડ નથી.

આ પહેલાં પણ રસ્તા વચ્ચે ઊભાં રહીને જમ્યો હતો
થોડાં સમય પહેલાં કાર્તિક ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'ના પ્રમોશન માટે પૂણે ગયો હતો. અહીંયા મોડું થઈ ગયું હતું અને રેસ્ટોરાંમાં જમવાનો ટાઇમ રહ્યો નહોતો. કાર્તિક આર્યન પાસે એટલો સમય નહોતો કે અન્ય જગ્યાએથી ભોજનથી વ્યવસ્થા થઈ શકે. તેણે કોલકાતા જવાનું હતું. કાર્તિક આર્યન રસ્તાની સાઇડમાં બિરયાનીની દુકાન જોઈ હતી. તેણે અહીંથી પાપડ ને ભાતનો ઓર્ડર આપ્યો હતો અને ત્યાં ઊભા ઊભા જ પ્લેટ પકડીને ખાવા લાગ્યો હતો. આ વીડિયો પણ ઘણો જ વાઇરલ થયો હતો.

'ભૂલ ભુલૈયા 2'ની બમ્પર કમાણી
કાર્તિક આર્યનની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'એ 179.31 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...