તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ લાઈફ:પ્રેગ્નન્ટ કરીના પતિ સૈફ સાથે ક્લિનિકમાં ચેકઅપ માટે ગઈ, આવતા અઠવાડિયે બીજા બાળકને જન્મ આપે તેવી શક્યતા

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રેગ્નન્ટ કરીના કપૂર ફેબ્રુઆરીમાં બીજા બાળકને જન્મ આપવાની છે. આજે એટલે કે સોમવાર (8 ફેબ્રુઆરી)ના રોજ કરીના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે બાંદ્રા સ્થિત ક્લિનિકમાં બતાવવા ગઈ હતી.

આવતા અઠવાડિયે બાળકને જન્મ આપશે

કરીના કપૂર સ્વેટશર્ટ તથા બ્લેક બોટમમાં હતી અને સૈફ વ્હાઈટ કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો. વેબ પોર્ટલ બોલિવૂડલાઈફના જણાવ્યા પ્રમાણે, કરીના કપૂર આવતા અઠવાડિયે બીજા બાળકને જન્મ આપશે. જ્યોતિષે આગાહી કરી છે કે કરીના આ વખતે દીકરીને જન્મ આપશે.

કમિટમેન્ટ્સ પૂરા કરે છે

કરીના કપૂર બીજા બાળકને જન્મ આપે તે પહેલાં બ્રાન્ડ કમિટમેન્ટ્સ પૂરા કરી રહી છે. છેલ્લાં બે દિવસથી કરીના કપૂર શૂટિંગમાં વ્યસ્ત જોવા મળી હતી.

હાલમાં જ પાર્ટી એન્જોય કરી

કરીનાએ હાલમાં જ કરન જોહરના બાળકો યશ-રૂહીની જન્મદિવસની પાર્ટી એન્જોય કરી હતી. કરીના પાર્ટીમાં દીકરા તૈમુર સાથે આવી હતી.

વીડિયો શૅર કરી નવ મહિના પૂરા થયાની વાત કરી હતી

કરીનાએ સોશિયલ મીડિયામાં એક બૂમરેંગ વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં કરીના કપૂર ટ્રમ્પેટ સ્લીવ્સમાં એક્વા બ્લૂમેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. તે આઉટફિટમાં એકદમ કૂલ લાગતી હતી. આ વીડિયો શૅર કરીને કરીનાએ કેપ્શનમાં કહ્યું હતું, '9 મહિના થઈ ગયા છે અને હું વધુ મજબૂત બનતી જાઉં છું.'

સૈફે પેટરનિટી લીવ લીધી
એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં સૈફે તેના ચોથા બાળકના જન્મ પર બ્રેક લેવાની વાત શેર કરી. સૈફે જણાવ્યું કે સારાના જન્મ સમયે પણ તેણે કામથી બ્રેક લીધો હતો. સૈફે કહ્યું હતું, 'હું કામમાંથી રજા લઇ શકું છું, આ એક ઘણું સન્માનજનક પદ છે કારણ કે બાકી સમય તો હું 9થી 5 એક્ટરની જેમ જીવું છું. હું એક એક્ટર છું અને મને આ કામ ઘણું પસંદ છે. હું મારા પરિવાર સાથે રહેવાનું, દુનિયા ફરવાનું, વાઈન પીવાનું અને મારા બાળકોને જોવાનું પસંદ કરું છું.'

ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નન્સી જાહેર કરી હતી
કરીના અને સૈફ અલી ખાને ઓગસ્ટ 2020માં પોતાના બીજા બાળકના ગુડ ન્યૂઝ આપ્યાં હતાં. આની પહેલાં કરીનાએ 2016માં તૈમુરને જન્મ આપ્યો હતો.

પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ રાખ્યું છે

કરીનાના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં દેખાશે. તેનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. પ્રેગ્નન્સી દરમિયાન પણ તેણે ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું. ફિલ્મમાં તેની સાથે આમિર ખાન અને મોના સિંહ પણ છે. આ ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો