સેલેબ લાઈફ:ડિલિવરી પહેલાં કરીના કપૂરને ઢગલો ગિફ્ટ્સ મળી, સો.મીડિયામાં ઝલક બતાવી

મુંબઈ10 મહિનો પહેલા

કરીના કપૂરની ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો છે. કરીનાના ચાહકો પણ દીકરો આવશે કે દીકરી તેને લઈ અટકળો કરી રહ્યાં છે. હાલમાં જ કરીનાએ સો.મીડિયામાં ડિલિવરી પહેલાં તેને ઘણી ગિફ્ટ્સ મળી હોવાની વાત કરી હતી. તેણે ગિફ્ટ્સની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. ગઈ કાલે એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ સૈફ અલી ખાન રમકડાં સાથે જોવા મળ્યો હતો.

કરીનાએ સો.મીડિયામાં ગિફ્ટ્સની તસવીર શૅર કરી

સૈફ અલી ખાન હાથમાં રમકડાં સાથે જોવા મળ્યો હતો
સૈફ અલી ખાન હાથમાં રમકડાં સાથે જોવા મળ્યો હતો
ગિફ્ટના મોટા બોક્સ સાથે એક માણસ કરીનાના ઘરની બહાર ક્લિક થયો હતો
ગિફ્ટના મોટા બોક્સ સાથે એક માણસ કરીનાના ઘરની બહાર ક્લિક થયો હતો

કરિશ્મા-બબીતા મળવા આવ્યા હતા
હાલમાં જ કરીનાને મળવા તેની બહેન કરિશ્મા તથા મમ્મી બબીતા આવ્યા હતા. આ ઉપરાંત કરીનાનો સાવકો દીકરો ઈબ્રાહિમ પણ આવ્યો હતો.

બબીતા
બબીતા
કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂર
ઈબ્રાહિમ અલી ખાન
ઈબ્રાહિમ અલી ખાન

બાળક માટે નવા ઘરમાં શિફ્ટ થઈ
કરીનાએ બીજા બાળક માટે નવું ઘર તૈયાર કર્યું છે. કરીના આ ઘરમાં શિફ્ટ પણ થઈ ગઈ છે. તૈમુર તથા બીજા બાળકની સુવિધાઓને ખાસ ધ્યાનમાં રાખીને ઘર ડિઝાઈન કરવામાં આવ્યું છે.

જ્યોતિષે દીકરી આવશે તેવી ભવિષ્યવાણી કરી
કરીનાને દીકરી જન્મશે, તેવી ભવિષ્યવાણી જ્યોતિષે કરી છે. આ જ જ્યોતિષે પહેલાં વિરાટ-અનુષ્કાને ત્યાં દીકરી આવશે, તેવી વાત કહી હતી.

પિતાના જન્મદિવસની પાર્ટીમાં જોવા મળી હતી

પિતાના જન્મદિવસની પાર્ટીમાં કરીના કપૂર
પિતાના જન્મદિવસની પાર્ટીમાં કરીના કપૂર

કરીના કપૂરે 14 ફેબ્રુઆરીની રાત્રે પિતાનો જન્મદિવસની પાર્ટી માણી હતી. કરીના પતિ સૈફ અલી ખાન તથા દીકરા તૈમુર સાથે આવી હતી. ગ્રીન સિલ્ક કફ્તાનમાં કરીના ઘણી જ સુંદર લાગતી હતી.

કરીનાએ પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ રાખ્યું
કરીના કપૂરે પ્રેગ્નન્સીની અનાઉન્સમેન્ટ કરી ત્યારથી લઈ ડિલિવરીના છેલ્લાં દિવસો સુધી સતત કામ ચાલુ રાખ્યું હતું. કરીનાએ પોતાના અલગ અલગ વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યાં હતાં. આ ઉપરાંત કરીનાએ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ પણ કર્યું હતું. કોરોનાને કારણે કરીના માટે સેટ પર ખાસ સાવચેતી રાખવામાં આવતી હતી. કરીનાએ પોતાના રેડિયો શોનું પણ શૂટિંગ કર્યું હતું.

ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નન્સી જાહેર કરી હતી
કરીના અને સૈફ અલી ખાને ઓગસ્ટ 2020માં પોતાના બીજા બાળકના ગુડ ન્યૂઝ આપ્યાં હતાં. આની પહેલાં કરીનાએ 2016માં તૈમુરને જન્મ આપ્યો હતો.