તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરી મુશ્કેલી:કંગનાએ આંદોલનકારી ખેડૂતોની તુલના આતંકીઓ સાથે કરી, વકીલે દેશની જનતાને ઉશ્કેરવાનો આક્ષેપ મૂક્યો

મુંબઈ24 દિવસ પહેલા

કર્ણાટકના બેલાગવીમાં એક્ટ્રેસ કંગના રનૌત વિરુદ્ધ FIR કરવાની અપીલ કરી છે. શહેરના એડવોકેટ હર્ષવર્ધન પાટિલે કંગનાની સો.મીડિયા પોસ્ટ પર વિરોધ પ્રગટ કરીને ફરિયાદ કરી છે. આ પોસ્ટમાં કંગનાએ આંદોલનકારી ખેડૂતોની તુલના આતંકીઓ સાથે કરી હતી. આ FIR તિલકવાડી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

વકીલનો આક્ષેપઃ કંગના ખેડૂતો વિરુદ્ધ જનતાને ભડકાવે છે
વકીલે આક્ષેપ મૂક્યો છે કે કંગના દેશની જનતાને આંદોલનકારી ખેડૂતો વિરુદ્ધ ભડકાવી રહી છે. સોમવાર, 8 ફેબ્રુઆરીના રોજ પાટિલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં કહ્યું હતું કે તેમણે કંગના વિરુદ્ધ 153, 153 (A), 503, 504, 505 (1), 505 (B), 505 (C) અને 505 (2) હેઠળ ફરિયાદ કરવાની અપીલ કરી છે.

પાટિલે એમ પણ કહ્યું હતું કે દેશમાં તમામને અભિવ્યક્તિની આઝાદી છે, પરંતુ તેનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે કંગનાનું સો.મીડિયા અકાઉન્ટ બૅન કરી દેવું જઈએ. જોકે, પોલીસે હજી સુધી FIR કરી નથી. વકીલનું કહેવું છે કે જો પોલીસ FIR કરવાની ના પાડશે તો તે કોર્ટમાં જશે.

કંગનાએ આંદોલનકારી ખેડૂતોને આતંકી, ખાલિસ્તાની કહ્યા છે
કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ કૃષિ બિલ વિરુદ્ધ ખેડૂતો છેલ્લાં 75 દિવસથી આંદોલન કરે છે. દેશભરના અનેક ખેડૂત સંગઠન આ આંદોલનમાં જોડાયા છે. જોકે, કંગના પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં આંદોલનકારી ખેડૂતો માટે આતંકવાદી તથા ખાલિસ્તાની જેવા શબ્દોનો ઉપયોગ કરી ચૂકી છે. આટલું જ નહીં તેણે એવું પણ કહ્યું હતું કે આ આંદોલનને ચીન તથા પાકિસ્તાનના ફંડિંગથી ચલાવવામાં આવી રહ્યું છે.

થોડાં દિવસ પહેલાં જ્યારે ઈન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાએ ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું ત્યારે કંગનાએ કહ્યું હતું, 'કોઈ આ અંગે વાત નથી કરી રહ્યું, કારણ કે તેઓ ખેડૂતો નથી, આતંકવાદી છે. આ લોકો દેશના ભાગલા પડાવવાનો પ્રયાસ કરે છે, જેથી ચીન તેનો ફાયદો ઉઠાવીને પોતાનો અધિકાર જમાવી શકે, જેવી રીતે તેણે અમેરિકામાં કર્યું છે. તમે મૂર્ખ છો. આથી ચૂપ રહો. અમે તમારી જેમ અમારા દેશને વેચતા નથી.'

4 મહિના પહેલાં પણ કર્ણાટકમાં કંગના વિરુદ્ધ કેસ થયો હતો
કંગના વિરુદ્ધ ચાર મહિના પહેલાં કર્ણાટકમાં કેસ થયો હતો. ત્યારે પણ કંગના પર ખેડૂતોને આતંકવાદી કહેવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. તે સમયે કંગનાએ કહ્યું હતું, 'વડાપ્રધાનજી, જો કોઈ સૂતું હોય તો તેમને જગાડી શકાય. જેમના મનમાં ગેરસમજ હોય તેમને સમજાવી શકાય, પરંતુ જે સૂવાની એક્ટિંગ કરતું હોય, ના સમજવાની એક્ટિંગ કરે તેમને સમજાવવાથી શું ફેર પડશે? આ એ જ આતંકી છે. CAAથી એક પણ વ્યક્તિની સિટિઝનશિપ ના ગઈ, પરંતુ તેમણે લોહીની નદીઓ વહાવી દીધી.'

કંગનાની આ પોસ્ટ બાદ કર્ણાટકના તુમકુરના વકીલ રમેશ નાયકે જિલ્લાના ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનમાં કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. કંગના વિરુદ્ધ 153 A, 504, 108 હેઠળ FIRની માગણી કરી હતી. સુનાવણી બાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે એક્ટ્રેસ વિરુદ્ધ FIR કરવાના આદેશ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો