તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુભવ:આમિર ખાને ફિલ્મ 'સૂરજ પે મંગલ ભારી' થિયેટરમાં જોઈ, કરિશ્મા તન્નાએ આભાર માન્યો

મુંબઈ5 મહિનો પહેલા

છ મહિના બાદ થિયેટર શરૂ થઈ ગયા છે. આમિર ખાને બધુવાર, 17 નવેમ્બરના રોજ ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું હતું કે તે ફિલ્મ 'સૂરજ પે મંગલ ભારી' થિયેટરમાં જોવા જશે. ફિલ્મમાં દિલજીત દોસાંજે, મનોજ વાજપેઈ તથા ફાતિમા સના શેખ છે. આમિર ખાન દીકરી ઈરા સાથે મૂવી જોવા ગયો હતો. આમિર ખાન બોલિવૂડનો પહેલો મોટો સ્ટાર છે, જેણે થિયેટરમાં જઈને ફિલ્મ જોઈ હતી.

આમિર ખાને ટ્વીટ કરીને કહ્યું હતું, 'સૂરજ પે મંગલ ભારી' સિનેમા હોલમાં જોવા જઈ રહ્યો છું. ઘણાં સમય બાદ બિગ સ્ક્રીન પર ફિલ્મ જોવાનો અનુભવ લઈશ.' આમિરની ટ્વીટ પર કરિશ્મા તન્નાએ આભાર માન્યો હતો. ફિલ્મમાં કરિશ્માએ એક આઈટમ સોંગ કર્યું છે.

કરિશ્માએ ફિલ્મમાં મનોજ વાજપેઈ સાથએ 'બસંતી' સોંગ કર્યું છે. આ ગીતમાં મનોજ પ્રોસ્થેટિક મેકઅપને કારણે ઓળખાઈ પણ શકતો નથી.

યુઝર્સે આમિરને ટ્રોલ કર્યો
આમિર ખાને દીકરી ઈરા સાથે ઘણી જ સહજતાથી પોઝ આપ્યા હતા. આમિરને આ રીતે જોઈને યુઝર્સ રોષે ભરાયા હતા. તેમને મતે, ભારતમાં હજી કોરોનાનું જોખમ છે અને તેથી જ આમિરે આ રીતે થિયેટરમાં જઈને ફિલ્મ જોવાની જરૂર નહોતી.

ટ્રેડ રિપોર્ટ પ્રમાણે, ફિલ્મ પહેલા દિવસે 75 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ઉલ્લેખનીય છે કે થિયેટરમાં 50% ક્ષમતા પ્રમાણે દર્શકોને બેસાડવામાં આવે છે. ફિલ્મ 15 નવેમ્બરના રોજ રિલીઝ દેશભરમાં રિલીઝ કરવામાં આવી છે.

ફિલ્મ 90ના દાયકામાં સેટ છે. ફિલ્મમાં દિલજીત-મનોજ તથા ફાતિમા ઉપરાંત અનુ કપૂર, મનોજ પાહવા, સીમા પાહવા, સુપ્રિયા પિલગાંવકર, નીરજ સૂદ, અભિષેક બેનર્જી, વિજય રાઝ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો