તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ ન્યૂઝ:કરીના કપૂર બીજીવાર માતા બની, એક્ટ્રેેસે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો

મુંબઈ7 મહિનો પહેલા

કરીના કપૂરે આજે એટલે કે 21મીએ સવારે દીકરાને જન્મ આપ્યો છે. કરીનાએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડિલિવરી કરાવી હતી. કરીના કપૂર ગઈ કાલે એટલે કે 20 ફેબ્રુઆરીએ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ જ હોસ્પિટલમાં અનુષ્કા શર્માએ પણ વામિકાને જન્મ આપ્યો હતો. કરીના તથા બાળકની તબિયત એકદમ સારી છે. કરીનાની ડિલિવરી ડૉ. રૂસ્તમ સોનાવાલાએ કરાવી હતી. સૈફ અલી ખાને પ્રેસને આપેલા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, 'અમારા ત્યાં દીકરાનો જન્મ થયો છે. માતા તથા બાળક બંનેની તબિયત સારી છે. તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર.'

પહેલાં બાળકની ડિલિવરી પણ આ જ ડૉક્ટરે કરાવી હતી
વર્ષ 2016માં કરીનાએ 20 ડિસેમ્બરના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડૉ. રૂસ્તમ સોનાવાલા પાસે જ ડિલિવરી કરાવી હતી. કરીનાએ દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. કરીનાની બીજી ડિલિવરી પણ ડૉ. રૂસ્તમ સોનાવાલા કરાવી હતી.

બબીતાની પણ આ ડૉક્ટરે જ ડિલિવરી કરાવી હતી
ડૉ. રૂસ્તમે જ બબીતાની બંને ડિલિવરી કરાવી હતી. નીતુ સિંહ, ગૌરી ખાન, જયા બચ્ચનની પણ ડિલિવરી આ જ ડૉક્ટરે કરાવી હતી. ડૉક્ટર સોનાવાલાએ કપૂર-બચ્ચન ફેમિલી ઉપરાંત વિજય માલ્યાની પત્નીની ડિલિવરી પણ કરાવી હતી.

મોટાભાઈ તૈમુરે નાના ભાઈને રમાડ્યો

બબીતા, રણધીર કપૂર સમાચાર સાંભળીને તરત જ હોસ્પિટલ આવ્યા હતા
બબીતા, રણધીર કપૂર સમાચાર સાંભળીને તરત જ હોસ્પિટલ આવ્યા હતા
તૈમુર પિતા સાથે નાના ભાઈને રમાડવા આવ્યો હતો. કરિશ્મા કપૂર પણ બહેન કરીનાને મળવા આવી હતી
તૈમુર પિતા સાથે નાના ભાઈને રમાડવા આવ્યો હતો. કરિશ્મા કપૂર પણ બહેન કરીનાને મળવા આવી હતી

ડિલિવરીના બે દિવસ પહેલાં દીકરા સાથે બહેનના ઘરે ગઈ હતી

બહેન કરિશ્માના ઘરની બહાર દીકરા સાથે
બહેન કરિશ્માના ઘરની બહાર દીકરા સાથે

ડિલિવરીના બે દિવસ પહેલાં જ કરીના કપૂર દીકરા તૈમુર સાથે બહેન કરિશ્માના ઘરે જોવા મળી હતી. આ સમયે તે એનિમલ પ્રિન્ટેડ કફ્તાનમાં જોવા મળી હતી. આ પહેલાં કરીના કપૂરે 14 ફેબ્રુઆરીની રાત્રે પિતાનો જન્મદિવસની પાર્ટી માણી હતી. કરીના પતિ સૈફ અલી ખાન તથા દીકરા તૈમુર સાથે આવી હતી. ગ્રીન સિલ્ક કફ્તાનમાં કરીના ઘણી જ સુંદર લાગતી હતી.

કરીનાએ પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ રાખ્યું

કરીનાએ પ્રેગ્ન્સીમાં પણ સતત કામ કર્યું હતું
કરીનાએ પ્રેગ્ન્સીમાં પણ સતત કામ કર્યું હતું

કરીના કપૂરે પ્રેગ્નન્સીની અનાઉન્સમેન્ટ કરી ત્યારથી લઈ ડિલિવરીના બે દિવસ પહેલાં સુધી સતત કામ ચાલુ રાખ્યું હતું. કરીનાએ પોતાના અલગ અલગ વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યાં હતાં. આ ઉપરાંત કરીનાએ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ પણ કર્યું હતું. કોરોનાને કારણે કરીના માટે સેટ પર ખાસ સાવચેતી રાખવામાં આવતી હતી. કરીનાએ પોતાના રેડિયો શોનું પણ શૂટિંગ કર્યું હતું.

ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નન્સી જાહેર કરી હતી
સૈફ તથા કરીનાએ 16 ઓક્ટોબર, 2012 મુંબઈમાં લગ્ન કર્યા હતા. 12 ઓગસ્ટ, 2020ના રોજ સારા અલી ખાનના 25મા જન્મદિવસ પર સૈફ-કરીનાએ બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

સૈફ અલી ખાન બે દીકરાઓ (ઈબ્રાહિમ, તૈમુર) તથા દીકરી સારા સાથે
સૈફ અલી ખાન બે દીકરાઓ (ઈબ્રાહિમ, તૈમુર) તથા દીકરી સારા સાથે

સૈફ અલી ખાન ચોથા બાળકનો પિતા બન્યો
ઉલ્લેખનીય છે કે સૈફને આ પહેલાં પહેલી પત્ની અમૃતા સિંહથી દીકરી સારા તથા દીકરો ઈબ્રાહિમ છે. કરીનાથી સૈફને દીકરો તૈમુર છે. હવે સૈફ ત્રીજા દીકરાનો પિતા બન્યો છે.

2018માં કરીનાએ બીજા બાળકના પ્લાનિંગ પર વાત કરી હતી
કરીનાએ 2018માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અને સૈફ બે વર્ષ બાદ એટલે કે 2020માં બીજા બાળકનું પ્લાનિંગ કરશે. આ વાત પર કરીનાના પિતા રણધીર કપૂરે કહ્યું હતું કે આશા છે કે આ વાત સાચી પડે. બે બાળકો હોવા જોઈએ, જેથી એકબીજાને કંપની મળી શકે.

કાકાના અવસાનનું દુઃખ કરીના ચહેરા પર જોઈ શકાતું હતું
કાકાના અવસાનનું દુઃખ કરીના ચહેરા પર જોઈ શકાતું હતું

કરીનાના કાકાનું તાજેતરમાં અવસાન થયું
મંગળવાર, 9 ફેબ્રુઆરીના રોજ રણધીર કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું 58 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે 30 એપ્રિલના રોજ રિશી કપૂરનું નિધન થયું હતું. એક જ વર્ષમાં બે ભાઈના મોતથી રણધીર કપૂર એકદમ ભાંગી પડ્યાં હતાં. ભાઈ રાજીવની અંતિમ વિધિમાં ભત્રીજા રણબીર તથા ભાણિયાઓ આદર-અરમાન જૈને તેમને સતત સંભાળ્યાં હતાં.

કરીના-સૈફના અપકમિંગ પ્રોજેક્ટ્સ
કરીનાના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે આમિર સાથે ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. કરીનાએ પ્રેગ્નન્સીમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. જો વાત સૈફ અલી ખાનના વર્કફ્રન્ટની કરવામાં આવે તો તે પ્રભાસ સાથે ફિલ્મ ‘આદિપુરુષ’માં રાવણનો રોલ ભજવતો જોવા મળશે. આ ઉપરાંત તે ‘ભૂત પોલીસ’ તથા ‘બંટી બબલી 2’માં જોવા મળશે.

ઓથર રશ્મિ સાથે ડૉ. રૂસ્તમ
ઓથર રશ્મિ સાથે ડૉ. રૂસ્તમ

કોણ છે ડૉ. રુસ્તમ?
91 વર્ષીય ડૉક્ટર આરપી સોનાવાલાએ વર્ષ 1948થી પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. સોનાવાલાએ પોતાની બાયોગ્રાફીમાં કહ્યું હતું, 'એ સમયે ડૉક્ટર પેશન્ટના પલ્સ જોઈને સારવાર કરતા હતા. ડાયગ્નોસ્ટિક પ્રોસિજર અને બ્લડ ગ્રુપ જેવી બાબતો પછી આવી હતી.' ડૉક્ટર રૂસ્તમે ઈન્ટ્રા યુટેરિન કોન્ટ્રોસેપ્ટિવ ડિવાઈસ બનાવ્યું હતું અને એ માટે તેમને 1991માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઓથર રશ્મિ ઉદયસિંહે ડૉક્ટર સોનાવાલા પર બાયોગ્રાફી 'લાઈફગિવર' લખી છે.