તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલિબ્રેશન:કરીનાના નાના દીકરાએ લાળિયું પહેરીને મોટી બહેન ઈનાયા સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

મુંબઈએક મહિનો પહેલા
  • સૈફ અલી ખાન 22 ઓગસ્ટના રોજ સાંજે પરિવાર સાથે માલદીવ્સથી મુંબઈ પરત ફર્યો હતો.

કરીના કપૂર તથા સૈફ અલી ખાનના દીકરા જહાંગીર અલી ખાને પહેલો રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કર્યો હતો. કરીના કપૂર પરિવાર સાથે માલદીવ્સ ફરવા ગઈ હતી અને આ જ કારણોસર 22 ઓગસ્ટ, રક્ષાબંધનના દિવસે ભારતમાં નહોતી. કરીના 22 ઓગસ્ટની સાંજે મુંબઈ આવી હતી. બીજા દિવસે એટલે કે 23 ઓગસ્ટના રોજ સૈફ અલી ખાનના બંને દીકરાઓએ બહેન ઈનાયા સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

સોહાએ સો.મીડિયામાં તસવીર શૅર કરી
સૈફની બહેન સોહા અલી ખાને સો.મીડિયામાં રક્ષાબંધન સેલિબ્રેટ કરતાં હોય તેની તસવીર શૅર કરી હતી. એક તસવીરમાં સોહાની દીકરી ઈનાયા ભાઈ તૈમુરને રાખડી બાંધે છે. બીજી તસવીરમાં ઈનાયા નાના ભાઈ જેહને કિસ કરતી જોવા મળી હતી. જેહ પીળા રંગના કપડાંમાં હતો અને તેણે લાળિયું પણ બાંધેલું હતું.

નેની સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો
રવિવાર, 22 ઓગસ્ટે એક્ટ્રેસ સૈફ અલી ખાન, તૈમુર અને જેહ સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. કરીનાએ આ વેકેશનમાં તેના દીકરા જહાંગીરની ઝલક પણ કરાવી.

કરીનાએ સૈફનો 51મો જન્મદિવસ માલદીવ્સમાં મનાવ્યો
કરીનાએ આ પહેલાં માલદીવ્સની તસવીરો શૅર કરીને પતિને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે કહ્યું હતું, 'હેપ્પી બર્થડે ટૂ ધ લવ ઓફ માય લાઇફ. અનંત કાળ સુધી હું તારી સાથે રહીશ, બસ એ જ ઈચ્છું છું.'

21 ફેબ્રુઆરીએ દીકરાને જન્મ આપ્યો
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર 21 ફેબ્રુઆરીએ બીજીવાર માતા બની છે. કરીના-સૈફે બીજા દીકરાનું નામ જહાંગીર અલી ખાન રાખ્યું છે. તેઓ લાડથી દીકરાને જેહ કહીને બોલાવે છે.