તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓગસ્ટ 2018માં અનાઉન્સમેન્ટ કર્યાના દોઢ વર્ષ બાદ કરણ જોહરે તેની મલ્ટિસ્ટારર ફિલ્મ 'તખ્ત'ને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેની પાછળ ઘણા કારણ જણાવાઈ રહ્યા છે. તેમાં એક સૌથી મોટું કારણ દેશની હાલની પોલિટિકલ સ્થિતિને માનવામાં આવી રહ્યું છે. ફિલ્મ મુઘલ શાસક ઓરંગઝેબ અને તેના ભાઈ દારા શિકોહ વચ્ચેની સિંહાસન લડાઈ પર આધારિત છે. પણ મેકર્સને લાગે છે કે હાલના માહોલ વચ્ચે મુઘલ ઇતિહાસ પર ફિલ્મ બનાવવી તેમને મુશ્કેલીમાં લાવી શકે છે. આ સિવાય ઐતિહાસિક ફિલ્મોનો વિરોધ પણ મોટા પાયે થાય છે, જેને કારણે ફિલ્મને રિલીઝ કરવામાં તકલીફ પડે છે.
બીજું કારણ: ફિલ્મનું મોટું બજેટ
કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનનારી આ ફિલ્મનું બજેટ અંદાજે 300 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હતું પણ કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉનની ઘણી ખરાબ અસર ફિલ્મ બિઝનેસ પર થઇ. તેને જોઈને મેકર્સ આટલી મોંઘી ફિલ્મ બનાવવાનું રિસ્ક લેવા નથી ઇચ્છતા. કારણકે અગાઉથી જ તેમની એક ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' અટકી પડી છે, જેનું બજેટ અંદાજે 350 કરોડ રૂપિયા છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન સ્ટારર આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે, તે હજુ નક્કી નથી.
ત્રીજું કારણ: કોઈ સ્ટુડિયો ફિલ્મ લેવા માટે તૈયાર નથી
રિપોર્ટ્સ અનુસાર, કરણ જોહરના લાખ પ્રયાસ છતાં કોઈપણ સ્ટુડિયો આ ફિલ્મમાં રસ નથી બતાવી રહ્યો. કારણકે તેમને પણ ફિલ્મના વિવાદમાં પડવાની આશંકા છે.
ચોથું કારણ: કોરોનાને કારણે અનિશ્ચિતતાનો માહોલ
કોરોના વાઇરસને કારણે થિયેટરમાં અનિશ્ચિતતાનો માહોલ છે. ઘણા રાજ્યોમાં હજુ પણ થિયેટર પૂરી કેપેસિટી સાથે નથી ખૂલ્યા. આ સિવાય દર્શકો પણ થિયેટરમાં જવામાં સંકોચાઈ રહ્યા છે. ભવિષ્યમાં શું થશે તે પણ કોઈએ નથી જોયું. માટે મેકર્સે હાલ 'તખ્ત'ને પડતી મૂકી દીધી છે.
થોડા વર્ષ બાદ શરૂ થઇ શકે છે ફિલ્મ
'તખ્ત'ને 2016માં રિલીઝ થયેલી 'એ દિલ હૈ મુશ્કિલ' બાદ કરણ જોહરના ડિરેક્ટર તરીકેના કમબેક તરીકે જોવામાં આવી રહી હતી. તેમાં રણવીર સિંહ અને વિકી કૌશલ દારા શિકોહ અને ઔરંગઝેબના રોલ પ્લે કરવાના હતા. ફિલ્મમાં અનિલ કપૂર શાહજહાં, કરીના કપૂર જહાનારા બેગમ અને આલિયા ભટ્ટ દિલરાસ બાનોનો રોલ પ્લે કરવાની હતી. આટલું જ નહીં ભૂમિ પેડનેકર અને જાહ્નવી કપૂર પણ મહત્ત્વના રોલમાં હતા. રિપોર્ટ્સ અનુસાર કરણ જોહર થોડા સમય પછી આ ફિલ્મને શરૂ કરી શકે છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.