સેલેબ લાઇફ:સલમાન ખાન બાદ હવે એરપોર્ટ પર CISFના જવાને કરીના-સૈફને રોક્યા, તમામના ID કાર્ડ ચેક કર્યા બાદ જ જવા દીધા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરીના પતિ તથા બંને દીકરા તૈમુર તથા જહાંગીર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી.

સૈફ અલી ખાન તથા કરીના કપૂર બુધવાર, 15 સપ્ટેમ્બરના રોજ સવારે મુંબઈ એરપોર્ટ પર બને દીકરા સાથે જોવા મળ્યા હતા. નેનીએ જહાંગરીને તેડ્યો હતો. તેની ક્યૂટનેસ ચાહકોને ઘણી જ પસંદ આવી હતી.

હાથમાં 3 લાખની બેગ
કરીના કપૂર લૂઝ ડેનિમ શર્ટ, લાઇટ બ્લૂ જીન્સ તથા સ્નિકર્સમાં હતી. તેણે હાથમાં ડિઓરની રૂપિયા 3 લાખની બેગ રાખી હતી. સૈફ અલી ખાન બ્લેક હાફ સ્લિવ્ડ શર્ટ, વ્હાઇટ પેન્ટ તથા બ્રાઉન શૂઝમાં હતો. જહાંગીર બ્લેક આઉટફિટમાં હતો તો તૈમુર બ્લેક ટી શર્ટ તથા કાર્ગો પેન્ટમાં હતો.

એરપોર્ટ પર રોક્યા
કરીના કપૂર પરિવાર તથા નેની સાથે એરપોર્ટ પર આવી ત્યારે મુંબઈ એરપોર્ટના ગેટ આગળ CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ)ના જવાને તમામને અટકાવ્યા હતા અને તમામના ID (આઇડેન્ડિટી કાર્ડ) ચેક કર્યા હતા અને પછી જ તમામને અંદર જવા દીધા હતા. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે. યુઝર્સે જવાનના વખાણ કર્યા હતા.

એરપોર્ટ પર સૈફ-કરીના બાળકો સાથે

એરપોર્ટ પર કરીના-સૈફનો વીડિયો

ગયા મહિને માલદીવ્સ ગયા હતા
ગયા મહિને કરીના કપૂર પતિ સૈફ અલી ખાન તથા બંને દીકરાઓ સાથે માલદીવ્સ ગઈ હતી. અહીંયા સૈફે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જહાંગીરની આ પહેલી ટ્રીપ હતી.

હાલમાં જ સૈફની ફિલ્મ રિલીઝ થઈ
10 સપ્ટેમ્બરના રોજ સૈફ અલી ખાનની ફિલ્મ 'ભૂત પોલીસ' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સૈફ ઉપરાંત જેકલીન ફર્નાન્ડિઝ, અર્જુન કપૂર તથા યામી ગૌતમ છે. કરીના હાલમાં જ 'લાલ સિંહ ચઢ્ઢા'ના સેટ પર જોવા મળી હતી. આ ફિલ્મમાં આમિર ખાન લીડ રોલમાં છે.

આ પહેલાં સલમાનને અટકાવ્યો હતો

ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ્યારે સલમાન ખાન રશિયા ગયો ત્યારે તેને એરપોર્ટ ગેટ આગળ અટકાવીની CISF જવાને ID કાર્ડ ચેક કર્યું હતું. આ ઉપરાંત દીપિકા પાદુકોણ, કિઆરા અડવાણીના પણ ID કાર્ડ ચેક કરવા માગ્યા હતા.