વૈભવી શોખ:કરીના કપૂરે બંને દીકરાઓ માટે બે નવી કાર લીધી, યુઝર્સે કહ્યું- આના કરતા તો ગરીબોને ભોજન કરાવવું જોઈએ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કરીના કપૂરને રોયલ લાઇફસ્ટાઇલ જીવવાનો શોખ છે. તે પોતાના બંને દીકરાઓ માટે પણ હંમેશાં લક્ઝૂરિયસ વસ્તુઓ ખરીદતી રહેતી હોય છે. હાલમાં જ કરીનાએ પોતાના બંને દીકરાઓ માટે અલગ અલગ કાર લીધી છે. કરીનાએ પહેલાં તૈમુર માટે જીપ અને પછી જેહ માટે મર્સિડિઝ ખરીદી હતી. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે. યુઝર્સે કરીનાને આ બાબતે ટ્રોલ પણ કરી હતી.

કરીનાનો વીડિયો વાઇરલ
હાલમાં જ કરીનાનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં કરીના કપૂર નવી કારનું કવર હટાવે છે. વ્હાઇટ મર્સિડિઝ કરીનાના ઘરની બહાર ઊભી હતી. આ કાર કરીનાએ પોતાના દીકરા જહાંગીર (જેહ) માટે લીધી છે. મર્સિડિઝ બેન્ઝ S 350Dની કિંમત અંદાજે 1.90 કરોડ રૂપિયા છે.

તૈમુર માટે જીપ થરીદી
થોડાં દિવસ પહેલાં જ કરીનાએ દીકરા તૈમુર માટે જીપ રેંગ્લર ખરીદી હતી. આ કારની કિંમત અંદાજે 67 લાખ રૂપિયા છે.

સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કરી
સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં યુઝર્સે એક્ટ્રેસને ટ્રોલ કરી છે. એકે કહ્યું હતું કે તમે કેટલી કાર ખરીદશો. ગરીબોને ભોજન કરાવો. અન્ય એકે કમેન્ટ કરી હતી કે મીડિયાને બતાવવા માટે કાર ભાડે લીધી હોય એમ લાગે છે.

સૈફની ફિલ્મ હાલમાં જ રિલીઝ થઈ
સૈફની ફિલ્મ 'વિક્રમ વેધા' 30 સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે. આ ફિલ્મ ચાહકોને ગમી છે. ફિલ્મમાં હૃતિક રોશન તથા રાધિકા આપ્ટે છે. હવે સૈફ અલી ખાન ફિલ્મ 'આદિપુરુષ'માં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ તથા ક્રિતિ સેનન છે. કરીનાની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ ફિલ્મથી આમિર ખાને ચાર વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કર્યું હતું. હવે કરીના કપૂર ડિરેક્ટર સુજોય ઘોષની વેબ સિરીઝથી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...