લોકડાઉનને ગંભીરતાથી લઇ નિયમનું પાલન કરવા કપિલ શર્માએ મરઘાઓનો વીડિયો શેર કરી લખ્યું, આનાથી જ કંઈક શીખી લો

Kapil Sharma shares a video of hens, asks humans to learn from them for obeying orders amid nationwide lockdown
X
Kapil Sharma shares a video of hens, asks humans to learn from them for obeying orders amid nationwide lockdown

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 07:27 PM IST

બોલિવૂડ ડેસ્ક: સમગ્ર ભારતમાં 21 દિવસનું લોકડાઉન પ્રધાનમંત્રી મોદીએ જાહેર કર્યું છે. અગાઉ રવિવારે જનતા કર્ફ્યુ પણ રાખવામાં આવ્યું હતું. મહામારી કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા લોકોને ઘરે રહેવા જ સલાહ આપવામાં આવી રહી છે તેમ છતાં લોકો બહાર નીકળીને ખુદનો અને તેના પરિવારનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ બાબતે લોકોને સમજાવવા કપિલ શર્માએ એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

તે વીડિયો મરઘાઓનો છે જેમાં સાયરન વાગતા બધા મરઘા અંદર ઘરમાં જતા રહે છે. આ વીડિયો નીચે કપિલે લખ્યું હતું કે, ઈન સે હી સીખ લો કુછ. કપિલે સ્ટે હોમ સેવ લાઇવ્સનો હેશટેગ પણ માર્યો હતો.

View this post on Instagram

‪इनसे ही सीख लो कुछ 🙊 #StayHomeSaveLives #coronavirus #INDIAfightsCorona 🙏‬

A post shared by Kapil Sharma (@kapilsharma) on Mar 24, 2020 at 2:44am PDT

કપિલની જેમ અન્ય સેલેબ્સ પણ લોકોને ઘરે જ રહેવા અપીલ કરી રહ્યા છે. અક્ષય કુમાર લોકોની લાપરવાહી બાદ ભડકી ગયો હતો અને એક વીડિયો શેર કરી કહ્યું હતું કે, વાત ગંભીરતાથી લો અને સાચા ખિલાડી બનો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી