તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કરીના કપૂરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 21મી ફેબ્રુઆરીના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. કરીનાના પુત્રની તસવીર હજી સુધી સામે આવી નથી. જોકે, દીકરાના નામ અંગેની અટકળો સો.મીડિયામાં ચાલી રહી છે. ચર્ચા છે કે કરીના પોતાના બીજા દીકરાનું નામ ફૈઝ રાખી શકે છે. તૈમુરના જન્મ સમયે સૈફ અલી ખાને ફૈઝ નામ સજેસ્ટ કર્યું હતું. જોકે, કરીનાને આ નામ ગમ્યું નહોતું. કરીનાનો એક જૂનો ઈન્ટરવ્યૂ હાલમાં વાઈરલ થયો છે. ફૈઝનો અર્થ ઉપકાર, ભલાઈ એવો થાય છે.
કરીનાએ કહ્યું હતું, 'હું ફૌલાદી પુરુષ પેદા કરીશ'
2018માં એક મીડિયા હાઉસની કૉનક્લેવમાં કરીનાએ કહ્યું હતું, 'હોસ્પિટલ જવાના એક દિવસ પહેલાં સૈફે પૂછ્યું હતું, 'શું દીકરો જન્મશે? તું સાચે જ એવું ઈચ્છે છે આવું થાય? તેનું નામ બદલી નાખીએ અને તેને ફૈઝ કહીને બોલાવીએ. આ બહુ જ રોમેન્ટિક નામ છે. જોકે, મેં તરત જ ના પાડી દીધી હતી. જો દીકરો જન્મે તો હું ઈચ્છીશ કે તે ફાઈટર હોય. તૈમુરનો અર્થ ફૌલાદ થાય છે અને હું ફૌલાદી પુરુષને જન્મ આપીશ. મને ગર્વ છે કે તેનું નામ તૈમુર છે.'
તૈમુર નામ પાડ્યા બાદ વિવાદ થયો હતો
કરીનાના દીકરાનું નામ તૈમુર રાખતા સો.મીડિયામાં ઘણો જ વિરોધ થયો હતો. અનેક સંગઠનો પણ વિરોધમાં આવી ગયા હતા. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ એક ફારસી નામ છે અને મધ્ય એશિયામાં તૈમુર સામ્રાજ્યની સ્થાપના કરનાર તથા 1398માં ભારતમાં આક્રમણ કરનાર હુમલાખોર તૈમુરથી પ્રેરિત છે. જોકે, સૈફે આ નામનો અર્થ ફૌલાદ કહ્યો હતો.
બીજી ડિલિવરી પહેલાં નામ અંગે વાત કરી હતી
બીજી ડિલિવરી પહેલાં કરીનાએ પોતાના રેડિયો શો 'વ્હોટ વીમેન વોન્ટ્સ'માં બાળકોના નામ પર ચર્ચા કરી હતી. કરીનાએ કહ્યું હતું, 'તૈમુર પર થયેલા વિવાદ પછી હું અને સૈફ આ અંગે વિચારી પણ શકતા નથી. અમે છેલ્લી ઘડીએ જ નામ વિચારીશું અને સરપ્રાઈઝ આપીશું.'
સૈફે દીકરીના 25મા જન્મદિવસ પર ચોથીવાર પિતા બનવાની જાહેરાત કરી હતી
સૈફ તથા કરીનાએ 16 ઓક્ટોબર, 2012 મુંબઈમાં લગ્ન કર્યા હતા. કરીનાએ 2016માં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. 12 ઓગસ્ટ, 2020ના રોજ સારા અલી ખાનના 25મા જન્મદિવસ પર સૈફ-કરીનાએ બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.
કરીના-સૈફના અપકમિંગ પ્રોજેક્ટ્સ
કરીનાના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે આમિર સાથે ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. કરીનાએ પ્રેગ્નન્સીમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. જો વાત સૈફ અલી ખાનના વર્કફ્રન્ટની કરવામાં આવે તો તે પ્રભાસ સાથે ફિલ્મ ‘આદિપુરુષ’માં રાવણનો રોલ ભજવતો જોવા મળશે. આ ઉપરાંત તે ‘ભૂત પોલીસ’ તથા ‘બંટી બબલી 2’માં જોવા મળશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.