તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નામની ચર્ચા:કરીના કપૂર-સૈફ અલી ખાને બીજા દીકરાનું નામ જેહ પાડ્યું?

મુંબઈ2 મહિનો પહેલા
  • કરીનાએ આ વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ દીકરાને જન્મ આપ્યો હતો

કરીના કપૂર તથા સૈફ અલી ખાન આ વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ બીજા દીકરાના પેરેન્ટ્સ બન્યા હતા. જોકે, દીકરાના જન્મના પાંચ મહિના બાદ પણ કરીનાએ હજી સુધી નામ જાહેર કર્યું નથી. આટલું જ નહીં કરીનાએ દીકરાનો ચહેરો પણ બતાવ્યો નથી. હવે ચર્ચા છે કે કરીના-સૈફ દીકરાને જેહ કહીને બોલાવે છે.

હજી સુધી નામ ફાઇનલ કર્યું નથી
કરીના તથા સૈફે હજી સુધી દીકરાનું નામ ફાઇનલ કર્યું થી. તેઓ હાલમાં દીકરાને જેહ કહીને બોલાવે છે. કરીના-સૈફે વિવિધ નામ વિચાર્યા હતા, જેમાં સૈફના પિતાનું નામ મન્સૂર અલી ખાન પટૌડી પણ હતું. ઉલ્લેખનીય છે કે જેહ લેટિન શબ્દ છે અને તેનો અર્થ બ્લૂ ક્રેસ્ટેડ બર્ડ (એક જાતનું પક્ષી) એવો થાય છે.

કરીનાએ દીકરાનો ચહેરો હજી સુધી બતાવ્યો નથી
કરીનાએ દીકરાનો ચહેરો હજી સુધી બતાવ્યો નથી

તૈમુરના જન્મ સમયે વિવાદ થયો હતો
કરીનાએ પહેલાં દીકરા તૈમુરને 2016માં જન્મ આપ્યો હતો. તે સમયે કરીનાએ દીકરાના જન્મના થોડાંક જ કલાકોમાં નામ તથા તસવીર જાહેર કરી દીધી હતી. દીકરાના નામને કારણે ઘણો જ વિવાદ થયો હતો. લોકોએ કરીનાને દીકરાનું નામ બદલી નાખવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં તૈમુર એક ખૂની યૌદ્ધા તરીકે કુખ્યાત હતો. 14મી સદીમાં તેણે અનેક યુદ્ધો કરીને સેંકડો દેશો જીત્યાં હતાં. કહેવાય છે કે તૈમુરલંગને પોતાના દુશ્મનોનાં માથા કાપીને ભેગા કરવાનો શોખ હતો. 'તૈમુરલંગઃ ઈસ્લામ કી તલવાર, વિશ્વવિજેતા'ના લેખક જસ્ટિન મારોજ્જીના મતે, તે જમાનો એવો હતો કે યુદ્ધ સૌથી તાકતવાર લોકો સાથે લડવામાં આવતા હતાં.

બીજા દીકરાના જન્મ સમયે કરીના નવા ઘરમાં શિફ્ટ થઈ
બીજા દીકરાના જન્મ સમયે કરીનાએ પોતાના જૂના ઘર ફોર્ચ્યુન હેઇટ્સની બાજુમાં જ નવું ઘર ખરીદ્યું છે.

કરીનાએ સેકન્ડ પ્રેગ્નન્સીમાં બહેન કરિશ્મા સાથે એક જાહેરાતનું શૂટિંગ કર્યું હતું
કરીનાએ સેકન્ડ પ્રેગ્નન્સીમાં બહેન કરિશ્મા સાથે એક જાહેરાતનું શૂટિંગ કર્યું હતું

કરીનાએ પ્રેગ્નન્સીમાં કામ ચાલુ રાખ્યું હતું
કરીનાએ ફર્સ્ટ પ્રેગ્નન્સીની જેમ જ સેકન્ડ પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ રાખ્યું હતું. તેણે આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ પણ દિલ્હીમાં કર્યું હતું. કરીનાએ હજી સુધી એક પણ ફિલ્મ સાઈન કરી નથી. છેલ્લે તે ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'માં જોવા મળી હતી. આ ફિલ્મ 2020માં રિલીઝ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...