તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડમાં કોરોના:કરિશ્મા-કરીનાના 74 વર્ષીય પિતા રણધીર કપૂર કોવિડ પોઝિટિવ, કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ

મુંબઈ2 મહિનો પહેલાલેખક: રાજેશ ગાબા
  • કૉપી લિંક
  • બે મહિના પહેલાં જ રણધીર કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું નિધન થયું હતું
  • રણધીર કપૂર ચેમ્બુર સ્થિત બંગલામાં એકલા જ રહે છે

બોલિવૂડને કપૂર ખાનદાને એક અલગ જ ઓળખ આપી છે. પૃથ્વીરાજ કપૂરથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સે અલગ જ ઈમેજ બનાવી છે. જોકે, લાગે છે કે કપૂર પરિવારને કોઈની નજર લાગી ગઈ છે. હવે રણધીર કપૂરને કોરોના થયો હોવાથી તેમને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

15 ફેબ્રુઆરી, 1947માં મુંબઈમાં જન્મેલા રણધીર કપૂરે 1955માં ફિલ્મ 'શ્રી 420'માં ચાઈલ્ડ એક્ટરની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ 'દો ઉસ્તાદ'માં પણ બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. 1968માં ફિલ્મ 'ઝૂક ગયા આસમાન'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. 1971માં 'કલ આજ ઔર કલ'થી હીરો તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેઓ પોતાના પિતા રાજ કપૂર જેટલા સફળ થયા નહોતા. આ જ વર્ષે તેમણે બોલિવૂડ એક્ટ્રેસ બબિતા સાથે લગ્ન કર્યાં હતાં. તેમને દીકરી કરિશ્મા તથા કરીના છે. જોકે, 1988માં રણધીર તથા બબિતા અલગ થઈ ગયા હતા. બંને દીકરીઓ બોલિવૂડની ટોચની એક્ટ્રેસ હતી.

ભાઈની પ્રોપર્ટીને કારણે ચર્ચામાં આવ્યા
રાજીવ કપૂરનું 9 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું. તેઓ ડિવોર્સી હતા અને તેમને કોઈ સંતાન પણ નહોતું. આવી સ્થિતિમાં તેમની પ્રોપર્ટીનો કેસ કોર્ટમાં છે. બોમ્બે હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી, જ્યાં કોર્ટે રણધીર કપૂર અને રીમા જૈન પાસેથી અન્ડરટેકિંગ માગ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજીવના ડિવોર્સ ડિક્રીને શોધે અને તેને કોર્ટની સમક્ષ રજૂ કરે.

કોર્ટનો આદેશ- ડિવોર્સ ડિક્રી લઈને આવો
જસ્ટિસ ગૌતમ પટેલે રણધીર અને રીમાએ દાખલ કરેલી વસિયતનામાની અરજી પર સુનાવણી કરીને કહ્યું હતું કે રાજીવ કપૂરના વર્ષ 2001માં આરતી સભરવાલ સાથે લગ્ન થયા હતા, પરંતુ બે વર્ષમાં ડિવોર્સ થયા હતા. તેમને કોઈ સંતાન પણ નહોતું. તેથી રાજીવની પ્રોપર્ટી કપૂર પરિવારના નામે કરવામાં આવે. જસ્ટિસ ગૌતમે કહ્યું હતું કે પ્રોપર્ટી તમારા નામે થઈ જશે પરંતુ પહેલા તમે ડિવોર્સ ડિક્રી શોધીને કોર્ટ સમક્ષ જમા કરો. આવા કેસમાં કોર્ટ પહેલા ડિવોર્સનો ઓર્ડર આપે છે અને પછી ડિક્રી આવે છે.

જસ્ટિસ પટેલે પોતાના આદેશમાં કહ્યું હતું કે રીમાના 21 એપ્રિલના એડિશનલ એફિડેવિટમાં આ ડિવોર્સ તથ્યની ફરીથી પુષ્ટિ થઈ છે. તે દર્શાવે છે કે સાર્વજનિક ડોમેનમાં કેટલીક સામગ્રી છે, જે ડિવોર્સનો ઉલ્લેખ કરે છે.

