વાઇરલ:કરીના કપૂરે બીજી ડિલિવરીના સાત દિવસ પહેલાં જ કરાવ્યું હતું ફોટોશૂટ, તસવીરો શૅર કરી

મુંબઈ3 મહિનો પહેલા
  • કરીના કપૂરે આ વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ બીજા દીકરાને જન્મ આપ્યો હતો.

કરીના કપૂર હાલમાં પોતાની બુક 'પ્રેગ્નન્સી બાઇબલ'ને કારણે ચર્ચામાં છે. સેકન્ડ પ્રેગ્નન્સી દરમિયાન કરીના કપૂરે ઘણાં ફોટોશૂટ કરાવ્યા હતા. કરીનાએ બીજા દીકરાને જન્મ આપ્યો તેના સાત દિવસ પહેલાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટની તસવીરો હાલમાં જ સામે આવી છે. આ તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે.

કરીનાનું પ્રેગ્નન્સી શૂટ વાઇરલ
ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાએ સો.મીડિયામાં કરીનાની બે તસવીરો શૅર કરી હતી. આ બંને તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ છે. તસવીરમાં કરીનાએ સ્પોર્ટ્સ બ્રા, વ્હાઇટ શર્ટ તથા લાઇટ શેડનું ટ્રાઉઝર પહેર્યું છે. કરીનાએ બેબી બમ્પ બતાવ્યો છે.

ફોટોગ્રાફરે તસવીરો શૅર કરીને આ વાત કહી
રોહન શ્રેષ્ઠાએ ફોટોશૂટની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'બીજા બાળકની ડિલિવરીના એક અઠવાડિયા પહેલા. મને બેબોનું પોટ્રેટ (બીજીવાર) શૂટ કરવાની તક મળી. પહેલી વાર 2017માં ગરમીમાં શૂટ કર્યું હતું.'

21 ફેબ્રુઆરીએ દીકરાને જન્મ આપ્યો
2016માં કરીનાએ 20 ડિસેમ્બરના રોજ તૈમુરને જન્મ આપ્યો હતો. 2021માં 21 ફેબ્રુઆરીના રોજ કરીનાએ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. ગયા વર્ષે તૈમુરના જન્મદિવસ પર કરીનાએ પ્રેગ્નન્સીના અનુભવો પર બુક લખવાની જાહેરાત કરી હતી. કરીનાની આ બુકનું નામ 'પ્રેગ્નન્સી બાઇબલ' છે.

પ્રેગ્નન્સીના અનુભવો શૅર કર્યા
કરીનાની આ બુક લૉન્ચ કરી દેવામાં આવી છે. કરીનાએ પ્રેગ્નન્સીમાં શું ફીલ કર્યું તે અંગે વાત કરી છે. કરીનાએ પોતાની આ બુકને પોતાનું ત્રીજું બાળક ગણાવ્યું છે. કરીનાએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીના કેટલાંક દિવસો સારા હતા તો કેટલાંક ખરાબ પણ હતા. ક્યારેક તે કામ કરવા એકદમ ઉત્સાહી થઈ જતી તો ક્યારેય પલંગ પરથી ઊભી પણ થઈ શકતી નહોતી. આ બુકમાં તેણે શારીરિક તથા માનિસક બંને પ્રકારના અનુભવોની વાત કરી છે.

બીજા દીકરાનું નામ જેહ પાડ્યું
તાજેતરમાં જ કરીનાના પિતા રણધીર કપૂરે કહ્યું હતું કે કરીના-સૈફે બીજા દીકરાનું નામ જેહ પાડ્યું છે. જેહ લેટિન વર્ડ છે. એનો અર્થ બ્લુ ક્રેસ્ટેડ બર્ડ (એક જાતનું પક્ષી) એવો થાય છે. નીલા રંગનું શરીર અને માથે કલગી હોય છે. પારસી ભાષામાં આ શબ્દનો અર્થ ટુ કમ, ટુ બ્રિંગ થાય છે.

અન્ય સમાચારો પણ છે...