ગૂગલ ટોપ 10:આ વર્ષે ગૂગલ પર બોલિવૂડમાં સૌથી વધુ સર્ચ થઇ કનિકા કપૂર, સૌથી વધુ ચર્ચામાં રહેનારી કંગના રનૌત 10મા નંબર પર રહી

એક વર્ષ પહેલા
ગૂગલ ઇન્ડિયાના 2020ના સૌથી વધુ સર્ચ થયેલા સેલેબ્સના ટોપ 10 લિસ્ટમાં કનિકા કપૂર, રિયા ચક્રવર્તી અને કંગના રનૌતનું નામ સામેલ છે. - Divya Bhaskar
ગૂગલ ઇન્ડિયાના 2020ના સૌથી વધુ સર્ચ થયેલા સેલેબ્સના ટોપ 10 લિસ્ટમાં કનિકા કપૂર, રિયા ચક્રવર્તી અને કંગના રનૌતનું નામ સામેલ છે.

ગૂગલ 2020માં ઇન્ડિયામાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી પર્સોનાલિટીઝનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ટોપ 10 લિસ્ટમાં બોલિવૂડના 5 લોકોએ સ્થાન મેળવ્યું છે. ખાસ વાત એ છે કે સૌથી વધુ ચર્ચામાં રહેતી કંગના રનૌત આ લિસ્ટમાં 10મા નંબર પર છે. જ્યારે કનિકા કપૂર એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ સર્ચ થયેલી સેલિબ્રિટી છે. તે ત્રીજા સ્થાન પર છે. જ્યારે પહેલા નંબર પર અમેરિકાના નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બીજા સ્થાન પર જર્નલિસ્ટ અર્નબ ગોસ્વામી છે.

ટોપ 10 લિસ્ટ

  1. જો બાઈડેન (અમેરિકાના રાષ્ટ્રપતિ)
  2. અર્નબ ગોસ્વામી (જર્નલિસ્ટ)
  3. કનિકા કપૂર
  4. કિમ જોંગ ઉન (ઉત્તર કોરિયાના તાનાશાહ)
  5. અમિતાભ બચ્ચન
  6. રાશિદ ખાન (અફઘાન ક્રિકેટર)
  7. રિયા ચક્રવર્તી
  8. કમલા હેરિસ (અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ)
  9. અંકિતા લોખંડે
  10. કંગના રનૌત

​​​​​​​

કેમ સર્ચ થયા બોલિવૂડ સેલેબ્સ

કનિકા કપૂર - કનિકા પહેલી સેલિબ્રિટી હતી જે કોરોના પોઝિટિવ આવી હતી. તે લંડનથી ભારત આવી હતી અને અમુક પાર્ટીઓમાં સામેલ થઈ હતી. ત્યારબાદ તે કોરોના સંક્રમિત થઇ. તેના પર ક્વોરન્ટીન પિરિયડ તોડવાનો આરોપ લાગ્યો હતો.

અમિતાભ બચ્ચન - બિગ બી પણ કોરોનાનો શિકાર બન્યા બાદ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. 11 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા. એટલું જ નહીં તેની દીકરો અભિષેક, વહુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ હતા.

રિયા ચક્રવર્તી - રિયા ચક્રવર્તી સૌથી વધુ ચર્ચામાં ત્યારે રહી હતી જ્યારે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ એક્ટરના પિતાએ તેના વિરુદ્ધ પટનામાં FIR ફાઈલ કરાવી હતી. ત્યારબાદ ડ્રગ્સ કેસનો ખુલાસો થયો અને તે એક મહિનો જેલમાં રહી. હાલ તો તે જામીન મળ્યા બાદ બહાર છે.

અંકિતા લોખંડે - અંકિતા પણ સુશાંતને કારણે જ ચર્ચામાં રહી હતી. તે એક્ટરની એક્સ ગર્લફ્રેન્ડ હતી. સુશાંતના મૃત્યુ બાદ તેને ન્યાય અપાવવા માટે આગળ રહેનારા લોકોમાં અંકિતા લોખંડે પણ સામેલ હતી.

કંગના રનૌત - કંગનાએ સુશાંતના મૃત્યુ માટે બોલિવૂડને જવાબદાર ગણાવ્યું હતું. ડ્રગ્સને લઈને બોલિવૂડ પર નિશાન સાધ્યું હતું. સોશિયલ મીડિયા પર ઓફિશિયલ એન્ટ્રી લીધા પછી મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યા હતા. મુંબઈની સરખામણી POK સાથે કરી, પછી BMCએ તેની ઓફિસમાં તોડફોડ કરી. આ રીતે કંઈકને કંઈક ઘટ્યા કર્યું, જેને કારણે કંગના સૌથી વધુ ચર્ચામાં રહી.