તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ:કરીના કપૂર નાનકડાં દીકરા સાથે ઘરે પહોંચી, સૈફ-તૈમુર સાથે જોવા મળ્યા

મુંબઈ2 મહિનો પહેલા

કરીના કપૂરને આજે એટલે કે 23મી ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બ્રીચ કેન્ડી હોસ્પિટલની બહાર કરીના પોતાના બીજા દીકરા સાથે જોવા મળી હતી. તેની સાથે પતિ સૈફ તથા મોટો દીકરો તૈમુર હતો.

દીકરાનો ચહેરો ઢાંકીને રાખ્યો હતો
કરીના કારની બેક સીટમાં બેઠી હતી. નેનીના ખોળામાં ન્યૂ બોર્ન બેબી હતું. નેનીએ ફોટોગ્રાફર્સને જોતા જ બાળકના ચહેરા પર કપડું ઢાંકી દીધું હતું. તૈમુર તથા સૈફ ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠા હતા.

હોસ્પિટલથી ઘરે આવતી કરીનાની તસવીરો

સૈફ અલી ખાન તથા તૈમુર
સૈફ અલી ખાન તથા તૈમુર
કરીનાને પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ રાખ્યું હતું
કરીનાને પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ રાખ્યું હતું
સૈફ અલી ખાને 25 માર્ચ સુધી પેટરનિટી લીવ લીધી છે
સૈફ અલી ખાને 25 માર્ચ સુધી પેટરનિટી લીવ લીધી છે
નેનીના ખોળામાં ન્યૂ બોર્ન બેબી
નેનીના ખોળામાં ન્યૂ બોર્ન બેબી
કરીનાના ઘરની બહાર પોલીસ જોવા મળી હતી
કરીનાના ઘરની બહાર પોલીસ જોવા મળી હતી

21મીએ દીકરાને જન્મ આપ્યો
કરીના કપૂરે 21 ફેબ્રુઆરી, રવિવારે સવારે દીકરાને જન્મ આપ્યો હતો. કરીનાએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડિલિવરી કરાવી હતી. કરીના કપૂર 20 ફેબ્રુઆરીએ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. કરીનાની ડિલિવરી ડૉ. રૂસ્તમ સોનાવાલાએ કરાવી હતી. સૈફ અલી ખાને પ્રેસને આપેલા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, 'અમારા ત્યાં દીકરાનો જન્મ થયો છે. માતા તથા બાળક બંનેની તબિયત સારી છે. તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર.'

સો.મીડિયામાં કરીનાને ઢગલો શુભેચ્છા મળી
કરિશ્મા કપૂરે કરીનાની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘આ મારી બહેન છે, જ્યારે તે ન્યૂ બોર્ન હતી. હવે તે ફરીથી માતા બની છે અને હું ફરીથી માસી બની છું. હું બહુ જ ઉત્સાહી છું.’ કરીનાની કઝિન રિદ્ધિમા કપૂરે પણ શુભેચ્છા પાઠવી હતી. તેણે કરીનાની જૂની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘બેબો તથા સૈફને શુભેચ્છા. ઈટ્સ એ બેબી બોય.’ તો સૈફ અલી ખાનની બહેન સબાએ એક તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘બેબી બોયના જન્મનું સેલિબ્રેશન કરી રહી છું. સૈફ તથા કરીનાને શુભેચ્છા.’

ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ કહ્યું હતું, ‘સૈફ તથા કરીનાને શુભેચ્છા.’ ફિલ્મમેકર સુભાષ ઙઈએ કહ્યું હતું, ‘મારી તથા મુક્તા આર્ટ્સની પૂરી ટીમ તરફથી પ્રિય કરીના તથા સૈફને દીકરાના પેરેન્ટ્સ બનવા બદલ દિલથી શુભેચ્છા.’ તો ડિરેક્ટર મધુર ભંડારકરે કહ્યું હતું, ‘કરીના કપૂર તથા સૈફ અલી ખાનને મારા તરફથી હાર્દિક શુભેચ્છા. હું આ સુખદ સમાચાર માટે પૂરા કપૂર તથા પટૌડી પરિવારને શુભકામના પાઠવું છું.’ આ ઉપરાંત નેહા ધૂપિયા, દિયા મિર્ઝઆ, અમૃતા અરોરાએ પણ શુભકામના આપી હતી.

તૈમુર જેવો જ દેખાય છે
ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં રણધિર કપૂરે કહ્યું હતું, 'મને તો બધા બાળકો એક જેવા જ લાગે છે. જોકે, ઘરના બધા લોકો એવું કહી રહ્યાં છે તે તૈમુર જેવો દેખાય છે.'

કરીનાની બંને ડિલિવરી C સેક્શનથી થઈ
કરીના કપૂરે 20 ડિસેમ્બર, 2016ના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. કરીનાએ બીજા દીકરાનો જન્મ પણ ઓપરેશનથી આપ્યો હતો.

કરીનાએ પહેલી તથા બીજી પ્રેગ્નન્સીમાં કામ ચાલુ રાખ્યું હતું
કરીના 2016માં જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્ટ થઈ તે સમયે પણ તેણે કામ કરવાનું બંધ કર્યું નહોતું. તેણે પ્રેગ્નન્સીના છેલ્લા મહિના સુધી પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યા હતા. આ વખતે જ્યારે કરીના બીજી વાર પ્રેગ્નન્ટ હતી તો પણ તેને પૂરા મહિના સુધી કામ કર્યું હતું. કરીનાએ પ્રેગ્નન્સીમાં જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કર્યું હતું. આ વખતે કોરોનાવાઈરસ જેવો રોગચાળો પણ હતો. જોકે, કરીનાએ તમામ પ્રોટોકોલનું પાલન કરીને પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યા હતા. કરીનાની આસપાસ રહેતી ટીમનો સમયાંતરે કોવિડ 19નો ટેસ્ટ કરાવવામાં આવતો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો