કરણ જોહરે મુંબઈ એકેડમી ઓફ મૂવિંગ ઈમેજ એટલે કે (MAMI -મામી)ને તેનું રાજીનામુ આપી દીધું છે. તે આ ફિલ્મ ફેસ્ટિવલનો સભ્ય હતો. સુશાંત સિંહની આત્મહત્યા બાદ કરણ પર સતત સગાવાદને પ્રોત્સાહન આપવાના આરોપ લાગી રહ્યા છે.
ડિરેક્ટર સ્મૃતિ કિરણને રાજીનામુ મેલ કર્યું
રિપોર્ટ્સ મુજબ આરોપની હેરાન થઈને કરણે મામીના ડિરેક્ટર સ્મૃતિ કિરણને રાજીનામું મેલ કર્યું છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે ફેસ્ટિવલના ચેર પર્સન અને દીપિકા પાદુકોણે કરણને મનાવવાની પુરી ટ્રાય કરી હતી પરંતુ તે ન માન્યો. મામીના બોર્ડમાં વિક્રમાદિત્ય મોટવાને, સિદ્ધાર્થ રોય કપૂર, દીપિકા પાદુકોણ, ઝોયા અખ્તર અને કબીર ખાન છે.
શું કરણ જોહર બોલિવૂડ સેલેબ્સથી નારાજ છે?
અમુક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કરણ બોલિવૂડ સેલેબ્સથી પણ નારાજ છે. કારણકે એક બાજુ જ્યાં તેના પર સતત સગાવાદને પ્રોત્સાહન આપવાના આરોપ લાગી રહ્યા છે ત્યારે કોઈપણ સેલિબ્રિટી તેની સાથે નથી.
કરણ ખુદને લો પ્રોફાઈલ રાખી રહ્યો છે
કરણ જોહરે છેલ્લા થોડાક દિવસથી ખુદને લો પ્રોફાઈલ રાખી રહ્યો છે. તેણે ટ્વિટર પર 8 લોકો (અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર , શાહરુખ ખાન, નરેન્દ્ર મોદી અને અન્ય 4 ઓફિસ મેમ્બર્સ) સિવાય બધાને અનફોલો કરી દીધા છે. સાથે જ સામાન્ય લોકો માટે ઇન્સ્ટાગ્રામનું કમેન્ટ સેક્શન લોક કરી દીધું છે.
શત્રુઘ્ન સિન્હાએ કરણનો સપોર્ટ કર્યો
નેપોટિઝ્મના મુદ્દે શત્રુઘ્ન સિન્હાએ કરણ જોહરનો સપોર્ટ કર્યો છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, કરણને કારણ વગર ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. તેમના મુજબ આલિયાને કરણે લોન્ચ કરી છે પરંતુ તે કઈ એની સંબંધી નથી. માટે આમાં સગાવાદ જેવી કોઈ વાત નથી.
શત્રુઘ્ને સુશાંતને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેણે આટલો મોટો નિર્ણય કેમ લીધો, એ તો માત્ર ભગવાન જ જાણતા હશે. તેના નિધન પછી અમુક લોકો કારણ વગર આ બાબતને ખેંચી રહ્યા છે. તેમના મુજબ, સુશાંતના એવા મિત્રો પણ અચાનક સામે આવી રહ્યા છે જે તેને ક્યારેય મળ્યા પણ નથી. આ ખોટું છે અને આ બંધ થવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.