તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'આશ્રમ' પર ખતરો:કરણી સેનાના નિશાને પ્રકાશ ઝા, વેબસિરીઝ 'આશ્રમ'ના ટ્રેલર અને આખી સિરીઝ અટકાવવા માટે નોટિસ મોકલી

8 મહિનો પહેલા

બોબી દેઓલના લીડ પરફોર્મન્સવાળી વેબ સિરીઝ 'આશ્રમ'ને લઈને કરણી સેનાએ લીગલ બેટલ શરૂ કરી દીધી છે. કરણી સેનાએ સિરીઝના ડિરેક્ટર અને પ્રોડ્યુસર પ્રકાશ ઝાના નામે નોટિસ મોકલી છે જેમાં હિન્દૂ ધર્મની આશ્રમ વ્યવસ્થાને ખોટી રીતે પ્રદર્શિત કરવા માટે વેબ સિરીઝનું ટ્રેલર અને આખી સિરીઝ રોકવાની માગ કરવામાં આવી છે. 'આશ્રમ ચેપ્ટર 2: ધ ડાર્ક સાઈડ' દિવાળી પહેલાં 11 નવેમ્બરે રિલીઝ થશે. સિરીઝ રિલીઝ થવામાં 7 દિવસ બાકી છે અને કરણી સેના તેને અટકાવવા માટે આખા દેશમાં પ્રદર્શન કરવાની તૈયારીમાં છે.

મહારાષ્ટ્રની કરણી સેનાએ નોટિસ મોકલી
આ નોટિસ કરણી સેનાના મહારાષ્ટ્રના પ્રદેશ સંગઠન મંત્રી સુરજીત સિંહ તરફથી મોકલવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 'આશ્રમ ચેપ્ટર 2: ધ ડાર્ક સાઈડ'ના ટ્રેલરે મોટા પ્રમાણમાં હિન્દૂ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. સાથે જ હિન્દૂ ધર્મની નેગેટિવ ઇમેજ આવનારી પેઢી સામે રાખવામાં આવી રહી છે. ટ્રેલરમાં જે રોલ છે તે કોઈ વ્યક્તિ વિશેષને ટાર્ગેટ નથી કરી રહ્યા પણ જૂની પરંપરાઓ, રિવાજ, હિન્દૂ સંસ્કૃતિ, આશ્રમ ધર્મને અયોગ્ય રીતે દેખાડવામાં આવ્યું છે જેથી લોકો ભ્રમિત થઇ રહ્યા છે.

પહેલી સીઝન પર પણ સવાલ ઉઠ્યા હતા
નોટિસમાં કરણી સેનાએ 'આશ્રમ'ની પહેલી સીઝનને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. તેમાં આશ્રમ વ્યવસ્થાને લઈને ઘણી વાંધાજનક વસ્તુ દેખાડવામાં આવી હતી અને તેવું સીઝન 2માં પણ છે. કરણી સેનાએ હિન્દૂ ધર્મના આશ્રમોની ઇમેજને ખરાબ કરવાનો વિરોધ કર્યો છે. સાથે જ ટ્રેલર હટાવવા અને આખી સિરીઝની રિલીઝ પર તરત રોક લગાવવાની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...