બુકમાં ઘટસ્ફોટ:કરીના કપૂર બીજી પ્રેગ્નન્સી દરમિયાન નોન વેજ ખાવા લાગી હતી, આંગળીઓ પણ સૂજી ગઈ હતી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કરીના કપૂરે કહ્યું હતું કે તે પ્રેગ્નન્સી દરમિયાન પિત્ઝાથી પણ દૂર રહી શકી નહોતી.

કરીના કપૂર બુક 'પ્રેગ્નન્સી બાઇબલ'ને કારણે ચર્ચામાં છે. કરીનાએ કહ્યું હતું કે સામાન્ય રીતે તે વેજીટેરિયન ડાયટ ફોલો કરે છે. જોકે, બીજી પ્રેગ્નન્સીમાં તે હદ બહાર નોન વેજ ખાવા લાગી હતી. કરીનાએ 21 ફેબ્રુઆરીના રોજ બીજા દીકરા જહાંગીર અલી ખાનને જન્મ આપ્યો હતો. કરીના દીકરાને લાડથી જેહ કહીને બોલાવે છે.

કરીનાએ કહ્યું, અલગ જ વ્યક્તિ બની ગઈ હતી
કરીનાએ પોતાની બુકમાં ફૂડ ક્રેવિંગ અંગે વાત કરી હતી. કરીનાએ કહ્યું હતું, 'જ્યારે હું પ્રેગ્નન્ટ નહોતી ત્યારે મને વેજીટેરિયન રહેવું જ પસંદ છે. જોકે, પ્રેગ્નન્ટ થયા બાદ હું મીટ માટે ક્રેવિંગ બની ગઈ હતી. મીઠું, સોયા તથા અન્ય વસ્તુઓ ખાવાની ઘણી જ ઈચ્છા થતી હતી. મને એવું લાગ્યું કે હું અલગ જ વ્યક્તિ બની ગઈ છું.'

સોજા ચઢી ગયા હતા
કરીનાએ આગળ કહ્યું હતું, 'મેં પ્રેગ્નન્સીમાં વધુ પ્રમાણમાં ખાઈ લીધું હતું. ત્યાં સુધી કે મારી આંગળીઓ પણ સૂજી ગઈ હતી. પ્રેગ્નન્સીના આઠમા મહિના પછી મેં મારી આંગળીઓ પરથી રિંગ્સ કાઢી નાખી હતી. મારે વેડિંગ રિંગ તથા પેપરોની (પેપરોનીને પેપરોની સોસ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તે સૂઅરના માંસમાંથી બને છે અને બીફ મસાલા હોય છે.)એ બેમાંથી એક બાબત પસંદ કરવાની હતી અને મેં પેપરોની પસંદ કર્યું હતું.'

પ્રેગ્નન્સીમાં સ્ટ્રેચ માર્ક્સની ચિંતા હતા
થોડાં સમય પહેલાં કરીનાએ સો.મીડિયામાં 'પ્રેગ્નન્સી બિંગો' શૅર કર્યું હતું, જેમાં તેણે પ્રેગ્નન્સી દરમિયાન કેવો અનુભવ થયો તે જણાવ્યું હતું. કરીનાએ કહ્યું હતું કે પ્રેગ્નન્સી દરમિયાન તેને સ્ટ્રેચ માર્ક્સની ચિંતા થઈ હતી. પિત્ઝા ખાવાની ઈચ્છા રોકી શકી નહોતી. બાળકો અંગેના સપના જોતી હતી. હસતા હસતા રડવા લાગતી હતી.

ગૃહપ્રવેશની તસવીર વાઇરલ થઈ
કરીનાએ પોતાની આ બુકમાં એક તસવીર શૅર કરી છે, જેમાં તે નવા ઘરના રસોડામાં કામ કરતી હોય છે. આ તસવીરમાં કરીના આઠ મહિનાની પ્રેગ્નન્ટ છે. રસોડામાં તે દૂધ ઉકાળે છે અને પ્લેટફોર્મ પર ફૂલો તથા પૂજાનો અન્ય સામાન જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે બીજી પ્રેગ્નન્સી દરમિયાન કરીનાએ ઘર બદલ્યું હતું. પહેલાં તે ફોર્ચ્યુન હાઇટ્સમાં રહેતી હતી.