તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલી અબ્બાસની માફી:માફી સ્ટંટ બાદ કંગનાએ કહ્યું- અલ્લાહની મજાક ઉડાવવાની હિંમત છે? ભાજપ નેતા કપિલ મિશ્રા બોલ્યા, પોતાના ધર્મ પર ફિલ્મ બનાવીને માફી માગો

મુંબઈ3 મહિનો પહેલા

'તાંડવ' પર અલી અબ્બાસ ઝફરની માફી કોઈને મંજૂર ના હોય તેમ લાગી રહ્યું છે. અલીના માફીનામા પર કપિલ મિશ્રા તથા કંગના રનૌતે પોતાનું નિવેદન આપ્યું છે. આ બંનેના નિવેદનથી લાગી રહ્યું છે કે આ બંને જ નહીં પણ સોશિયલ મીડિયા યુઝર્સ પણ અલીને માફી આપવા તૈયાર નથી.

કંગના તથા કપિલ મિશ્રાની સોશિયલ મીડિયા પોસ્ટ
કંગના તથા કપિલ મિશ્રાની સોશિયલ મીડિયા પોસ્ટ

કંગનાએ કહ્યું હતું, 'માફી માગવા માટે બચીશ ક્યાં? આ તો સીધું ગળું જ કાપી નાખે છે. જિહાદી દેશ ફતવા કાઢે છે. લિબ્રુ મીડિયા વર્ચ્યુઅલ લિંચિંગ કરે છે, તને તો માત્ર જાનથી મારી નાખવામાં આવશે, પરંતુ તે મોતને પણ જસ્ટીફાય કરી દેવામાં આવશે. બોલો અલી અબ્બાસ ઝફર છે હિંમત અલ્લાહની મજાક ઉડાવવાની?'

આ પહેલાં ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું હતું, 'અલી અબ્બાસ ઝફરજી, ક્યારેક તમારા ધર્મ પર ફિલ્મ બનાવીને જુઓ અને પછી માફી માગો. તમામ અભિવ્યક્તિની આઝાદી અમારા ધર્મની સાથે જ કેમ? ક્યારેક પોતાના એક માત્ર ઈષ્ટની ભદ્દી મજાક ઉડાવીને શરમ અનુભવો. તમારા અપરાધોનો હિસાબ ભારતનો કાનૂન કરશે. ઝેરીલું કન્ટેન્ટ પરત લો. 'તાંડવ'એ હટવું જ પડશે.'

માફી મંજૂર નથી
અલી અબ્બાસની પોસ્ટ પર આવેલા રિએક્શન તથા કમેન્ટ્સ પ્રમાણે સો.મીડિયા યુઝર્સને આ માફી સ્વીકાર નથી, કારણ કે તેની ભાષા તથા સ્પષ્ટીકરણ ટીવી શો, ફિલ્મ કે કોઈ પણ કન્ટેન્ટની શરૂઆતમાં આવતા ડિસ્ક્લેમર જેવું છે. અલીએ એવું પણ કહ્યું છે કે તે દર્શકોના રિએક્શન પર બારીકાઈથી નજર રાખી રહ્યો છે.

યુઝર્સની કમેન્ટ્સ

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો