ન્યૂ કપલ ઓફ બોલિવૂડ:કાર્તિક આર્યન ને ક્રિતિ સેનન એકબીજાને ડેટ કરે છે! રસ્તામાં મસ્તી કરી ને એરપોર્ટ પર એકબીજાને ગળે મળ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • ક્રિતિ પહેલાં કાર્તિક આર્યનનું નામ પાંચ એક્ટ્રેસિસ સાથે જોડાઈ ચૂક્યું છે

રોમેન્ટિક ફિલ્મ 'લુકા છુપ્પી' કર્યા બાદ કાર્તિક આર્યન તથા ક્રિતિ સેનન ફિલ્મ 'શહઝાદા'માં સાથે કામ કરી રહ્યાં છે. એક્શન પેક્ડ આ ફિલ્મનું શૂટિંગ હાલમાં જ મોરિશિયસમાં કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર કાર્તિક તથા ક્રિતિ એકબીજાને ગળે મળતાં જોવા મળ્યાં હતાં. આ જ કારણે બી ટાઉનમાં ચર્ચા થવા લાગી કે બંને એકબીજાને ડેટ કરે છે.

મુંબઈ એરપોર્ટ પર એકબીજાને ભેટ્યાં
'શહઝાદા'નું શૂટિંગ પૂરું કરીને ક્રિતિ તથા કાર્તિક મુંબઈ એરપોર્ટ પર આવ્યાં હતાં. કારમાં બેસતાં પહેલાં બંનેએ એકબીજાને ગળે લગાવ્યાં હતાં. બંનેની કેમિસ્ટ્રી જોઈને સો.મીડિયા યુઝર્સ કહેવા લાગ્યા કે બંને એકબીજાને ડેટ કરે છે.

કાર્તિકે ક્રિતિ સાથેની પોસ્ટ શૅર કરી
સો.મીડિયામાં કાર્તિકે ક્રિતિ સાથેની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને કાર્તિકે કહ્યું હતું, 'મોરિશિયસમાં આ ક્યૂટ યુવતીને મળ્યો.'

કારમાં કાર્તિક-ક્રિતિની મસ્તી
ક્રિતિ-કાર્તિકે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. તેઓ આ વીડિયો-ક્લિપમાં બંને ધમાલ-મસ્તી કરતાં જોવા મળ્યાં હતાં. ક્રિતિએ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં કાર્તિકે કહ્યું હતું, 'હું ટેન કેમ દેખાઉં છું?' આનો જવાબ આપતાં ક્રિતિએ કહ્યું હતું, 'કારણ કે તમે છો.' આ વાત સાંભળીને બંને હસવા લાગે છે.

કાર્તિક-ક્રિતિના ચાહકો ખુશ
કાર્તિક-ક્રિતિના ચાહકોએ કોમેન્ટ કરતાં કહ્યું હતું, 'તમે બંને એકબીજા માટે પર્ફેક્ટ છો. ન્યૂ બી ટાઉન કપલ એલર્ટ?' અન્ય એકે કમેન્ટ કરતાં કહ્યું હતું, 'મને તમારું બોન્ડિંગ પસંદ છે.' ચાહકોએ આ બંનેનું નામ 'કારિતી' પાડ્યું છે.

'શહઝાદા' અલ્લુ અર્જુનની ફિલ્મ 'અલા વૈકુંઠપુરમુલૂ'ની રિમેક
'અલા વૈકુંઠપુરમુલૂ'માં લીડ રોલમાં અલ્લુ અર્જુન હતો. સાઉથમાં આ ફિલ્મ સુપરહિટ રહી હતી. 'શહઝાદા'માં કાર્તિક-ક્રિતિ ઉપરાંત મનીષા કોઈરાલા, પરેશ રાવલ, રોનિત રોય તથા સચિન ખેડકર છે. આ ફિલ્મ ચાર નવેમ્બર, 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

ક્રિતિ સેનનનું નામ આ પહેલાં સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાઈ ચૂક્યું છે. કાર્તિક આર્યનનું નામ સારા અલી ખાન, નુસરત ભરૂચા, ફાતિમા સના શેખ, ડિમ્પલ શર્મા તથા અનન્યા પાંડે સાથે ચર્ચાયું હતું.