SRKના દીકરા બાદ કોનો વારો?:આર્યન ખાન બાદ NCBના રડાર પર કરન જોહર, બે વર્ષ જૂનો પાર્ટી વીડિયોના કેસની તપાસ હજી પણ ચાલુ

મુંબઈએક મહિનો પહેલા
  • સમીર વાનખેડેને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું
  • ફરી એકવાર NCB ઓફિસની બહાર સેલેબ્સ જોવા મળી શકે છે

આર્યન ખાન બાદ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના રડાર પર ફિલ્મ-પ્રોડ્યુસર તથા ડિરેક્ટર કરન જોહર છે. એક વર્ષ પહેલાં કરનની પાર્ટીનો આ વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયો પરની તપાસ NCBએ હજી બંધ કરી નથી. કેન્દ્ર સરકારે મુંબઈ NCBના રીજનલ ડિરેક્ટર સમીર વાનખેડેને છ મહિનાનું એક્સટેન્શન આપી દીધું છે.

આ છ મહિનામાં અનેક બોલિવૂડ સેલેબ્સ NCBના નિશાને છે. NCB સાથે જોડાયેલા એક અધિકારીએ ભાસ્કરને નામ ના આપવાની શરતે કહ્યું હતું કે કરન જોહરની પાર્ટીનો વીડિયો હજી પણ તપાસ હેઠળ છે, જેમાં રણબીર કપૂર, વિકી કૌશલ, વરુણ ધવન, મલાઈકા અરોરા, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, શાહિદ કપૂર, ડિરેક્ટર અયાન મુખર્જી હતા. આ વીડિયો 28 જુલાઈ, 2019નો છે.

આ વીડિયો કરન જોહરે સો.મીડિયામાં શૅર કર્યો હતો, ત્યાર બાદ આરોપ હતો કે આ પાર્ટીમાં સેલેબ્સે ડ્રગ્સ લીધું હતું. જોકે કરન જોહરે કહ્યું હતું કે પાર્ટીમાં કોઈએ ડ્રગ્સ લીધું નહોતું. પહેલીવાર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે વીડિયોમાં કંઈ જ આપત્તિજનક મળ્યું નહોતું. આ તપાસ સુશાંત સિંહના મોત બાદ ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો એ સમયે કરવામાં આવી હતી.

વાનખેડેના નિશાના પર બોલિવૂડ
સૂત્રોના મતે, સમીર વાનખેડે પોતાના છ મહિનાના એક્સટેન્શનમાં બોલિવૂડના એકપણ સેલેબ્સને છોડશે નહીં. હજી પણ સુશાંત સિંહના મોત બાદનો ડ્રગ્સ કેસ ચાલે જ છે. કરન જોહરની પાર્ટીનો વીડિયો વાઇરલ થયો હતો. કરને ચોખવટ કરી દીધી છે કે પાર્ટીમાં આવેલા એકપણ સેલેબ્સે ડ્રગ્સ લીધું નથી. જોકે પાર્ટીમાં સામેલ થનારા તમામ સેલેબ્સ NCBની રડાર પર છે.

NCB ઓફિસની બહાર આર્યન ખાન.
NCB ઓફિસની બહાર આર્યન ખાન.

રિયા, અરમાન તથા આર્યન ડ્રગ્સ કેસના તાર એકબીજા સાથે જોડાયેલા
NCBની તપાસમાં એ વાત સામે આવી છે કે રિયા-શૌવિક ચક્રવર્તી ડ્રગ્સ કેસ, અરમાન કોહલી ડ્રગ્સ કેસ તથા આર્યન ડ્રગ્સ કેસના તાર એકબીજા સાથે જોડાયેલા છે. પેડલર નેટવર્કથી લઈ ડ્રગ્સ લેવા સુધીના તમામ લોકો એકબીજાને ઓળખે છે. તેઓ સાથે જ ડ્રગ્સ લેતા અથવા મોકલતા હતા.

આર્યન કેસ પ્રેસ્ટિજ ઇસ્યુ, સેલેબ્સની ફરી એકવાર પરેડ થશે
આર્યન કેસ NCB માટે પ્રેસ્ટિજ ઇસ્યુ બની ગયો છે. NCB પર પણ સવાલ ઊઠ્યા છે કે કોઈ નક્કર પુરાવા વગર શાહરુખના દીકરાને હેરાન કરવામાં આવી રહ્યો છે. આ પહેલાં પણ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાનના કેસમાં NCB પર સવાલ થઈ ચૂક્યા છે. NCB અધિકારી કેસને સાચો સાબિત કરવા માટે પુરાવા ભેગા કરી રહ્યા છે. શક્ય છે કે ફરી એકવાર અનેક સેલેબ્સની પરેડ NCB ઓફિસમાં થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...