સેલેબ્સનું અધૂરું ભણતર:કરિશ્મા કપૂર, કંગના રનૌતથી લઈને આમિર ખાન સુધી, કોઈએ 6 ધોરણ સુધી અભ્યાસ કર્યો તો કોઈએ સ્કૂલિંગ અધવચ્ચે છોડ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ફિલ્મોમાં ડૉક્ટર તો ક્યારેક એન્જિનિયરનો રોલ કરનારા કલાકારોએ એક્ટિંગમાં તો સફળતા મેળવી લીધી છે પરંતુ તેમાંથી ઘણા એવા પણ છે જેઓ અભ્યાસથી ઘણા દૂર છે. આ બોલિવૂડ સ્ટાર્સનાં અભ્યાસ પર એક નજર કરીએ:

કંગના રનૌત

હિમાચલ પ્રદેશની કંગનાને હંમેશાં અભ્યાસમાં ઓછો રસ હતો. તે મોડલિંગમાં પોતાનું કરિયર બનાવવા માગતી હતી પણ તેમાં પરિવારનો સપોર્ટ ના મળ્યો. 12માં ધોરણમાં કંગના કેમેસ્ટ્રીમાં ફેલ થઈ ત્યારે તેણે અભ્યાસ છોડવાનું નક્કી કરી લીધું હતું. અધવચ્ચે સ્કૂલ છોડ્યા પછી તે ઘરેથી ભાગીને મોડલિંગ કરવા દિલ્હી ગઈ હતી.

કરિશ્મા કપૂર

90ના દસકાની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ કરિશ્મા કપૂરે કેથેડ્રલ એન્ડ ઝોન કેનન સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. વર્ષ 1988માં માતા-પિતા અલગ થવાને લીધે કરિશ્માએ પરિવારને નાણકીય મદદ કરવા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેને વર્ષ 1991માં આવેલી ફિલ્મ પ્રેમ કેદીથી એક મોટો બ્રેક મળ્યો. એ પછી એક પછી એક હિટ ફિલ્મ્સ આપી. સ્કૂલિંગ પૂરું કર્યા પછી તેણે સોફિયા કોલેજમાં એડમિશન તો લીધું પણ કરિયરને લીધે અભ્યાસ છોડવો પડ્યો.

કેટરિના કૈફ​​​​​​​​​​​​​​

નાની ઉંમરમાં જ કેટરિનાના માતા-પિતા અલગ થઈ ગયા હતા. તેની માતાએ સાત ભાઈ-બહેનનો ઉછેર કર્યો. કેટરિનાએ હોંગકોંગ, ચીન, જાપાન, ફ્રાંસ, બેલ્જિયમ અને લંડન જેવી જગ્યાએ જિંદગી પસાર કરી છે. વારંવાર શહેર અને દેશ બદલવાને લોધે એક્ટ્રેસે સ્કૂલનો અભ્યાસ ના કર્યો. તેની માતાએ ઘરમાં જ ટ્યુટર્સમી મદદથી દરેક ભાઈ-બહેનને અભ્યાસ કરાવ્યો હતો. પરિવારને સપોર્ટ કરવા માટે કેટરિનાએ નાની ઉંમરમાં જ મોડલિંગ શરુ કર્યું હતું એ પછી તેને બોલિવૂડમાં કામ કરવાનો મોકો મળ્યો હતો.

કાજોલ

બોલિવૂડની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ કાજોલે સ્કૂલ અભ્યાસ પૂરો કર્યો નથી. સ્કૂલ ટાઈમમાં જ કાજોલને બોલિવૂડ ફિલ્મ્સની ઓફર મળી હતી. તે સમયે તેની ઉંમર 16 વર્ષ હતી. એક્ટ્રેસે ફિલ્મ માટે હા પાડી. તેનું પ્લાનિંગ એવું હતું કે ફિલ્મ પૂરી કર્યા બાદ તે અભ્યાસ પૂરો કરી લેશે પણ આ શક્ય ના બન્યું. એ પછી તેને મોટી ફિલ્મની ઓફર મળવા લાગી અને તે ફિલ્મોમાં જ વ્યસ્ત થઈ ગઈ.

અર્જુન કપૂર

ઈશ્કઝાદે ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારા અર્જુન કપૂરને અભ્યાસમાં કોઈ રસ નહોતો. તે હાયર સેકન્ડરી ફિલ્મમાં ફેલ થઈ ગયો હતો એ પછી તેણે અભ્યાસને અલવિદા કહ્યું. અભ્યાસ છોડ્યા પછી તેણે આસિસ્ટન્ટ ડિરેક્ટર અને આસિસ્ટન્ટ પ્રોડ્યુસર તરીકે કામ કરવાનું શરુ કર્યું.

સલમાન ખાન

બોલિવૂડનાં ભાઈજાન સલમાન ખાને સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી સેન્ટ ઝેવિયર કોલેજમાં એડમિશન લીધું હતું પરંતુ એક્ટિંગ કરિયરને લીધે તેણે અધવચ્ચે જ અભ્યાસ છોડી દીધો. વર્ષ 1988માં બીવી હો તો ઐસી ફિલ્મમાં સપોર્ટીંગ રોલ કરી એક્ટિંગ ડેબ્યુ કર્યું અને એ પછી મેને પ્યાર કિયામાં લીડ એક્ટરનો રોલ પ્લે કર્યો હતો.

આમિર ખાન

થ્રી ઈડિયટ્સમાં એન્જિનિયર અને તારે ઝમીનમાં પર ફિલ્મમાં ટીચરના રોલમાં દેખાઈ ચૂકેલા આમિર ખાને કોલેજ અભ્યાસ વચ્ચેથી જ છોડી દીધો હતો. એક્ટરે નરસી મોન્ઝી કોલેજમાં 12 સુધી અભ્યાસ પૂરો કર્યો. તેના પેરેન્ટ્સ ઈચ્છતા હતા કે તે એન્જિનિયર બને પરંતુ તેણે પરિવાર વિરુદ્ધ જઈ થિયેટર ગ્રુપ જોઈન કર્યું. એક્ટરનો આ નિર્ણય બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે ફાયદાકારક સાબિત થયો. આજે આમિરને ઇન્ડસ્ટ્રીનો મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે.

શ્રીદેવી​​​​​​​​​​​​​​

બોલિવૂડ ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે દેખાઈ ચૂકેલા શ્રીદેવીને અભ્યાસમાં ક્યારેય રસ નહોતો. તેમણે 7 વર્ષની ઉંમરે એક્ટિંગ કરવાનું શરુ કર્યું હતું. એ પછી સ્કૂલિંગ પૂરું કર્યા પહેલાં ફિલ્મમાં પગ મૂક્યા હતા આથી અભ્યાસ અધૂરો રહ્યો.

અક્ષય કુમાર

​​​​​​​બોલિવૂડનો ખેલાડી એટલે કે અક્ષય કુમારે ધોરણ 10 પછી અભ્યાસથી અંતર બનાવી લીધું હતું. તેણે મુંબઈની ખાલસા કોલેજમાં આગળના અભ્યાસ માટે એડમિશન લીધું હતું પરંતુ એ પછી માર્શલ આર્ટની ટ્રેનિંગ લેવા હોંગકોંગ જતો રહ્યો હતો. ભારત પરત આવીને તેણે માર્શલ આર્ટ ટ્રેનર અને શેફની નોકરી પણ કરી હતી.