બોલિવૂડ ડિરેક્ટર તથા પ્રોડ્યુસર કરન જોહરનો 25 મેના રોજ 50મો બર્થડે હતો. કરન જોહરે 50મો બર્થડે ધૂમધામથી સેલિબ્રેટ કર્યો હતો. કોરોનાને કારણે બોલિવૂડમાં છેલ્લા ઘણા સમયથી લૅવિશ પાર્ટી યોજાતી નહોતી. બોલિવૂડમાં લાંબા સમય બાદ ગ્રાન્ડ પાર્ટી યોજાઈ હતી. કરનની પાર્ટીમાં અનેક સેલેબ્સ આવ્યા હતા. પાર્ટીમાં કરન જોહર ગ્રીન સૂટમાં જોવા મળ્યો હતો.
કોણ કોણ પાર્ટીમાં આવ્યું?
કરનની પાર્ટીમાં સલમાન ખાન, ઐશ્વર્યા-અભિષેક બચ્ચન, શાહિદ કપૂર-મીરા રાજપૂત, કિઆરા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણબીર કપૂર, નીતુ સિંહ, માધુરી દીક્ષિત-શ્રીરામ નેને, કેટરીના કૈફ-વિકી કૌશલ, કરીના કપૂર-સૈફ અલી ખાન, ગૌરી ખાન, આર્યન ખાન, રવિના ટંડન, અનુષ્કા શર્મા, સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા, રશ્મિદા મંદાના, મલાઈકા અરોરા, કરિશ્મા કપૂર, આયુષ શર્મા-અર્પિતા ખાન, શ્વેતા બચ્ચન, આમિર ખાન-કિરણ રાવ પણ આવ્યાં હતાં. નવાઈની વાત એ છે કે આમિર ખાન તથા કિરણ રાવના ડિવોર્સ થઈ ગયા હોવા છતાં બંને સાથે આવ્યા હતા અને રેડ કાર્પેટ પર પોઝ આપ્યાં હતાં. પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ આવી હતી. પ્રીટિ ઝિન્ટા પતિ સાથે જોવા મળી હતી. ટાઇગર શ્રોફ, કાજોલ, તબ્બુ, રાની મુખર્જી પણ જોવા મળ્યા હતા. રકુલ પ્રીત સિંહ-જેકી ભગનાની, રણવીર સિંહ પણ આવ્યો હતો. દીપિકા પાદુકોણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હોવાથી આવી શકી નહોતી. આલિયા ભટ્ટ હોલિવૂડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. પરિણીતી ચોપરા શોર્ટ વન પીસમાં જોવા મળી હતી.
પાર્ટીની રંગીન તસવીરો...
કરન જોહર એક્શન ફિલ્મ ડિરેક્ટ કરશે
કરન જોહરે 50મા જન્મદિવસ પર જાહેરાત કરી હતી કે તે આવતા વર્ષે એપ્રિલમાં એક્શન ફિલ્મ ડિરેક્ટ કરશે. આવતા વર્ષે કરન જોહરની 10 ફેબ્રુઆરીના રોજ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની' રિલીઝ થશે. આ ફિલ્મને કરન જોહર ડિરેક્ટ કરી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.