તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફી હાઇકિંગ પર એક્ટ્રેસ:કરીનાએ ફિલ્મમાં સીતના રોલ માટે 12 કરોડની ફી માગી હોવાની વાત પર પહેલી જ વાર મોં ખોલ્યું

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ કરીન કપૂર થોડાં સમયથી ડિરેક્ટર અલૌકિક દેસાઈની અપકમિંગ ફિલ્મ 'સીતા'ના રોલને કારણે ચર્ચામાં છે. ચર્ચા હતી કે આ ફિલ્મ રામાયણ પર આધારિત છે અને કરીના લીડ રોલ પ્લે કરવાની છે. એવી પણ વાત હતી કે કરીનાએ આ રોલ માટે 12 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. હવે કરીનાએ આ ફિલ્મ માટે ફી કેમ વધારી તે અંગે વાત કરી હતી.

કરીનાએ કહ્યું હતું કે થોડાં વર્ષ પહેલાં એક ફિલ્મ માટે મેલ તથા ફીમેલ એક્ટર્સને સમાન વેતન આપવાની વાત કોઈ કરતું નહોતું. હવે ઘણાં લોકો આ અંગે વાત કરી રહ્યા છે. તે મેકર્સને પહેલાં જ સ્પષ્ટ કરી છે કે તે શું ઈચ્છે છે. તેના મતે, આ ડિમાન્ડ નથી, પરંતુ મહિલાઓ પ્રત્યેના સન્માન અંગે છે. તેને લાગે છે કે હવે વસ્તુઓ બદલી રહી છે.

8-10 મહિનાની ટ્રેનિંગ લેશે
રિપોર્ટ પ્રમાણે, આ માઇથોલોજિકલ ડ્રામા ફિલ્મમાં સીતાના રોલ માટે કરીના અંદાજે 8-10 મહિનાની ટ્રેનિંગ લેશે. આ ફિલ્મ કરીનાની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ હશે. કરીનાની ફીની વાત સામે આવે ત્યારે તાપસી પન્નુ તથા પ્રિયામણિ સહિત અનેક બોલિવૂડ એક્ટ્રેસે તેનું સમર્થન કર્યું હતું.

કરીનાનો વિરોધ થયો હતો
કરીના ફિલ્મમાં સીતાનો રોલ પ્લે કરવાની છે, તે વાત સામે આવતા સો.મીડિયામાં ઘણો જ વિરોધ થયો હતો. અનેક યુઝર્સે કહ્યું હતું કે જો કરીના સીતાનો રોલ પ્લે કરે છે તો હિંદુ ધર્મ તથા માતા સીતાનું અપમાન કહેવાશે. કેટલાંકે એમ કહ્યું હતું કે તે તૈમુર ખાનની અમ્મી છે. આથી તે માતા સીતાનો રોલ પ્લે કરી શકે નહીં. આ રોલ માત્રને માત્ર હિંદુ એક્ટ્રેસ જ પ્લે કરી શકે.

કરીના 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. ફિલ્મમાં આમિર ખાન લીડ રોલમાં છે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની ઓફિશિયલ હિંદી રીમેક છે.