પ્રેગ્નન્સી બાઇબલ:ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં કરીનાના બાળકના ગળામાં ગર્ભનાળ ફસાઈ ગઈ હતી, અંતે સર્જરીથી દીકરાને જન્મ આપ્યો

મુંબઈ4 મહિનો પહેલા
  • તૈમુરના જન્મ સમયે કરીના-સૈફ ટેન્શનમાં આવી ગયા
  • કરીના નોર્મલ ડિલિવરીથી બાળકને જન્મ આપવા માગતી હતી

કરીના કપૂરે બુક 'પ્રેગ્નન્સી બાઇબલ'માં તૈમુર તથા જેહની બર્થસ્ટોરી અંગે વાત કરી હતી. કરીનાએ કહ્યું હતું કે તૈમુરના જન્મ સમયે તે અને સૈફ ઘણાં જ ટેન્શનમાં આવી ગયા હતા. ડૉક્ટર્સ પર વિશ્વાસ રાખીને તેણે તૈમુરને જન્મ આપ્યો હતો.

તૈમુરના ગળામાં ગર્ભનાળ ફસાઈ ગઈ હતી
કરીનાએ કહ્યું હતું, 'તૈમુર સમયે હું નોર્મલ ડિલિવરી ઈચ્છતી હતી. જોકે, એક મુશ્કેલી આવી ગઈ હતી. મારું છેલ્લું સ્કેન હતું. મારી ડિલિવરીને હજી એક અઠવાડિયાની વાર હતી. સ્કેનમાં એ વાત સામે આવી કે બેબીના ગળામાં ગર્ભનાળ ફસાઈ ગઈ છે. સોનોલોજિસ્ટે મારા ડૉક્ટરને કહ્યું હતું કે તેઓ ચાન્સ લઈ શકે નહીં.'

તૈમુરના જન્મ સમયે કરીના કપૂર
તૈમુરના જન્મ સમયે કરીના કપૂર

ટેન્શનમાં આવી ગઈ હતી
વધુમાં કરીનાએ કહ્યું હતું, 'હું મારા બાળક અંગે ઘણી જ ટેન્શનમાં આવી ગઈ હતી. હું વિચારતી હતી કે બધું ઠીક તો થશે ને? નોર્મલ ડિલિવરી કરાવી હતી, પરંતુ મને માત્ર નિરાશા મળી. ડૉક્ટરે મને સર્જરી માટે કહ્યું. તેમણે મને સમજાવી કે નોર્મલ ડિલિવરી જોખમી સાબિત થઈ શકે છે અને તે બાળકના જીવ સાથે ચાન્સ લઈ શકે તેમ નથી.'

48 કલાક બાદ દીકરાનો જન્મ
કરીનાએ આગળ કહ્યું હતું, 'ડૉક્ટર, મેં તથા સૈફે સહમતિથી C-સેક્શનનો નિર્ણય લીધો હતો. તે મુશ્કેલના 48 કલાક બાદ તૈમુરનો સર્જરીથી જન્મ થયો હતો.

દીકરા તૈમુર સાથે કરીના
દીકરા તૈમુર સાથે કરીના

જેહનો જન્મ પણ સર્જરીથી
કરીના કપૂરે લખ્યું હતું, 'બીજા દીકરાના જન્મ સમયે પણ ડૉક્ટર્સે નોર્મલ ડિલિવરી કરવાની સલાહ આપી નહોતી. ડૉક્ટર્સના મતે જો તમે પહેલી વાર C સેક્શનથી બાળકને જન્મ આપો છો તો બીજા બાળકનો નોર્મલ ડિલિવરથી જન્મ કરાવવો મુશ્કેલ છે. મોટાભાગના ડૉક્ટર્સ આ સલાહ આપતી નથી. જેહની નોર્મલ ડિલિવરી થાય તે માટે મેં 40 અઠવાડિયાસ સુધી રાહ જોઈ હતી. જોકે, પછી મેં સર્જરીનો વિકલ્પ પસંદ કર્યો હતો. હું ઓપરેશન થિયેટરમાં ઘણી જ અસહજ હતી, કારણ કે જેહ પણ તૈમુરની જેમ જ ઊંચો હતો અને મારી પીઠ તથા ડાયાફ્રામમાં ઘણું જ દબાણ આવતું હતું.'

તૈમુર નાના ભાઈ જેહ સાથે
તૈમુર નાના ભાઈ જેહ સાથે

જેહ અને તૈમુર કોના જેવા દેખાય છે?
કરીનાએ કહ્યું હતું, 'ટિમ ટિમ (તૈમુર) તેના પપ્પા સૈફ જેવો દેખાય છે, જ્યારે જેહ મારા જેવો છે. તૈમુરનો જન્મ થયો ત્યારે તે બિલકુલ રડ્યો નહોતો, પરંતુ જેહ રડવા લાગ્યો હતો. મારા બંને બાળકો એકબીજાથી ઘણાં જ અલગ છે. તૈમુર માત્ર ત્રણ મહિનાનો હતો ત્યારથી જ આઉટગોઇંગ તથા ઝડપી હતો. જેહ ઘણો જ ગંભીર તથા શાંત છે.'