તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોસ્તાના 2:ફિલ્મમાંથી કાઢી મૂક્યા બાદ કરણે કાર્તિકને અનફોલો કર્યો, બંનેનાં ઝઘડામાં કૂદેલી કંગનાએ કહ્યું, ‘કાર્તિક, આ ચિલ્લરોથી ડરવાની જરૂર નથી’

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સો.મીડિયા પર કાર્તિક હજુ પણ કરણને ફોલો કરે છે - Divya Bhaskar
સો.મીડિયા પર કાર્તિક હજુ પણ કરણને ફોલો કરે છે
  • એક્ટ્રેસે લખ્યું, અમે તારી સાથે છીએ. જેણે તને બનાયો નથી તે તોડી પણ ના શકે
  • ટ્રેડ પંડિતોનું કહેવું છે કે, ફિલ્મ છોડવાનું સાચું કારણ કાર્તિક-જાહન્વી વચ્ચેની ઈગો ટક્કર છે

શુકવારે કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શને ફિલ્મ ‘દોસ્તાના 2’ માટે રી-કાસ્ટિંગની જાહેરાત કરી અને હવે તેણે પહેલેથી ફિલ્મમાં કાસ્ટ થયેલા કાર્તિક આર્યનને સોશિયલ મીડિયા પર અનફોલો કર્યો છે. જો કે, કાર્તિક હજુ પણ કરણને ફોલો કરે છે. કરણ અને કાર્તિકના ઝઘડામાં કંગના રનૌતે ટાપસી પૂરાવી છે. તેણે ગુસ્સો ઠાલવતા કરણ જોહરને કહ્યું, સુશાંતની જેમ કાર્તિકને પણ આત્મહત્યા કરવા મજબૂર ના કરો.

કંગનાએ પોસ્ટમાં શું લખ્યું?

એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું, કાર્તિક પોતાની મહેનતે અહિયાં સુધી પહોંચ્યો છે અને આગળ પણ તેની મહેનતથી જ જશે. પાપા જો અને તેની નેપો ગેંગને માત્ર એક જ વિનંતી છે કે તેને એકલો મૂકી દો. સુશાંતની જેમ તેની પાછળ ના પડો અને તેને આત્મહત્યા કરવા મજબૂર ના કરો.

સુશાંત સાથે પણ આવું જ કર્યું હતું

વધુમાં તેણે લખ્યું, કાર્તિક આ ચિલ્લરોથી ડરવાની જરૂર નથી. આ લોકો ખોટા આર્ટિકલ્સ અને તારા વ્યવહારનું નામ આપીને સ્ટેટમેન્ટ જાહેર કરી મૌન રહેશે. એ લોકોએ સુશાંતના કેસમાં પણ ડ્રગ આદત અને અનપ્રોફેશનલ બિહેવિયરની સ્ટોરીઓ ફેલાવી હતી.

અમે તારી સાથે છીએ

એક્ટ્રેસે લખ્યું, અમે તારી સાથે છીએ. જેણે તને બનાયો નથી તે તોડી પણ ના શકે. આજ તને દરેક બાજુથી એકલતા લાગશે. પણ આ અનુભવ કરવાની જરૂર નથી. આ ડ્રામા ક્વીન બધું જાણે છે. ડિયર તું સારું જ કરીશ. તારા કામ પર વિશ્વાસ રાખ. ઘણો બધો પ્રેમ.

ધર્માએ ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં શું કહ્યું?

કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શને તેના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં લખ્યું, પ્રોફેશનલ સર્કમસ્ટેન્સિસને લીધે અમે નિર્ણય કર્યો છે કે, અમે મૌન રહીશું. અમે ‘દોસ્તાના 2’ માટે ફરીથી કાસ્ટિંગ કરીશું. ફિલ્મનાં ડિરેક્ટર કોલિન ડી-કુન્હા છે. મહેરબાની કરીને ઓફિશિયલ જાહેરાતની રાહ જુઓ.

કાર્તિક-જાહન્વી વચ્ચે ઈગો છે મોટું કારણ?
ટ્રેડ પંડિતોનું કહેવું છે કે, સાચું કારણ કાર્તિક-જાહન્વી વચ્ચે ઈગોની ટક્કર છે. આ માટે કાર્તિક ફિલ્મ માટે ના પાડી રહ્યો છે. તેણે ડાયરેક્ટ ના નથી પાડી, પણ તારીખોનું બહાનું અને ક્રિએટિવ ડિસ્પ્યુટનું નામ આપવામાં આવી રહ્યું છે. કાર્તિક આર્યનનું નામ સંભાળતી એજન્સી ક્વોનના અધિકારીઓએ પણ આ મામલે મૌન ધારણ કર્યું છે.

કાર્તિક આર્યને ફિલ્મ માટે 2019માં 20 દિવસોનું શૂટિંગ પણ કર્યું હતું, પરંતુ માર્ચ 2020માં લોકડાઉનને લીધે ફિલ્મનું શૂટિંગ બંધ કર્યું હતું.

કાર્તિક પાસે બે મોટી ફિલ્મ
હાલમાં કાર્તિક નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ‘ધમાકા’માં દેખાશે. ફિલ્મનાં ડિજિટલ રાઈટ્સ 135 કરોડ રૂપિયામાં વેચાયા છે. ધમાકા ઉપરાંત કાર્તિક ‘ભૂલ ભુલૈયા 2’માં કિયારા અડવાણી અને તબ્બુ સાથે દેખાશે.