તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્ચિંગ ફોર શીલા:મા આનંદ શીલાએ કહ્યું, ‘ઓશો મને પણ બહુ પ્રેમ કરતા હતા’, કરણ જોહરે ડોક્યુમેન્ટરીનું ટ્રેલર લોન્ચ કર્યું

4 મહિનો પહેલા
મા આનંદ શીલા હાલ સ્વિત્ઝરલૅન્ડમાં રહે છે
  • સર્ચિંગ ફોર શીલાનું સ્ટ્રીમિંગ 22 એપ્રિલથી નેટફ્લિક્સ પર થશે
  • મા આનંદ શીલાને 20 વર્ષની જેલની સજા થઇ હતી, પણ તેઓ 39 મહિના જ જેલમાં રહ્યા હતાં

કરણ જોહરે સોમવારે તેની અપકમિંગ ડોક્યુમેન્ટરી સર્ચિંગ ફોર શીલાનું ટ્રેલર શેર કર્યું. તેમાં મા આંનદ શીલાએ 34 વર્ષની ગુમનામ જિંદગી વિશે જણાવ્યું. ઘણા બધા ખુલાસા પણ કર્યા. કરણ જોહરે ટ્રેલર પોસ્ટ કરીને લખ્યું, તમે એમને જોયા છે, સાંભળ્યા છે અને તેમની વાતો પણ સાંભળી છે. હવે તેઓ પોતે તેમની સ્ટોરી કહેવા આવી રહ્યા છે. સર્ચિંગ ફોર શીલાનું સ્ટ્રીમિંગ 22 એપ્રિલથી નેટફ્લિક્સ પર થશે.

શીલાએ ટ્રેલરમાં ઘણા ખુલાસા કર્યા
ટ્રેલરની શરુઆતમાં કરણે ઇન્ડિયામાં મા આનંદ શીલાની સ્વાગત કર્યું. શીલાએ તેમની જિંદગી સાથે જોડાયેલા વિવાદો અને જેલમાં વિતાવેલા 39 મહિના વિશે જણાવ્યું. તેઓ મોટા દાવા પણ કરી રહ્યા છે.

મા આનંદ શીલા ઓશોનાં શિષ્ય હતાં
મા આનંદ શીલા ઓશોનાં શિષ્ય હતાં

તેમણે કહ્યું ઓશો મને પણ પ્રેમ કરતા હતા, પણ ઓશોએ તો તેમને મર્ડરર કહ્યા હતા. મા શીલા આનંદ સાથે કરણ જોહરની વાતચીતની ઝલક પણ ટ્રેલરમાં દેખાઈ રહી છે.

સપ્ટેમ્બર 2019માં ભારતયાત્રાએ આવેલા મા શીલાને કરણે ઘણા પ્રશ્નો કર્યા હતા
સપ્ટેમ્બર 2019માં ભારતયાત્રાએ આવેલા મા શીલાને કરણે ઘણા પ્રશ્નો કર્યા હતા

ઓશો સાથે શીલાનું કનેક્શન
મા આનંદ શીલા ઓશોનાં શિષ્ય હતાં, તેઓ ઓશોના સ્પોક્સપર્સન અને સેક્રેટરી પણ હતાં. સાથે જ તેઓ ઓશોની પ્રેમિકા તરીકે ફેમસ હતાં. અમેરિકામાં ઓશોનાં રજનીપુરમ આશ્રમ મેનેજ કરતા હતા. ઓશોના આરોપ પછી વર્ષ 1986માં મા આનંદ શીલાને ડલ્લાસ, ઓરેગનમાં થયેલા રજનીશી બાયો ટેરર અટેક (1984)ના આરોપી જાહેર કર્યા હતા અને 20 વર્ષની સજા થઇ હતી. જો કે, જેલમાં તેઓ માત્ર 39 મહિના જ રહ્યા હતા.

મા આનંદ શીલાએ 39 મહિના જેલમાં પસાર કર્યા હતાં
મા આનંદ શીલાએ 39 મહિના જેલમાં પસાર કર્યા હતાં

જેલમાંથી બહાર આવ્યા પછી ઓશોના આશ્રમમાં રહેતા એક સ્વિસ નાગરિક સાથે લગ્ન કર્યા હતા. હાલ તેનું અવસાન થઇ ગયું છે. મા આનંદ શીલા હવે સ્વિત્ઝરલૅન્ડમાં રહે છે અને વૃદ્ધની સેવા કરવા નર્સિંગ હોમ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...