બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાની પર્સનલ લાઇફમાં શું ચાલી રહ્યું છે? બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે તેના સંબંધો કેવા છે? મલાઈકાના અંગત જીવન સાથે જોડાયેલા અનેક સીક્ર્ટે્સ ચાહકો જાણવા માગતા હોય છે. આ જ કારણે મલાઈકા 'મૂવિંગ વિથ મલાઈકા' રિયાલિટી શો લઈને આવી છે. આ શોમાં મલાઈકા પોતાના અંગત જીવન અંગે વાત કરે છે. હાલમાં જ કરન જોહરે મલાઈકાને બેડરૂમ સીક્રેટ્સ પૂછ્યા હતા.
મલાઈકા અરોરા શરમાઈ ગઈ
મલાઈકા અરોરા તથા કરન જોહર વચ્ચે અંગત વાતચીત થઈ હતી. કરન જોહરના સવાલો સાંભળીને મલાઈકા શરમાઈ ગઈ હતી. કરન જોહરે મલાઈકાને સેક્સ લાઇફ અંગે સવાલ કર્યા હતા. કરને મલાઈકાને પૂછ્યું હતું કે શું તે અને અર્જુન કપૂર બેડરૂમમાં એક્સપરિમેન્ટ કરે છે? કરનનો આ સવાલ સાંભળીને મલાઈકાનો ચહેરો લાલ થઈ ગયો હતો. મલાઈકાએ પર્સનલ સવાલોના જવાબ આપ્યા નહોતા. જોકે, કરન જોહરે પછી એવું પૂછ્યું હતું કે શું તે સેક્સ ટોય્ઝનો ઉપયોગ કરે છે? શું તેણે ક્યારેય હેન્ડકફનો ઉપયોગ કર્યો છે કે પછી નર્સનો રોલ પ્લે કર્યો છે?
મલાઈકા અરોરા ચૂપ જ રહી
મલાઈકા અરોરાએ અંગત સવાલોના જવાબ ના આપવાનું નક્કી કર્યું હતું. તે કરનની વાતો સાંભળીને શરમાઈ ગઈ હતી. મલાઈકાએ કોઈ જવાબ ના આપ્યા તો કરન જોહરે પોતાની સેક્સ લાઇફ અંગે વાત કરી હતી. કરને કહ્યું હતું કે તેણે એકવાર રોલ-પ્લે ટ્રાય કર્યો હતો અને તે પોલીસ બન્યો હતો. જોકે, તે સંદતર નિષ્ફળ રહ્યો હતો, કારણ કે પોલીસના આઉટફિટ તેના પર સહેજ પણ ફિટ થયા નહોતા. તે સિંઘમ બનવા માગતો હતો. કરન જોહરની વાત સાંભળીને મલાઈકા હસવા લાગી હતી.
લગ્ન અંગે સવાલ કર્યો
કરન જોહરે મલાઈકાને લગ્ન અંગે સવાલ કર્યા હતા. જોકે, મલાઈકાએ આ વાતનો પણ કોઈ જવાબ આપ્યો નહોતો. કરને સ્વીકાર્યું હતું કે જ્યારે વિકી કૌશલ તથા કેટરીના કૈફે લગ્ન કર્યા અને તેને ઇન્વાઇટ ના કર્યો તે ઘણો જ દુઃખી થયો હતો.
અરબાઝ ખાન અંગે પણ વાત કરી
કરન જોહરે મલાઈકાને પૂર્વ પતિ અરબાઝ ખાન સાથેના સંબંધો અંગે પણ સવાલ કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું હતું કે તેમની વચ્ચે હવે સારું બોન્ડિંગ છે અને બંને એકબીજા પ્રત્યે પહેલાં કરતાં વધુ સારા છે.
અરબાઝનું બ્રેકઅપ થયું?
કરને અરબાઝ તથા જ્યોર્જિયાનું બ્રેકઅપ થયું કે નહીં તે અંગે સવાલ કર્યો હતો. મલાઈકાએ કહ્યું હતું કે તે આ બધી વાતો અંગે સ્યોર નથી. તે અરબાઝ કે પુત્ર અરહાન સાથે આ અંગે ક્યારેય વાત કરતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.