કપૂર ફેમિલીએ સમય માગ્યો
રણધીર અને રીમાની તરફથી સિનિયર એડવોકેટ શરણ જગતિયાનીએ કહ્યું હતું કે હાઈકોર્ટે રજિસ્ટ્રીએ ડિવોર્સ ડિક્રીની પ્રમાણિત નકલ માગી છે. તેમણે એવું કહીને ડિક્રી જમા કરાવવાની મંજૂરી માગી છે કે તેમની પાસે તેની કોઈ નકલ નથી અને તે પણ નથી ખબર કે કઈ ફેમિલી કોર્ટે તેને પાસ કરી છે. વકીલે કોર્ટ પાસેથી માગણી કરી છે કે રજિસ્ટ્રી ડિપાર્ટમેન્ટને આ કેસ ડિસ્પેન્સ કરવાનો નિર્દેશ આપવામાં આવે. તે અંગે કોર્ટે રણધીર અને રીમા પાસેથી એફિડેવિટ લેતા વિશ્વાસ અપાવ્યો છે કે પ્રોપર્ટી તેમના નામે થઈ જશે.

કપૂર પરિવારના ત્રણ ભાઈ- રિશી, રાજીવ તથા રણધીર.
કપૂર પરિવારના ત્રણ ભાઈ- રિશી, રાજીવ તથા રણધીર.

9 ફેબ્રુઆરીએ રાજીવનું નિધન
રાજીવ કપૂરનું નવ ફેબ્રુઆરીના રોજ હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું.રાજીવ બે ભાઈઓ (રણધીર, રિશી) તથા બે બહેનો (રિતુ નંદા તથા રિમા જૈન)માં સૌથી નાના હતા. મોટી બહેન રિતુ તથા ભાઈ રિશી કપૂરનું ગયા વર્ષે જાન્યુઆરી તથા એપ્રિલમાં નિધન થયું હતું. રાજીવ કપૂરના અંતિમ સંસ્કારમાં કરીના-કરિશ્મા, રણધીર-બબીતા, નીતુ સિંહ, કુનાલ કપૂર, રીમા જૈન પરિવાર સાથે, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ચંકી પાંડે, અનુ મલિક, પ્રેમ ચોપરા, નીલ નીતિન મુકેશ, કુનાલ ગોસ્વામી (મનોજ કુમારનો દીકરો), આશુતોષ ગોવારિકર, સોનાલી બેન્દ્રે, શાહરુખ ખાન, અનિલ અંબાણી જેવા સેલેબ્સ આવ્યા હતા.

ગયા વર્ષે રિશી કપૂરનું નિધન
67 વર્ષીય રિશી કપૂરનું ગુરુવાર (30 એપ્રિલ)ના રોજ સવારે આઠ વાગીને 45 મિનિટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું ગયું હતું. રિશી કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. તેમને ચેસ્ટ ઈન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ તથા તાવને કારણે 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત ગંભીર થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. રિશીએ જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે પત્ની નીતુ તથા દીકરો રણબીર હાજર હતાં.

પિતા રાજ કપૂર, માતા કૃષ્ણા સાથે ત્રણ ભાઈઓ.
પિતા રાજ કપૂર, માતા કૃષ્ણા સાથે ત્રણ ભાઈઓ.

2018માં માતાનું નિધન
વર્ષ 2018માં રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. તેમને કેટલાંક વર્ષોથી શ્વાસની બીમારી હતી. તેઓ કપૂર પરિવારના સૌથી સિનિયર વ્યક્તિ હતા. કૃષ્ણાએ રાજ કપૂર સાથે 1946માં લગ્ન કર્યાં હતાં. તેમને ત્રણ દીકરા- રણધીર, રિશી, રાજીવ તથા બે દીકરી- રીમા, રિતુ હતી. રિશી, રાજીવ તથા રિતુ હવે આ દુનિયામાં નથી.

અન્ય સમાચારો પણ છે...