ચિંતા / કરીના કપૂરે વાવાઝોડા અમ્ફાનથી થયેલ નુકસાનના ફોટોઝ શેર કરી લખ્યું, આપણે બધાએ વિચારવાની જરૂર છે

Kareena Kapoor shares photos of devastation caused by cyclone Amphan in Bengal, wrote -We all need to think
X
Kareena Kapoor shares photos of devastation caused by cyclone Amphan in Bengal, wrote -We all need to think

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 07:23 PM IST

કરીના કપૂરે ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકેલા સુપર સાયક્લોન અમ્ફાનના અમુક હૃદયદ્રાવક ફોટોઝ શેર કર્યા છે. આ વાવઝોડાથી થયેલાં નુકસાનની તસવીરો શેર કરી કરીનાએ લખ્યું હતું કે, આપણે વિચારવાની જરૂર છે. કરીનાએ લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી.

કરીનાએ રીપોસ્ટ કરેલા ફોટોઝમાં છેલ્લા બે ફોટોઝમાં લખ્યું હતું કે, બનાના બ્રેડથી કંટાળી ગયા છો, આરામથી પથારીમાં પડ્યા છો, નેટફ્લિક્સ એન્ડ ચિલ, મિસિંગ ફ્રાઈડે નાઈટ્સ વગેરે વગેરે.. તમારા શું પ્રોબ્લેમ્સ છે? આ વાવાઝોડું બંગાળમાં 283 વર્ષમાં આવેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ છે ત્યારે ભારતનાં આ બે રાજ્ય પર વાવઝોડાનો કેર પણ છે. 

આ સંકટની સ્થિતિમાં લોકોની સુરક્ષા માટે ઘણા સેલેબ્સે પ્રાર્થના કરી હતી અને તેમની ચિંતા પણ પ્રગટ કરી હતી. અનુષ્કા શર્મા, અર્જુન કપૂર, અનન્યા પાંડે, કરણ જોહર સહિત અનેક સેલેબ્સે સોશિયલ મીડિયા પર આ સંકટને લઈને તેમની ચિંતા વ્યક્ત કરી હતી.

કરીના કપૂરે થોડા સમય પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું છે. તે આ લોકડાઉનમાં પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. તે પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુરના ફોટોઝ અને તેમની એક્ટિવિટીના ફોટોઝ પોસ્ટ કરતી રહે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી