પ્રેગ્નન્સી બુક લૉન્ચ:કરીના કપૂરે પહેલી જ વાર કહ્યું- પ્રેગ્નન્સી દરમિયાન સેક્સ લાઇફ કેવી હતી, સૈફ અલી ખાને કેવી રીતે મદદ કરી હતી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કરીનાની બુક હાલમાં જ લૉન્ચ થઈ.
  • કરીનાએ સો.મીડિયામાં લાઇવ થઈને કરન જોહર સાથે વાત કરી હતી.

કરીના કપૂરની બુક 'પ્રેગ્નન્સી બાઇબલ' લૉન્ચ થઈ ગઈ છે. કરીના હાલમાં જ કરન જોહર સાથે સો.મીડિયામાં લાઇવ થઈ હતી. આ દરમિયાન તેણે પ્રેગ્નન્સીમાં શરીરમાં શું ફેરફાર આવ્યા અને તેની સેક્સ લાઇફ કેવી હતી તે પણ જણાવ્યું હતું.

શું કહ્યું કરીનાએ?
કરીનાએ કરન જોહર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે પ્રેગ્નન્સીમાં સેક્સ કરવાથી દૂર રહેતી હતી. સૈફ અલી ખાન તે દિવસોમાં આ વાત સમજતો હતો અને તેને ઘણો જ સપોર્ટ કરતો હતો.

કરીના કપૂરે એમ પણ કહ્યું હતું કે પ્રેગ્નન્સી દરમિયાન એક મહિલા ઘણાં બધી લાગણીઓ તથા ભાવનામાંથી પસાર થતી હોય છે. તેને થોડાં દિવસ સારા લાગતા અને થોડાં દિવસ તેને બહુ જ ખરાબ લાગતી. ઘણીવાર તેને લાગતું કે તે ઘણી જ સેક્સી લાગે છે. ત્યાં સુધી તેને સૈફ પણ કહેતો કે તે ઘણી જ સુંદર લાગે છે.

બહુ જલદી થાકી જતી
કરીનાએ વધુમાં કહ્યું હતું કે પ્રેગ્નન્સીના છઠ્ઠા તથા સાતમા મહિના બાદ તે ઘણી જ થાકી જતી હતી. તેને ખ્યાલ નહોતો આવતો કે તેણે શું વિચારવું છે. આ સમયે એક સપોર્ટિવ વ્યક્તિ સાથે હોય તે ઘણું જ જરૂરી છે. આ દરમિયાન પતિ પોતાની પત્નીને સુંદર દેખાવવા માટેનું દબાણ કરતો નથી અને પોતાની રેગ્યુલર સેક્સ લાઇફને સુપર એક્ટિવ કરવાની આશા પણ રાખતો નથી.

મહિલાની ભાવનાને મહત્ત્વ આપવામાં આવે
કરીનાએ એમ પણ કહ્યું હતું કે પ્રેગ્નન્સી દરમિયાન મહિલાની ભાવનાઓને પ્રાથમિકતા આપવી જરૂરી છે. મહિલા તે સમયે શું ફીલ કરે છે તે બાબત પર ધ્યાન આપવું જોઈએ. જો પતિ આ વાત ના સમજે તો તે તમારા બાળકનો પિતા કેવી રીતે બની શકે? તે તમને દરેક રીતે પ્રેમ કરતો હોવો જોઈએ.

બ્રેસ્ટફીડિંગ અંગે પણ વાત કરી
કરને કરીનાને સવાલ કર્યો હતો કે જે માતા પોતાના બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવી શકતી નથી, તેમણે ગિલ્ટી ફીલ કરવી જોઈએ? આના પર એક્ટ્રેસે કહ્યું હતું કે દુનિયાની દરેક માતા બેસ્ટ માતા છે. બ્રેસ્ટફીડ માટે કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી. સામાન્ય રીતે છ મહિના સુધી સળંગ બ્રેસ્ટફીડિંગ કરાવવું જોઈએ. જો દોઢ વર્ષ સુધી માતા બ્રેસ્ટફીડિંગ કરાવી શકે તે સૌથી સારી બાબત છે. જોકે, ઘણીવાર હોર્મોનમાં ફેરફાર થવાથી, થાઇરોઇડ, મેન્ટલ સ્ટ્રેસને કારણે માતાને પૂરતા પ્રમાણમાં દૂધ આવતું નથી. ઇમરજન્સીમાં સિઝરિયન કરવામાં આવે તો માતા થોડો સમય બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવી શકતી નથી. આ જ કારણે માતાએ ધીરજ રાખવાની જરૂર છે.

સેકન્ડ પ્રેગ્નન્સીમાં મેન્ટલ ટ્રોમા સહન કર્યું
કરીનાએ કહ્યું હતું કે બીજી પ્રેગ્નન્સી તેના માટે મુશ્કેલ રહી હતી. તૈમુર સમયે તેને આટલી તકલીફ થઈ નહોતી. તૈમુર વખતે બધી જ બાબતો ઘણી જ સ્મૂથ હતી. તેને તે સમય એન્જોય કર્યો હતો. જોકે, બીજી પ્રેગ્નન્સીમાં ઘણી બાબતો બદલાઈ ગઈ હતી. તેને લાગતું કે તે આ કરી શકશે નહીં, તેના માટે આગામી સમય સારો રહેશે નહીં. કોવિડ 19 હોવાને કારણે તેને થોડો ડર પણ હતો. તેણે સેફ્ટી પ્રોટોકોલ સાથે શૂટિંગ કર્યું હતું. પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં તે ઘણી જ ડરી ગઈ હતી. તેને એવું લાગતું કે તેના પગ 100 કિલોના થઈ ગયા છે.

દીકરાને ઘરે લાવી ત્યારે આ વિચાર આવ્યો
એક્ટ્રેસે કહ્યું હતું જેહને જ્યારે તે હોસ્પિટલથી ઘરે લાવી તે ક્ષણ યાદગાર હતી. તે અરીસામાં જોઈને વિચારતી કે બધું જ ઠીક થઈ ગયું.

21 ફેબ્રુઆરીએ જેહને જન્મ આપ્યો
કરીના તથા સૈફે 2012માં લગ્ન કર્યા હતા. પહેલા દીકરા તૈમુરનો જન્મ 20 ડિસેમ્બર, 2016માં થયો હતો. 21 ફેબ્રુઆરી, 2021ના રોજ કરીનાએ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. પ્રેગ્નન્સી દરમિયાન કરીનાએ આમિર ખાન સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ કર્યું હતું.