સો.મીડિયા પર વીડિયો વાયરલ:કાર્તિક આર્યને મિત્રની સાથે રસ્તા પર સ્ટ્રીટ ફૂડની મજા માણી, લેમ્બોર્ગિનીના બોનેટને ટેબલ બનાવ્યું

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોતાના મિત્રની સાથે શહેરના એક સ્નેક્સ કોર્નર પર ચાઈનીઝ ખાવાની મજા માણી રહ્યો છે
  • પોતાની અપકમિંગ ફિલ્મ 'ધમાકા'ના પ્રમોશન માટે સલમાન ખાનનો શો બિગ બોસ 15ના સેટ પર પહોંચ્યો હતો

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન તાજેતરમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'ધમાકા'ના પ્રમોશન માટે સલમાન ખાનનો શો બિગ બોસ 15ના સેટ પર પહોંચ્યો હતો. તાજેતરમાં સોશિયલ મીડિયા પર કાર્તિકનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ફેન્સ તેની સાદગીના દીવાના થઈ ગયા છે. વીડિયોમાં તે પોતાના મિત્રની સાથે શહેરના એક સ્નેક્સ કોર્નર પર ચાઈનીઝ ખાવાની મજા માણી રહ્યો છે. આ દરમિયાન મીડિયા અને ફેન્સે તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધો. તે ઉપરાંત મીડિયા અને ફેન્સ કાર્તિકની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા.

રોડની સાઈડ પર ફૂડ વેન હતી
વીડિયોમાં કાર્તિકની લેમ્બોર્ગિની એક ફૂડ વેનની પાસે ઉભેલી જોવા મળી રહી છે. એક્ટર તેમાં એ જ કપડાંમાં જોવા મળે છે જે તેણે બીબી શૂટ માટે પહેર્યા હતા- જીન્સ અને એક ડેનિમ જેકેટ. તે ત્યાં પોતાની કારના બોનેટ પર પોતાના મિત્રની સાથે ચાઉમીન ખાઈ રહ્યો હતો.

કાર્તિકના ફેન્સને તેનો આ અંદાજ ઘણો પસંદ આવ્યો
કાર્તિકના ફેન્સને પણ તેની સાદગી ઘણી પસંદ આવી રહી છે. વીડિયોને જોઈને એક ફેને કમેન્ટ કરી, તે ઘણો વિનમ્ર છે. તે ઘણો પ્રેમાળ વ્યક્તિ છે. અન્ય એક ફેને લખ્યું, ગ્રેટ એક્ટર. તો અન્ય કેટલાક લોકોએ તેને પબ્લિસિટી સ્ટન્ટ પણ ગણાવ્યો હતો. આ વીડિયોના થોડા કલાકો પહેલા કાર્તિક આર્યન બિગ બોસ 15ના વીકેન્ડ કા વાર એપિસોડમાં સલમાન સાથે સામેલ હતો.

19 નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે
રામ માધવાની દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ધમાકા'માં કાર્તિક આર્યન, અર્જુન પાઠકના રોલમાં છે, જ્યારે મૃણાલ ઠાકુર તેની પત્નીની ભૂમિકામાં છે. આ ફિલ્મને 19 નવેમ્બરના રોજ ડિજિટલી, નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ કાર્તિકની ડિજિટલ ડેબ્યુ હશે. આ ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થયેલી કોરિયન ફિલ્મ 'ધ ટેરર લાઈવ'ની હિન્દી રિમેક છે.