કરણ જોહરે પોતાનાં બાળકોનો વીડિયો શેર કર્યો, કેપ્શનમાં લખ્યું- આઈસોલેશનમાં ક્રિએટિવિટી બહાર આવી રહી છે

Karan Johar shared video of children, wrote in caption - Creativity is coming out in Isolation
X
Karan Johar shared video of children, wrote in caption - Creativity is coming out in Isolation

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 02:10 PM IST

બોલિવૂડ ડેસ્ક. કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે. ત્યારે નિર્માતા- દિગ્દર્શક કરણ જોહર પોતાનાં બાળકોની સાથે સમય પસાર કરી રહ્યો છે. સોમવારે તેણે એક વીડિયો શેર કર્યો, જેમાં તેનો પુત્ર યશ અને પુત્રી રૂહી ડ્રોંઈગ કરતાં જોવા મળી રહ્યાં છે.

 

કેપ્શનમાં કરણે લખ્યું છે,  'ભવિષ્યના બે મોડર્ન આર્ટિસ્ટ કામમાં વ્યસ્ત છે. આઈસોલેશનમાં તેમની અંદરની કલાત્મકતા વાસ્તવમાં બહાર આવી રહી છે. હવે અમે એક જૂથમાં ગીત ગાવાનું વિચારી રહ્યા છીએ. અમારું કુટુંબ કેટલું પ્રતિભાશાળી છે!'

View this post on Instagram

Two future modern artists at work! Isolation is really tapping into their inner artistry! We are now planning to sing a song in our collective tone deaf voices! We are such a talented family!😂

A post shared by Karan Johar (@karanjohar) on Mar 23, 2020 at 12:15am PDT

કરણે પૂછ્યું તમે શું બનાવી રહ્યાં છો?
વીડિયોમાં કરણ પુત્રીને કહે છે કે, તમે સારું ડ્રોઈંગ કરી રહ્યાં છો, શું તમને પેઈન્ટિંગ કરવામાં મજા આવે છો'? તો રૂહી ના પાડે છે. બાદમાં કરણ પૂછે કે, તો તમે પેઈન્ટિંગ કેમ કરી રહ્યાં છો. રૂહી તેનો જવાબ નથી આપતી. ત્યારબાદ કરણ પુત્ર યશને સવાલ પૂછે છે કે, બેટા તમે શું બનાવ્યું?' તો તે કહે છે સ્કૂટર. એવામાં કરણ તેને કહે છે કે, મને નથી લાગી રહ્યું કે, તમે સ્કૂટર બનાવી રહ્યા હો, પરંતુ તમે કહી રહ્યા છો તો, હું માની લઉ છું'

યુઝર્સને વીડિયો પસંદ આવ્યો 
કરણનાં ત્રણ વર્ષનાં બાળકોનો આ વીડિયો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સેલેબ્સની સાથે સામાન્ય યુઝર્સને પણ પસંદ આવી રહ્યો છે. ત્યારબાદ અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા, આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા, અદિતિ રાવ હૈદરી જેવા સ્ટાર્સે આ પોસ્ટ પર કમેન્ટ કરીને તેમની પ્રશંસા કરી હતી.

View this post on Instagram

That’s our family celebrating the unity of spirit and resilience...today we also show tremendous gratitude to all members of the medical fraternity who have tirelessly and relentlessly worked towards healing the infected and protecting thousands of people from this dreaded virus ....#indiafightscorona

A post shared by Karan Johar (@karanjohar) on Mar 22, 2020 at 4:43am PDT

પરિવારની સાથે તાળી વગાડી હતી
આ અગાઉ રવિવાર સાંજે કરણે એક અન્ય વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પ્રધાનમંત્રીના આહવાન પર કોરોના સામેની લડાઈમાં સામેલ ડોક્ટરો અને અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોનો આભાર વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. વીડિયો શેર કરતાં તેણે લખ્યું હતું, આ મારો પરિવાર છે... આજે અમે મેડિકલ ક્ષેત્રના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો છે, જેઓ આ જીવલેણ વાઈરસથી હજારો લોકોને સંક્રમણથી બચાવવા માટે દિવસ-રાત પ્રયાસ કરી રહ્યા છે. '#indiafightscorona

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી