સેલેબ લાઈફ:ડિલિવરીના બે દિવસ પહેલાં કરીના કપૂર શૂટિંગ કરતી જોવા મળી, 15 ફેબ્રુઆરીએ બીજા બાળકને જન્મ આપશે

મુંબઈએક વર્ષ પહેલા

કરીના કપૂર 15 ફેબ્રુઆરીએ બીજા બાળકને જન્મ આપે તેવી શક્યતા છે. ડિલિવરીના બે દિવસ પહેલાં કરીના શૂટિંગ કરતી જોવા મળી હતી. કરીનાએ પ્રેગ્નન્સી પીરિયડમાં પણ કામ કરવાનું બંધ કર્યું નથી.

વ્હાઈટ ઓવરસાઈઝ્ડ શર્ટમાં જોવા મળી

ઘરની બહાર એકદમ કરીના પોતાની ટીમ સાથે
ઘરની બહાર એકદમ કરીના પોતાની ટીમ સાથે
કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યા બાદ જ ટીમના સભ્યો કરીનાની આસપાસ રહી શકે છે
કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યા બાદ જ ટીમના સભ્યો કરીનાની આસપાસ રહી શકે છે
કરીનાએ પ્રેગ્નન્સીમાં પણ સતત કામ ચાલુ રાખ્યું છે
કરીનાએ પ્રેગ્નન્સીમાં પણ સતત કામ ચાલુ રાખ્યું છે

હાલમાં જ કરીના પોતાની ટીમ તથા મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટર સાથે ઘરની બહાર જોવા મળી હતી. કરીના શૂટિંગ અર્થે સ્ટૂડિયોમાં જતી હતી. આ સમયે કરીનાએ વ્હાઈટ ઓવરસાઈઝ્ડ શર્ટ પહેર્યો અને ક્રીમ રંગનું લૂઝ પેન્ટ પહેર્યું હતું. પિંક રંગના સ્લાઈડર્સથી લુક કમ્પ્લિટ કર્યો હતો.

બેસ્ટ ફ્રેન્ડના ઘરની બહાર જોવા મળી હતી

બેસ્ટ ફ્રેન્ડના ઘરે
બેસ્ટ ફ્રેન્ડના ઘરે

આ પહેલાં કરીના કપૂર 12 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ પોતાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાના ઘરની બહાર જોવા મળી હતી.

કરીનાના પિતાએ દીકરીની ડ્યૂ ડેટ જણાવી

રણધીર કપૂરે વેબ પોર્ટલ બોલિવૂડ બબલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કરીના 15મી તારીખે બાળકને જન્મ આપે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રણધીર કપૂરનો જન્મદિવસ 15 ફેબ્રુઆરીના રોજ છે. આ વર્ષે રણધીર કપૂર પોતાનો 74મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. એટલે કે કરીના પિતાના જન્મદિવસે જ બીજા બાળકને જન્મ આપે તેવી શક્યતા છે. 15મી ફેબ્રુઆરી કપૂર પરિવાર ડબલ સેલિબ્રેશન કરશે.

હાલમાં જ કરીનાના કાકાનું અવસાન થયું

કાકા અવસાનની વાત સાંભળી કરીના ઘણી જ દુઃખી જોવા મળી હતી
કાકા અવસાનની વાત સાંભળી કરીના ઘણી જ દુઃખી જોવા મળી હતી

મંગળવાર, 9 ફેબ્રુઆરીના રોજ રણધીર કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું 58 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે 30 એપ્રિલના રોજ રિશી કપૂરનું નિધન થયું હતું. એક જ વર્ષમાં બે ભાઈના મોતથી રણધીર કપૂર એકદમ ભાંગી પડ્યાં હતાં. ભાઈ રાજીવની અંતિમ વિધિમાં ભત્રીજા રણબીર તથા ભાણિયાઓ આદર-અરમાન જૈને તેમને સતત સંભાળ્યાં હતાં.

ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નન્સી જાહેર કરી હતી
કરીના અને સૈફ અલી ખાને ઓગસ્ટ 2020માં પોતાના બીજા બાળકના ગુડ ન્યૂઝ આપ્યાં હતાં. આની પહેલાં કરીનાએ 2016માં તૈમુરને જન્મ આપ્યો હતો.