તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ પ્રોજેક્ટ:કરન જોહરે નવી ફિલ્મની જાહેરાત કરી, જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર આધારિત

મુંબઈ3 મહિનો પહેલા
  • કરન જોહરની આ નવી ફિલ્મને કરન ત્યાગી ડિરેક્ટ કરશે
  • લીડ કાસ્ટની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે

મંગળવાર, 29 જૂનના રોજ કરન જોહરે સો.મીડિયામાં નવી ફિલ્મની જાહેરાત કરી હતી. કરન જોહરની આ ફિલ્મ 'ધ કેસ ધેટ શુક ધ એમ્પાયર' પરથી છે. આ બાયોપિક સી શંકરન નાયર પર આધારિત છે. સી શંકરન નાયર વકીલ હતા અને જલિયાંવાલા બાગમાં થયેલા હત્યાકાંડ વિરુદ્ધ કોર્ટમાં બ્રિટિશ રાજ સામે લડ્યા હતા.

કરને સો.મીડિયા પોસ્ટ શૅર કરી
કરન જોહરે સો.મીડિયા પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ઐતિહાસિક માણસ સી શંકરનારનની વાત બિગ સ્ક્રીન પર રજૂ કરવા માટે ઘણો જ ઉત્સાહી તથા ગર્વ અનુભવું છું.' આ ફિલ્મને કરન ત્યાગી ડિરેક્ટ કરશે અને લીડ સ્ટાર કાસ્ટની જાહેરાત જલ્દીથી કરવામાં આવશે.

ફિલ્મમાં કોર્ટરૂમ ડ્રામા બતાવવામાં આવશે. જલિયાંવાલા બાગમાં થયેલા નરસંહાર વિરુદ્ધ શંકરન નાયરે બ્રિટિશ રાજ સામે કેસ લડ્યો હતો અને સત્યને સામે લાવ્યા હતા. શંકરનની બહાદુરીને કારણે આખા દેશમાં આઝાદીની ચળવળની લડતને પ્રોત્સાહન મળ્યું હતું. સત્ય સામે લડવાની તાકત મળી હતી.

'ધ કેસ ધેટ શુક ધ એમ્પાયર' બુક રઘુ પલટ (શંકરન નાયરનો પ્રપૌત્ર) તથા તેમના પત્ની પુષ્મા પલટે લખી છે.

ઉલ્લેખનીય છે કે શૂજીત સરકાર 'ઉદ્યમ સિંહ' ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મ પણ જલિયાંવાલા બાગ પર આધારિત છે. જલિયાંવાલા બાગ પાછળ જનરલ ડાયર જવાબદાર છે. લંડનમાં ઉદ્યમ સિંહે જનરલ ડાયર પર બે ગોળીએ મારી દીધી હતી અને તેમણે આત્મસમર્પણ કર્યુ હતુ અને તેમને 1940માં ફાંસી આપવામાં આવી હતી. આ ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલમાં છે.

શું છે જલિયાંવાલા બાગ નરસંહાર?
રોલેટ એક્ટના વિરોધમાં પંજાબના અમૃતસરમાં 13 એપ્રિલ, 1919માં પ્રદર્શનકારીઓએ ભેગા થઈને અહિંસક આંદોલન કર્યું હતું. અંગ્રેજ અધિકારી જનરલ ડાયરે નિર્દોષ નાગરિકો પર ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો અને તેમાં 41 બાળકો, 400 વ્યક્તિઓના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.