વેડિંગ ગિફ્ટ:કરીના કપૂરે ભાભી આલિયાને ડાયમંડ નેકલેસ તો નીતુ સિંહે વહુને 6 BHK ફ્લેટ આપ્યો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ પરિવાર ને નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. લગ્નમાં રણબીર-આલિયાને મોંઘી ગિફ્ટ્સ મળી છે. રણબીરની કઝિન સિસ્ટર કરીના કપૂર, માતા નીતુ સિંહે ખાસ ભેટ આપી છે.

કરીના કપૂર

રણબીર કપૂરની મોટા પપ્પાની દીકરી કરીનાએ ભાભી આલિયા ભટ્ટને ત્રણ લાખ રૂપિયાનો ડાયમંડ નેકલેસ ગિફ્ટમાં આપ્યો છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માએ આલિયાને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનો સુંદર ડ્રેસ આપ્યો છે. આ ડ્રેસની કિંમત અંદાજે 1.60 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

અયાન મુખર્જી

અયાને પોતાના ખાસ મિત્ર રણબીર તથા આલિયાને ઓડી Q8 ગિફ્ટ કરી છે. આ કારની કિંમત અંદાજે 1.3 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

નીતુ સિંહ

રણબીર કપૂરની માતા નીતુ સિંહે દીકરા-વહુને 6 BHK (બેડરૂમ, હોલ કિચન)નો ફ્લેટ ગિફ્ટ કર્યો છે. આ ફ્લેટની કિંમત 26 કરોડ રૂપિયા છે.

અર્જુન કપૂર

અર્જુન કપૂરે ખાસ મિત્ર રણબીર કપૂરને ગુચ્ચીનું ઝિપર જેકેટ ગિફ્ટમાં આપ્યું છે. આ જેકેટની કિંમત 1.5 લાખ રૂપિયા છે.

રણવીર સિંહ

રણવીર સિંહે રણબીરને કાવાસાકી નીન્જા H2R બાઇક આપી હતી. આ બાઇકની કિંમત અંદાજે 75-80 લાખ રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં એવી વાત સામે આવી હતી કે આલિયાના પૂર્વ પ્રેમી સિદ્ધાર્થ મલ્હોત્રાએ વર્સાચે બ્રાન્ડની 3 લાખ રૂપિયાની હેન્ડબેગ આપી હતી. દીપિકાએ ચોપર્ડ બ્રાન્ડની ઘડિયાળ ભેટમાં આપી છે. આ ઘડિયાળની કિંમત અંદાજે 15 લાખ રૂપિયા છે. કેટરીનાએ આલિયાને 14.5 લાખ રૂપિયાનું પ્લેટિનમ બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યું હતું. પ્રિયંકાએ આલિયાને 9 લાખ રૂપિયાનો ડાયમંડ નેકલેસ આપ્યો છે. વરુણે આલિયાને ગુચ્ચીના હાઇ હિલ સેન્ડલ ગિફ્ટમાં આપ્યા છે. આ સેન્ડલની કિંમત અંદાજે ચાર લાખ રૂપિયા છે.