વર્ષો બાદ સાથે:કરિશ્મા કપૂર લાંબા સમય બાદ જયા બચ્ચનની સાથે જોવા મળી, એક શરતને કારણે અભિષેક બચ્ચન સાથેના સંબંધો તૂટ્યા હતા

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
નિખિલ નંદાના જન્મદિવસના સેલિબ્રેશનમાં જયા બચ્ચન તથા કરિશ્મા સાથે જોવા મળ્યાં હતાં - Divya Bhaskar
નિખિલ નંદાના જન્મદિવસના સેલિબ્રેશનમાં જયા બચ્ચન તથા કરિશ્મા સાથે જોવા મળ્યાં હતાં
  • એક સમયે કરિશ્માની સગાઈ જયા બચ્ચનના દીકરા અભિષેક સાથે થઈ હતી

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરની એક તસવીર સો.મીડિયામાં વાઈરલ થઈ છે. આ તસવીરમાં કરિશ્મા તથા જયા બચ્ચન સાથે જોવા મળે છે. એક સમયે કરિશ્માની સગાઈ અભિષેક બચ્ચન સાથે થઈ હતી. એ રીતે થોડો સમય જયા તથા કરિશ્મા વચ્ચે સાસુ-વહુના સંબંધો હતા.

જયા બચ્ચન તથા કરિશ્મા કપૂર
જયા બચ્ચન તથા કરિશ્મા કપૂર

વાઈરલ થયેલી આ તસવીર બિઝનેસમેન નિખિલ નંદાના જન્મદિવસની છે. નિખિલ નંદા બચ્ચન પરિવારની દીકરી શ્વેતાનો પતિ છે. કરિશ્માની ફોઈનો દીકરો નિખિલ નંદા છે. શ્વેતા તથા નિખિલના લગ્નમાં કરિશ્મા-અભિષેક વચ્ચે નિકટતા વધી હોવાનું માનવામાં આવે છે.

કરિશ્મા કપૂર, જયા બચ્ચન, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, નવ્યા નવેલી નંદા
કરિશ્મા કપૂર, જયા બચ્ચન, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, નવ્યા નવેલી નંદા

અભિષેકની સગાઈ કરિશ્મા સાથે નક્કી થઈ હતી. જોકે, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અભિષેકની માતા જયા બચ્ચન તથા કરિશ્માની માતા બબીતાને કારણે આ સંબંધ તૂટ્યો હતો.

જયા બચ્ચનની એક શરતે લગ્ન તોડ્યા
અભિષેક-કરિશ્માના પ્રેમની શરૂઆત શ્વેતાના લગ્નથી થઈ હતી. અભિષેકને 2000માં ડેબ્યૂ ફિલ્મ 'રેફ્યૂજી' મળી હતી. ફિલ્મના સેટ પર કરીના કપૂર એક્ટર અભિષેકને જીજાજી કહીને બોલાવતી હતી. આ ફિલ્મ બાદ અભિષેકને કેટલીક ફિલ્મ મળી પરંતુ તે હિટ ગઈ નહોતી. કરિશ્મા-અભિષેકની સગાઈ થઈ ગઈ હતી. સગાઈ બાદ ચર્ચા થવા લાગી કે જયા બચ્ચન નહોતા ઈચ્છતા કે લગ્ન બાદ કરિશ્મા ફિલ્મમાં કામ કરે. કરિશ્માને આ શરત મંજૂર નહોતી.

લગ્ન બાદ અભિષેક તથા ઐશ્વર્યા
લગ્ન બાદ અભિષેક તથા ઐશ્વર્યા

ફ્લોપ કરિયરથી બબીતાને ચિંતા હતી
કરિશ્માની માતાને અભિષેક પસંદ નહોતો. તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે અભિષેકની ફિલ્મ ફ્લોપ જતી હતી. તે સમયે કરિશ્મા ટોચની એક્ટ્રેસ હતી. બબીતાને ડર હતો કે અભિષેક કરિયરમાં સફળ ના થયો તો શું? કરિશ્મા માતાનો વિરોધ ના કરી શકી અને સગાઈ તૂટી ગઈ હતી. અભિષેકે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા.

કરિશ્મા તથા સંજય કપૂર (હવે બંને અલગ થઈ ગયા છે)
કરિશ્મા તથા સંજય કપૂર (હવે બંને અલગ થઈ ગયા છે)

કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, હવે બંનેના ડિવોર્સ થઈ ગયા છે. સંજય કપૂરે પ્રિયા ચટવાલ સાથે ત્રીજા લગ્ન કર્યાં છે. અભિષેક પત્ની ઐશ્વર્યા તથા દીકરી આરાધ્યા સાથે ખુશીથી જીવન જીવે છે. કરિશ્મા સિંગલ મધર છે અને બે સંતાનો (કિઆન તથા સમાયરા)નો એકલે હાથે ઉછેર કરી રહી છે. તેણે બીજા લગ્ન કર્યા નથી.