કોન્ટ્રોવર્સી:કન્નડ એક્ટ્રેસ રચિતા રામ લગ્નની પહેલી રાતે શું કર્યું હતું? સવાલ પૂછીને વિવાદમાં ફસાઈ, બૅન કરવાની માગણી થઈ

બેંગલુરુ21 દિવસ પહેલા
  • એક્ટ્રેસે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને લગ્નની રાતે શું કર્યું તેવો સવાલ કર્યો હતો

29 વર્ષીય કન્નડ એક્ટ્રેસ રચિતા રામે લગ્ન અંગેનું એક નિવેદન આપીને હોબાળો મચાવી દીધો છે. રચિતાએ પોતાની ફિલ્મ 'લવ યુ રચ્ચુ'ના પ્રમોશન દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં લગ્નની રાતે શું કર્યું તે અંગે વાત કરી હતી. આ નિવેદનને કારણે રાજકીય પાર્ટીએ માફીની ડિમાન્ડ કરી છે.

રાજકીય પાર્ટીએ શું કહ્યું?
કન્નડ ક્રાંતિ દળે માગ કરી છે કે રચિતા રામે જાહેરમાં માફી માગવી જોઈએ. આ ઉપરાંત ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સને પણ એક્ટ્રેસને બૅન કરવાની ડિમાન્ડ કરી છે. કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ તેજસવી નાગલિંગસ્વામીએ કહ્યું હતું કે રચિતા રામનું નિવેદન સંસ્કૃતિ વિરુદ્ધ છે અને તેના આ નિવેદનથી રાજ્યથી ઇમેજ ખરાબ થઈ છે.

'લવ યુ રચ્ચુ'નો ફર્સ્ટ લુક
'લવ યુ રચ્ચુ'નો ફર્સ્ટ લુક

શું વિવાદ?
'ડિમ્પલ ક્વીન' નામથી લોકપ્રિય રચિતાને પ્રેસ કોન્ફરન્સમાં રિપોર્ટરે ફિલ્મના સેક્સ્યુઅલ સીન્સ અંગે સવાલ કર્યો હતો. આ સવાલ સાંભળ્યા બાદ રચિતાએ રિપોર્ટર્સને સામે સવાલ કર્યો હતો કે બધાએ પોતાના લગ્નની પહેલી રાતે શું કર્યું હતું? રચિતાની આગામી ફિલ્મ 'લવ યુ રચ્ચુ'માં બોલ્ડ સીન્સની ભરમાર છે. આ અંગે એક્ટ્રેસે એવું કહ્યું હતું કે ફિલ્મની ડિમાન્ડ હોવાથી તેણે બોલ્ડ સીન્સ કર્યા છે.

રચિતા રામ ટ્રેઇન્ડ ભરત નાટ્યમ ડાન્સર છે
રચિતા રામ ટ્રેઇન્ડ ભરત નાટ્યમ ડાન્સર છે

રચિતાએ પત્રકારોને પૂછ્યું હતું, 'અહીંયા બધા લોકો છે અને તેમાંથી ઘણાં પરિણીત પણ છે. મારો ઉદ્દેશ કોઈને શરમમાં મૂકવાનો નથી. બસ એમ જ તમને પૂછી રહી છું કે લગ્ન બાદ લોકો શું કરે છે? આ સવાલ બાદ કોઈ જવાબ આપે તે પહેલાં જ રચિતાએ જવાબ આપતા કહ્યું હતું, 'તે રોમાન્સ જ કરશે ને..' આ જ વાત ફિલ્મમાં બતાવવામાં આવી છે.'

કોણ છે રચિતા રામ?
રચિતા રામનું સાચું નામ બિંદિયા રામુ છે. તે કન્નડ સિનેમામાં જાણીતી છે. રચિતાએ સૌ પહેલાં કન્નડ ટીવી શો 'આરસી'થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2013માં કન્નડ ફિલ્મ 'બુલબુલ'થી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે દર્શન હતો. ત્યારબાદ રચિતાએ 'દિલ રંગીલા', 'અમ્બરીશા' સહિતની ફિલ્મમાં કામ કર્યું છે. રચિતા પાસે હાલ 18 ફિલ્મ છે, જેમાંથી 3 ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે, જ્યારે 15 ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

પેરેન્ટ્સ સાથે રચિતા
પેરેન્ટ્સ સાથે રચિતા

ઉલ્લેખનીય છે કે રચિતાના પિતા કે એસ રામુ જાણીતા ભરત નાટ્યમ ડાન્સર છે. તેમણે 500 જેટલાં પબ્લિક પર્ફોર્મન્સ આપ્યા છે. રચિતા પણ ભરત નાટ્યમ ડાન્સર છે અને તેને 50થી વધુ પર્ફોર્મન્સ આપ્યા છે. રચિતાની બહેન નિત્યા પણ એક્ટ્રેસ છે.

અન્ય સમાચારો પણ છે...