તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર્સ ડે ગિફ્ટ:કરીનાએ પહેલી વાર બીજા દીકરાનો ચહેરો બતાવ્યો, કહ્યું, 'આ બન્ને મને એક ઉજ્જવળ ભવિષ્યની આશા આપે છે'

મુંબઈ3 મહિનો પહેલા
  • 21 ફેબ્રુઆરીએ કરીનાએ દીકરાને જન્મ આપ્યો હતો
  • કરીનાએ હજી સુધી દીકરાના નામની જાહેરાત કરી નથી

કરીના કપૂરે મધર્સ ડે પર ચાહકોને ખાસ ગિફ્ટ આપી છે. એક્ટ્રેસે તૈમુરની સાથે પોતાના નાના દીકરાની તસવીર શૅર કરી છે. આ પહેલાં કરીનાએ ઈન્ટરનેશનલ વીમન્સે ડે (8 માર્ચ)ના રોજ પહેલી જ વાર નાના દીકરાની તસવીર શૅર કરી હતી. કરીનાએ પોતાના આ બંને દીકરાને પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશા કહ્યાં છે.

ફોટો શૅર કરીને શું કહ્યું?
કરીનાએ બંને દીકરાની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'આજે આશા પર દુનિયા કાયમ છે. આ બંને મારામાં આશા જન્માવે છે. સારી આવતીકાલ માટે. હેપ્પી મધર્સ ડે તમામ સુંદર તથા સ્ટ્રોંગ માતાઓને. કરીનાએ હજી સુધી બીજા દીકરાના નામ અંગે કોઈ જ ચોખવટ કરી નથી. કરીનાએ દીકરાની નામકરણ વિધિ કરી નાખી છે. જોકે, હજી સુધી દીકરાનું નામ બહાર પાડ્યું નથી.

કરીનાએ મધર્સ ડે પર શૅર કરેલી પોસ્ટ
કરીનાએ મધર્સ ડે પર શૅર કરેલી પોસ્ટ

આ પહેલાં કરીનાએ 16 એપ્રિલના રોજ પતિ સૈફ તથા બંને દીકરાઓની એક તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં કરીનાએ નાના દીકરાનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. તસવીરમાં તૈમુર પોતાના નાના ભાઈ સાથે રમતો હતો.

બીજા દીકરાનો ચહેરો કરીનાએ આ રીતે છુપાવી દીધો હતો
બીજા દીકરાનો ચહેરો કરીનાએ આ રીતે છુપાવી દીધો હતો

21 ફેબ્રુઆરીએ દીકરાને જન્મ
કરીના કપૂરે રવિવારે, 21 ફેબ્રુઆરીના રોજ સવારે બીજા દીકરાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. તે સમયે રણધીર કપૂરે કહ્યું હતું, 'મને તો બધાં બાળકો એક જેવાં જ લાગે છે, જોકે ઘરના બધા લોકો એવું કહી રહ્યા છે તે તૈમુર જેવો દેખાય છે.'

કરીનાની પહેલી ડિલિવરી પણ C સેક્શન હતી
કરીના કપૂરે 20 ડિસેમ્બર, 2016ના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. કરીનાએ બીજા દીકરાને જન્મ પણ ઓપરેશનથી આપ્યો હતો.

કરીના ડિલિવરીના 18 દિવસ બાદ કામ પર પરત ફરી
કરીના કપૂરે 21 ફેબ્રુઆરીના રોજ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. કરીનાએ ડિલિવરીના માત્ર 18 દિવસમાં જ કામ શરૂ કર્યું હતું.

કરીનાએ પ્રેગ્નન્સી દરમિયાન પૂરતી સાવચેતી સાથે કામ કર્યું હતું
કરીનાએ પ્રેગ્નન્સી દરમિયાન પૂરતી સાવચેતી સાથે કામ કર્યું હતું

પહેલી તથા બીજી પ્રેગ્નન્સીમાં કામ ચાલુ રાખ્યું હતું
કરીના 2016માં જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્ટ થઈ એ સમયે પણ તેણે કામ કરવાનું બંધ કર્યું નહોતું. તેણે પ્રેગ્નન્સીના છેલ્લા મહિના સુધી પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરાં કર્યાં હતાં. આ વખતે જ્યારે કરીના બીજી વાર પ્રેગ્નન્ટ હતી તોપણ તેણે પૂરા મહિના સુધી કામ કર્યું હતું. કરીનાએ પ્રેગ્નન્સીમાં જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કર્યું હતું. આ વખતે કોરોનાવાયરસ જેવો રોગચાળો પણ હતો. જોકે કરીનાએ તમામ પ્રોટોકોલનું પાલન કરીને પોતાનાં વર્ક કમિટમેન્ટ્સ પૂરાં કર્યાં હતાં. કરીનાની આસપાસ રહેતી ટીમનો સમયાંતરે કોવિડ-19નો ટેસ્ટ કરાવવામાં આવતો હતો.

બીજા બાળકના નામ અંગે અટકળો
ચાહકોએ કરીનાના બાળકના નામ અંગે અટકળો લગાવી હતી. માનવામાં આવે છે કે કરીના બીજા બાળકનું નામ ફૈઝ રાખી શકે છે. તૈમુરનો જન્મ થયો ત્યારે સૈફે આ નામ સજેસ્ટ કર્યું હતું, પણ કરીનાએ ના પાડી હતી.