તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ લાઈફ:કરીના કપૂરની પ્રેગ્નન્સીના નવ મહિના પૂરા, કહ્યું- 'હું વધુ મજબૂત બની રહી છું'

મુંબઈએક મહિનો પહેલા

કરીના કપૂર ફેબ્રુઆરી મહિનામાં ગમે ત્યારે બીજા બાળકને જન્મ આપશે. કરીના કપૂર સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં કરીના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. પ્રેગ્નન્સીમાં પણ કરીના કપૂરે પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પૂરા કર્યાં છે. હાલમાં જ કરીનાએ શૂટિંગ કર્યું હતું.

કરીનાએ સોશિયલ મીડિયામાં એક બૂમરેંગ વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં કરીના કપૂર ટ્રમ્પેટ સ્લીવ્સમાં એક્વા બ્લૂમેક્સી ડ્રેસમાં જોવા મળે છે. તે આઉટફિટમાં એકદમ કૂલ લાગે છે. આ વીડિયો શૅર કરીને કરીનાએ કેપ્શનમાં કહ્યું હતું, '9 મહિના થઈ ગયા છે અને હું વધુ મજબૂત બનતી જાઉં છું.'

સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટે ટીમની તસવીર શૅર કરી

કરીના કપૂરની સ્ટાઈલિસ્ટ તાન્યાએ પણ સોશિયલ મીડિયામાં ક્રૂ મેમ્બરની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને તાન્યાએ કહ્યું હતું કે તમામ કોવિડ 19 નેગેટિવ છે.

હાલમાં કરીના 2 લાખની બેગ સાથે જોવા મળી હતી

કરીનાએ 31 જાન્યુઆરી, રવિવારના રોજ પોતાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાની બર્થડે પાર્ટી એન્જોય કરી હતી. કરીના પાર્ટીમાં દીકરા તૈમુર સાથે આવી હતી. કરીનાએ પાર્ટીમાં મલ્ટી કલરનું કફ્તાન તથા મોટા ઈયરરિંગ્સ પહેર્યાં હતાં. ડિઝાઈનર રાજદીપ રાણાવતે આ કફ્તાન ડિઝાઈન કરેલું હતું. આ કફ્તાનની કિંમત 24 હજાર રૂપિયા છે. આ કફ્તાન સાથે કરીનાએ મેચિંગ પર્સ પણ રાખ્યું હતું. આ બેગ બોટ્ટેગા વેનેટા (Bottega Veneta) બ્રાન્ડની છે. આ બેગની કિંમત 2,75,000 રૂપિયા છે.

પ્રેગ્નન્સીના અંતિમ મહિનાઓમાં યોગ કરે છે

કરીના કપૂરે યોગની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરીને કહ્યું હતું કે થોડા યોગ...થોડી શાંતિ.

ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નન્સી જાહેર કરી હતી
કરીના અને સૈફ અલી ખાને ઓગસ્ટ 2020માં પોતાના બીજા બાળકના ગુડ ન્યૂઝ આપ્યાં હતાં. આની પહેલાં કરીનાએ 2016માં તૈમુરને જન્મ આપ્યો હતો.

પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ રાખ્યું છે
કરીનાના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં દેખાશે. તેનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. પ્રેગ્નન્સી દરમિયાન પણ તેણે ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું. ફિલ્મમાં તેની સાથે આમિર ખાન અને મોના સિંહ પણ છે. આ ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’​​​​​​​ હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે.

નવા ઘરમાં શિફ્ટ થશે
કરીના બીજા બાળકના જન્મ પહેલાં પોતાના નવા ઘરને ડિઝાઈન કરાવી રહી છે. કરીના-સૈફ આ નવા ઘરમાં જ બીજા બાળકનું સ્વાગત કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો