પ્રોપર્ટી:કરિશ્મા કપૂરે મુંબઈ સ્થિત પોતાનો ફ્લેટ 10.11 કરોડ રૂપિયામાં વેચ્યો

મુંબઈ10 મહિનો પહેલા
કરિશ્મા કપૂરે ગયા વર્ષે વેબ સિરીઝ 'મેન્ટલ હૂડ'થી ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું - Divya Bhaskar
કરિશ્મા કપૂરે ગયા વર્ષે વેબ સિરીઝ 'મેન્ટલ હૂડ'થી ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર તથા તેની માતા બબિતા કપૂરે મુંબઈમાં ખારમાં આવેલો પોતાનો ફ્લેટ 10.11 કરોડ રૂપિયામાં વેચ્યો છે. હાલમાં જ કરિશ્મા કપૂરે સ્ટેમ્પ ડ્યૂટી ભરી હતી.

કરિશ્મા કપૂરે 24 ડિસેમ્બરના રોજ ફ્લેટ વેચાણનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કરિશ્માનો ફ્લેટ મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી રોઝ ક્વિન બિલ્ડિંગમાં દસમા માળે હતો. આ ફ્લેટ માટે કરિશ્માએ 20.22 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે. ફ્લેટ સાથે બે કાર પાર્કિંગ પણ છે. આ ફ્લેટ આભા દામાણીએ ખરીદ્યો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં કરિશ્મા કપૂરે બાન્દ્રા સ્થિત પોતાનો 675 સ્કેવર ફૂટનો ફ્લેટ સાત કરોડ રૂપિયામાં વેચ્યો હતો. માર્કેટ પ્રાઈઝ 1.89 કરોડ હતી અને કરિશ્માએ માર્કેટ પ્રાઈઝની 3 ગણી વધારે કિંમતે પોતાનો ફ્લેટ વેચ્યો હતો. ઉલ્લેખનીય છે કે કરિશ્મા કપૂરે 2012માં ફિલ્મ 'ડેન્જરસ ઈશ્ક'થી બોલિવૂડમાં કમબેક કર્યું હતું. જોકે, આ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારબાદ કરિશ્માએ 'બોમ્બો ટૉકીઝ' તથા 'ઝીરો'માં કેમિયો કર્યો હતો.

આ સેલેબ્સે મુંબઈમાં ઘરી ખરીદ્યું
હાલમાં જ બોલિવૂડના કેટલાંક સ્ટાર્સે મુંબઈમાં ઘર ખરીદ્યું છે. જાહન્વી કપૂરે 39 કરોડમાં ફ્લેટ ખરીદ્યા છે. આ માટે જાહન્વીએ 23 કરોડ રૂપિયાની હોમ લોન લીધી છે. ઓક્ટોબર, 2020માં રીતિક રોશને 100 કરોડના ફ્લેટ મુંબઈના જૂહુ-વર્સોવા લિંક રોડ પર ખરીદ્યા છે. પ્રાઈવેટ લિફ્ટ તથા 10 કાર પાર્કિંગની સુવિધા છે. નવેમ્બરમાં આલિયા ભટ્ટે બાન્દ્રા સ્થિત પાલી હીલ વાસ્તુ બિલ્ડિંગમાં 32 કરોડનો ફ્લેટ ખરીદ્યો છે.