તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેડિકેશન:ડિલિવરીના 18 દિવસ બાદ કરીના કપૂર કામ પર પરત, આ એક્ટ્રેસિસે પણ ડિલિવરી પછી બ્રેક લીધા વગર કામ કર્યું

મુંબઈ2 મહિનો પહેલા

કરીના કપૂરે 21 ફેબ્રુઆરીના રોજ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. કરીનાએ ડિલિવરીના માત્ર 18 દિવસમાં જ કામ શરૂ કર્યું છે. કરીના પહેલાં પણ ઘણી એક્ટ્રેસિસ સ્ક્રીન પર કમબેક કરી ચૂકી છે.

નેહા ધૂપિયા

નેહાએ કહ્યું હતું કે તેને લેબર પેન થયું ત્યાં સુધી તે વિકી કૌશલ સાથે શૂટિંગ કરતી હતી. જ્યારે તેને પેન થયું તો તેણે ટીમ પાસેથી બે કલાકનો બ્રેક માગ્યો હતો. ડિલિવરી બાદ તરત જ નેહાએ ફોન માગીને પોતાની ટીમ સાથે વાત કરી અને શિડ્યૂઅલ પૂરું કરવાનો સમય માગ્યો હતો. ઈન્ટરવ્યૂ જ્યારે રિલીઝ થયો ત્યારે તમામે નેહાના વખાણ કર્યા હતા.

સૌમ્યા ટંડન

'ભાબીજી ઘર પર હૈ' ફૅમ સૌમ્યા ટંડને જાન્યુઆરી, 2019માં દીકરાને જન્મ આપ્યો હતો. ડિલિવરીના 3 મહિના બાદ જ સૌમ્યાએ સિરિયલનું શૂટિંગ શરૂ કર્યું હતું. એક્ટ્રેસે ત્રણ મહિનામાં પોતાની ફિટનેસ પર પૂરું ધ્યાન આપ્યું હતું.

સુરવીન ચાવલા

'સેક્રેડ ગેમ્સ'માં જોજોનું પાત્ર ભજવનાર સુરવીન ચાવલા બીજી સિઝનના શૂટિંગ સમયે પ્રેગ્નન્ટ હતી. પ્રેગ્નન્ટ હોવા છતાંય સુરવીને ઘણાં જ ઈન્ટેન્સ તથા એક્શન સીન ભજવ્યા હતા. પ્રેગ્નન્સીના થોડાં દિવસ બાદ જ સુરવીન કામ પર પરત ફરી હતી. સુરવીનની જ્યારે ડિલિવરી થઈ ત્યારે 'સેક્રેડ ગેમ્સ 2'નું પ્રમોશન ચાલતું હતું. એક્ટ્રેસે બ્રેક લીધા વગર દરેક પ્રમોશનલ ઈવેન્ટમાં ભાગ લીધો હતો.

આમના શરીફ

'કસૌટી જિંદગી કી 2'માં કોમોલિકાનો રોલ પ્લે કરનાર આમના શરીફે પ્રેગ્નન્સી બાદ ફોટોશૂટ કરાવ્યું હતું. તેનું ટ્રાન્સફોર્મેશન જોઈને દરેકને નવાઈ લાગી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો