તૈમુર મમ્મી ને નાના ભાઈને મળવા હોસ્પિટલ ગયો:સૈફ, રણધીર, કરિશ્મા તથા રિદ્ધિમાએ ખુશી વ્યક્ત કરી, ચાહકો-સેલેબ્સે પણ સો.મીડિયામાં શુભેચ્છા પાઠવી

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૈફ અલી ખાન તથા કરીના કપૂર બીજીવાર દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. કરીનાએ 21 ફેબ્રુઆરીએ સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો છે. ચાહકો તથા સેલેબ્સ કરીનાને સો.મીડિયામાં શુભેચ્છા પાઠવી રહ્યા છે.

તૈમુર મમ્મી તથા નાના ભાઈને મળવા આવ્યો હતો
સૈફ દીકરા તૈમુર સાથે કરીનાને મળવા માટે હોસ્પિટલ ગયો હતો. કરીનાના પેરેન્ટ્સ રણધીર-બબીતા તથા બહેન કરિશ્મા પણ હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા.

તૈમુર બહુ જ ઉત્સાહી છે
રણધીર કપૂરે દીકરી કરીના અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘કરીના તથા દીકરો બંને એકદમ સારા છે. મેં કરીના સાથે ફોન પર વાત કરી હતી. તેણે મને કહ્યું હતું કે તે તથા દીકરો એકદમ ઠીક છે. હું ઘણો જ ખુશ છું. ખરું કહું તો બીજીવાર નાના બનીને હું અત્યારે સાતમા આસમાને વિહરી રહ્યો છું. હું તેના સારા ભવિષ્યમાં માટે પ્રાર્થના કરું છું.’

વધુમાં રણધીર કપૂરે કહ્યું હતું, ‘તૈમુરને જ્યારે ખબર પડી કે તે મોટો ભાઈ બની ગયો છે તો તે ઘણો જ ખુશ થયો હતો. સૈફ તો એકદમ ઉત્સાહમાં આવી ગયો હતો. હું અંતરથી આશીર્વાદ આપું છું’

કરિશ્મા-રિદ્ધિમા ખુશ થયા

કરિશ્મા કપૂરે કરીનાની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘આ મારી બહેન છે, જ્યારે તે ન્યૂ બોર્ન હતી. હવે તે ફરીથી માતા બની છે અને હું ફરીથી માસી બની છું. હું બહુ જ ઉત્સાહી છું.’ કરીનાની કઝિન રિદ્ધિમા કપૂરે પણ શુભેચ્છા પાઠવી હતી. તેણે કરીનાની જૂની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘બેબો તથા સૈફને શુભેચ્છા. ઈટ્સ એ બેબી બોય.’ તો સૈફ અલી ખાનની બહેન સબાએ એક તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘બેબી બોયના જન્મનું સેલિબ્રેશન કરી રહી છું. સૈફ તથા કરીનાને શુભેચ્છા.’

સુભાષ ઘઈ તથા મધુર ભંડારકરે પણ વધામણાં આપ્યા

કરીનાના ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ કહ્યું હતું, ‘સૈફ તથા કરીનાને શુભેચ્છા.’ ફિલ્મમેકર સુભાષ ઙઈએ કહ્યું હતું, ‘મારી તથા મુક્તા આર્ટ્સની પૂરી ટીમ તરફથી પ્રિય કરીના તથા સૈફને દીકરાના પેરેન્ટ્સ બનવા બદલ દિલથી શુભેચ્છા.’ તો ડિરેક્ટર મધુર ભંડારકરે કહ્યું હતું, ‘કરીના કપૂર તથા સૈફ અલી ખાનને મારા તરફથી હાર્દિક શુભેચ્છા. હું આ સુખદ સમાચાર માટે પૂરા કપૂર તથા પટૌડી પરિવારને શુભકામના પાઠવું છું.’