વેકેશન ટાઈમ:કરીના અને સૈફનો દીકરો જહાંગીર 6 મહિનાનો થયો, એક્ટ્રેસે માલદીવ્સથી દીકરા જેહનો ફોટો શૅર કર્યો

5 મહિનો પહેલા
  • કરીના કપૂર હાલમાં પરિવાર સાથે માલદીવ્સમાં વેકેશન માણી રહી છે
  • સેફીનાએ બીજા દીકરાનું નામ જહાંગીર અલી ખાન ઉર્ફ જેહ રાખ્યું છે

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન 21 ફેબ્રુઆરીએ બીજીવાર માતા બની છે. સેફીનાએ બીજા દીકરાનું નામ જહાંગીર અલી ખાન ઉર્ફ જેહ રાખ્યું છે. કરીના, સૈફ, તૈમૂર અને જેહ હાલ માલદીવ્સમાં ફેમિલી વેકેશન એન્જોય કરી રહ્યા છે. કરીના સતત તે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી રહી છે. આજે તેનો દીકરો 6 મહિનાનો થઈ ગયો છે. એક્ટ્રેસે દીકરા સાથે સુંદર ફોટો શેર કર્યો છે.

કરીનાએ ફોટો શેર કરીને કહ્યું, તને હંમેશાં, પ્રેમ, ખુશીઓ અને હિંમત મળતી રહે. હેપ્પી 9 મંથ્સ માય લાઈફ. ફોટોમાં કરીનાએ બિકીની ટોપ અને શોર્ટ્સમાં જેહને તેડ્યો છે.

કરીનાની સોશિયલ મીડિયા પોસ્ટ
કરીનાની સોશિયલ મીડિયા પોસ્ટ

કરીનાની પોસ્ટમાં રણવીર સિંહ, મનીષ મલ્હોત્રા, સબા અલી ખાન જેવા ઘણા સેલેબ્સ કમેન્ટ કરી રહ્યા છે.

કરીના કપૂર હાલમાં પરિવાર સાથે માલદીવ્સ વેકેશન મનાવવા ગઈ છે. કરીનાએ દીકરા જેહ સાથેની એક તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં કરીનાએ જેહને તેડ્યો છે અને સાથે લખ્યું હતું, 'લાઇટ્સ, કેમેરા, નેપ ટાઇમ.' કરીનાએ બંને દીકરા તૈમુર તથા જેહ સાથે પતિ સૈફનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

કરીનાએ સૈફને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી
કરીનાએ આ પહેલાં માલદીવ્સની તસવીરો શૅર કરીને પતિને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે કહ્યું હતું, 'હેપ્પી બર્થડે ટૂ ધ લવ ઓફ માય લાઇફ. અનંત કાળ સુધી હું તારી સાથે રહીશ, બસ એ જ ઈચ્છું છું.' આ પોસ્ટ સાથે કરીનાએ બે તસવીરો શૅર કરી છે, જેમાં એક તસવીરમાં કરીના પતિ સૈફ તથા સંતાનો તૈમુર-જેહ સાથે જોવા મળે છે. બીજી તસવીરમાં કરીના તથા સૈફ સ્વિમિંગ પૂલમાં છે.

કરીના પ્રોડ્યૂસર બની
કરીનાએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તે હવે ફિલ્મ પ્રોડ્યૂસ કરશે. કરીના, એકતા કપૂર તથા હંસલ મહેતા સાથે મળીને ફિલ્મ પ્રોડ્યૂસ કરશે. ફિલ્મના નામ તથા સ્ટાર-કાસ્ટ અંગે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ફિલ્મને એકતા-કરીના પ્રોડ્યૂસ કરશે અને ફિલ્મને હંસલ મહેતા ડિરેક્ટ કરશે.

બુકને કારણે ચર્ચામાં
કરીનાએ 'પ્રેગ્નન્સી બાઇબલ' નામની બુક લખી છે. આ બુકમાં એક્ટ્રેસે પોતાની બંને પ્રેગ્નન્સીના અનુભવો અંગે વાત કરી છે. કરીનાએ બ્રેસ્ટફીડિંગથી લઈ પ્રેગ્નન્સી દરમિયાન સેક્સ ડ્રાઇવ ઘટી ગઈ હોવા સહિતની વાત કરી છે. કરીનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ આમિર ખાન સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે.