બેબોની પ્રેગ્નન્સી બાઇબલ:કરીના કપૂર દીકરાને 14 દિવસ સુધી બ્રેસ્ટફીડિંગ કરાવી શકી નહોતી, બુકમાં ઘટસ્ફોટ

મુંબઈ5 મહિનો પહેલા
  • કરીનાએ બુકમાં પ્રેગ્નન્સી પહેલાંના તથા પછીના અનુભવો અંગે વાત કરી છે.

કરીના કપૂરની બુક 'પ્રેગ્નન્સી બાઇબલ' લૉન્ચ થઈ ગઈ છે. આ બુકમાં કરીનાએ પોતાની પ્રેગ્નન્સી જર્ની અંગે ઘણી જ વાતો કરી છે. કરીના બે દીકરાની માતા છે. તૈમુર તથા જેહ. બંનેના જન્મ પહેલા તથા જન્મ બાદના અનુભવો કરીનાએ બુકમાં લખ્યા છે. કરીનાએ બુકમાં બ્રેસ્ટફીડિંગ અંગે પણ વાત કરી હતી.

કરીનાએ પોતાની બુકમાં લખ્યું છે, 'તૈમુરનો જન્મ અચાનક જ સિઝરિયનથી થયો હતો. 14 દિવસ સુધી બ્રેસ્ટ મિલ્ક આવ્યું જ નહોતું. હું પૂરી રીતે ડ્રાય હતી. મારી માતા તથા નર્સ મારી આસપાસ ફરતા રહેતા હતા. તેઓ મારા બ્રેસ્ટને પ્રેસ કરતા અને તેમને નવાઈ લાગતી કે કેમ બ્રેસ્ટ મિલ્ક આવતું નથી?'

વધુમાં કરીનાએ લખ્યું હતું, 'જેહના જન્મ સમયે આવું કંઈ જ થયું નહોતું. જેહના જન્મ બાદ મિલ્કનો ફ્લો બરોબર હતો. હું એ વાત સ્વીકારીશ કે જેહને બ્રેસ્ટફીડ કરાવ્યા બાદ મને એવું લાગ્યું કે મેં કંઈક અચીવ કરી લીધું છે.'

આ પહેલાં લાઇવ સેશનમાં બ્રેસ્ટફીડિંગ અંગે વાત કરી હતી
કરીના કપૂર ડિરેક્ટર-પ્રોડ્યૂસર કરન જોહર સાથે સો.મીડિયામાં લાઇવ થઈ હતી. આ દરમિયાન કરને કરીનાને સવાલ કર્યો હતો કે જે માતા પોતાના બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવી શકતી નથી, તેમણે ગિલ્ટી ફીલ કરવી જોઈએ? આના પર એક્ટ્રેસે કહ્યું હતું કે દુનિયાની દરેક માતા બેસ્ટ માતા છે. બ્રેસ્ટફીડ માટે કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી.

સામાન્ય રીતે છ મહિના સુધી સળંગ બ્રેસ્ટફીડિંગ કરાવવું જોઈએ. જો દોઢ વર્ષ સુધી માતા બ્રેસ્ટફીડિંગ કરાવી શકે તો તે સૌથી સારી બાબત છે. જોકે, ઘણીવાર હોર્મોનમાં ફેરફાર થવાથી, થાઇરોઇડ, મેન્ટલ સ્ટ્રેસને કારણે માતાને પૂરતા પ્રમાણમાં દૂધ આવતું નથી. ઇમરજન્સીમાં સિઝરિયન કરવામાં આવે તો માતા થોડો સમય બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવી શકતી નથી. આ જ કારણે માતાએ ધીરજ રાખવાની જરૂર છે.

સેક્સ લાઇફ અંગે પણ વાત કરી
કરીનાએ કરન જોહર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે પ્રેગ્નન્સીમાં સેક્સ કરવાથી દૂર રહેતી હતી. સૈફ અલી ખાન તે દિવસોમાં આ વાત સમજતો હતો અને તેને ઘણો જ સપોર્ટ કરતો હતો.

કરીના કપૂરે એમ પણ કહ્યું હતું કે પ્રેગ્નન્સી દરમિયાન એક મહિલા ઘણાં બધી લાગણીઓ તથા ભાવનામાંથી પસાર થતી હોય છે. તેને થોડાં દિવસ સારા લાગતા અને થોડાં દિવસ તેને બહુ જ ખરાબ લાગતી. ઘણીવાર તેને લાગતું કે તે ઘણી જ સેક્સી લાગે છે. ત્યાં સુધી તેને સૈફ પણ કહેતો કે તે ઘણી જ સુંદર લાગે છે.

21 ફેબ્રુઆરીએ જેહને જન્મ આપ્યો
કરીના તથા સૈફે 2012માં લગ્ન કર્યા હતા. પહેલા દીકરા તૈમુરનો જન્મ 20 ડિસેમ્બર, 2016માં થયો હતો. 21 ફેબ્રુઆરી, 2021ના રોજ કરીનાએ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. પ્રેગ્નન્સી દરમિયાન કરીનાએ આમિર ખાન સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ કર્યું હતું.