તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કરીના કપૂર 15 ફેબ્રુઆરીએ બીજા બાળકને જન્મ આપે તેવી શક્યતા છે. ડિલિવરીના બે દિવસ પહેલાં કરીના શૂટિંગ કરતી જોવા મળી હતી. કરીનાએ પ્રેગ્નન્સી પીરિયડમાં પણ કામ કરવાનું બંધ કર્યું નથી.
વ્હાઈટ ઓવરસાઈઝ્ડ શર્ટમાં જોવા મળી
હાલમાં જ કરીના પોતાની ટીમ તથા મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટર સાથે ઘરની બહાર જોવા મળી હતી. કરીના શૂટિંગ અર્થે સ્ટૂડિયોમાં જતી હતી. આ સમયે કરીનાએ વ્હાઈટ ઓવરસાઈઝ્ડ શર્ટ પહેર્યો અને ક્રીમ રંગનું લૂઝ પેન્ટ પહેર્યું હતું. પિંક રંગના સ્લાઈડર્સથી લુક કમ્પ્લિટ કર્યો હતો.
બેસ્ટ ફ્રેન્ડના ઘરની બહાર જોવા મળી હતી
આ પહેલાં કરીના કપૂર 12 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ પોતાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાના ઘરની બહાર જોવા મળી હતી.
કરીનાના પિતાએ દીકરીની ડ્યૂ ડેટ જણાવી
રણધીર કપૂરે વેબ પોર્ટલ બોલિવૂડ બબલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કરીના 15મી તારીખે બાળકને જન્મ આપે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રણધીર કપૂરનો જન્મદિવસ 15 ફેબ્રુઆરીના રોજ છે. આ વર્ષે રણધીર કપૂર પોતાનો 74મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. એટલે કે કરીના પિતાના જન્મદિવસે જ બીજા બાળકને જન્મ આપે તેવી શક્યતા છે. 15મી ફેબ્રુઆરી કપૂર પરિવાર ડબલ સેલિબ્રેશન કરશે.
હાલમાં જ કરીનાના કાકાનું અવસાન થયું
મંગળવાર, 9 ફેબ્રુઆરીના રોજ રણધીર કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું 58 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે 30 એપ્રિલના રોજ રિશી કપૂરનું નિધન થયું હતું. એક જ વર્ષમાં બે ભાઈના મોતથી રણધીર કપૂર એકદમ ભાંગી પડ્યાં હતાં. ભાઈ રાજીવની અંતિમ વિધિમાં ભત્રીજા રણબીર તથા ભાણિયાઓ આદર-અરમાન જૈને તેમને સતત સંભાળ્યાં હતાં.
ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નન્સી જાહેર કરી હતી
કરીના અને સૈફ અલી ખાને ઓગસ્ટ 2020માં પોતાના બીજા બાળકના ગુડ ન્યૂઝ આપ્યાં હતાં. આની પહેલાં કરીનાએ 2016માં તૈમુરને જન્મ આપ્યો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.