કંગના ખોટું બોલી રહી છે:શિવસેનાને મજબૂરીમાં વોટ આપ્યો, સત્ય એ છે કે જે સીટ પર કંગનાનો વોટ પડે છે ત્યાં શિવસેના લડી જ નથી

એક વર્ષ પહેલાલેખક: આશિષ રાય
  • કૉપી લિંક
આ ફોટો એપ્રિલ 2019નો છે. જ્યારે એક્ટ્રેસ કંગના બાંદ્રાની એક સ્કૂલમાં વોટ દઈને બહાર નીકળી હતી. - Divya Bhaskar
આ ફોટો એપ્રિલ 2019નો છે. જ્યારે એક્ટ્રેસ કંગના બાંદ્રાની એક સ્કૂલમાં વોટ દઈને બહાર નીકળી હતી.
  • કંગનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ચૂંટણીમાં ગઠબંધનને કારણે શિવસેનાને વોટ દેવાનો વિકલ્પ હતો, ભાજપનો નહીં
  • કંગના વિધાનસભા ચૂંટણીમાં બાંદ્રા-વેસ્ટ અને લોકસભા ચૂંટણીમાં મુંબઈ નોર્થ-સેન્ટ્રલ બેઠક માટે મતદાન કરે છે

કંગના રનૌતે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારે મુંબઈની ચૂંટણીમાં ગઠબંધનને કારણે મજબૂરીમાં શિવસેનાને મત આપવો પડ્યો. હું ભાજપ સમર્થક છું અને જ્યારે હું વોટિંગ મશીનમાં ભાજપનું બટન શોધી રહી હતી તો મને કહેવામાં આવ્યું કે શિવસેનાનું બટન દબાવવાનું રહેશે, પરંતુ ભાસ્કરે જ્યારે કંગનાના સ્ટેટમેન્ટ પર તપાસ હાથ ધરી તો જાણવા મળ્યું કે તેનું સ્ટેટમેન્ટ ખોટું છે.

કંગનાએ શું કહ્યું?
ટાઈમ્સ નાઉ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું હતું, હું બાંદ્રામાં વોટ આપવા ગઈ હતી. હું વોટિંગ મશીનની સામે ગઈ. હું ભાજપ સમર્થક છું અને વિચારી રહી હતી કે ભાજપનું બટન ક્યાં છે. પછી મારે શિવસેનાનું બટન દબાવવું પડ્યું. પછી મેં કહ્યું, હું ભાજપને જ વોટ દેવા માગું છું. હું રાજનીતિ નથી સમજતી. મને આનો અનુભવ નથી. મને નથી ખબર કે આ ગઠબંધન શું કામ થયું, પણ એ થયું અને મારે શિવસેનાનું બટન દબાવવા પર મજબૂર થવું પડ્યું, કારણ કે ભાજપનો વિકલ્પ હતો જ નહીં. તેમના ગઠબંધનને કારણે એ વિસ્તારમાં માત્રને માત્ર શિવસેના હતી. તો મેં વોટ તેમને આપ્યો અને જુઓ તેમણે મારી સાથે શું કર્યું.

સ્ટેટમેન્ટ ખોટું કઈ રીતે?
1. કંગના વિધાનસભા ચૂંટણીમાં બાંદ્રા-વેસ્ટ અને લોકસભા ચૂંટણીમાં મુંબઈ નોર્થ-સેન્ટ્રલ બેઠક માટે મતદાન કરે છે. 2009થી 2019 સુધી મહારાષ્ટ્રમાં 3 લોકસભા અને 3 વિધાનસભા ચૂંટણી થઈ, એટલે કે કુલ 6 ચૂંટણી. એમાં 5 ચૂંટણી ભાજપ અને શિવસેનાએ મળીને લડી. માત્ર 2014ની વિધાનસભા ચૂંટણીમાં બંને પાર્ટી સામસામે હતી.

2. ગઠબંધન હેઠળ વિધાનસભા અને લોકસભામાં બાંદ્રા-વેસ્ટ અને મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક ભાજપના ખાતે આવી, એટલે 5 ચૂંટણીમાં શિવસેનાનો ઉમેદવાર મેદાનમાં ઊતર્યો જ નથી. આવામાં કંગના સામે શિવસેનાને વોટ આપવાની મજબૂરી કઈ રીતે હોઈ શકે છે?

3. 2014ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના અને ભાજપના ઉમેદવાર સામસામે હતા. આવામાં વોટ આપવા માટે કંગના પાસે ભાજપનો વિકલ્પ પણ હતો, માત્ર શિવસેનાને વોટ આપવાની મજબૂરી ન હતી.

2009થી 2019 સુધી થયેલી ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ કોને ઉતાર્યા

વિધાનસભા ચૂંટણી (બાંદ્રા-વેસ્ટ સીટ)

ભાજપ ઉમેદવાર

શિવસેના ઉમેદવાર
2009આશિષ શેલારકોઈ નહીં
2014આશિષ શેલારવિલાસ ચાવરી
2019આશિષ શેલારકોઈ નહીં
લોકસભા ચૂંટણી (મુંબઈ નોર્થ-સેન્ટ્રલ સીટ)ભાજપ ઉમેદવારશિવસેના ઉમેદવાર
2009મહેશ રામ જેઠમલાણીકોઈ નહીં
2014પૂનમ મહાજનકોઈ નહીં
2019પૂનમ મહાજનકોઈ નહીં

સ્ટેટમેન્ટ ખોટું સાબિત થતાં કંગનાએ શું પ્રતિક્રિયા આપી?
ભાસ્કરના ન્યૂઝ પર કંગનાએ વળતો જવાબ આપ્યો, તેણે ખાર-વેસ્ટની BPM સ્કૂલમાં શિવસેના નેતાને વોટ આપ્યો. ફેક ન્યૂઝ ફેલાવવાનું બંધ કરો.

2012 બાદ કંગના ખાર-વેસ્ટમાં રહેવા આવી
કંગનાનો ફ્લેટ મુંબઈના ખાર-વેસ્ટમાં 16મા રોડ પર સ્થિત ડીબી ઓર્કિડ બ્રિજ બિલ્ડિંગમાં છે. આ બિલ્ડિંગનું નિર્માણ 2008માં શરૂ થયું હતું અને ફ્લેટના ઓનર્સને 2012માં પઝેશન આપવામાં આવ્યું. કંગનાના વોટર આઈડી પર આ અપાર્ટમેન્ટનું એડ્રેસ રજિસ્ટર છે. આ સાબિત કરે છે કે કંગના ત્યાં 2012 પછી જ રહેવા આવી છે. ખાર-વેસ્ટનો આ વિસ્તાર બાંદ્રા-પશ્ચિમ વિધાનસભામાં અને મુંબઈ ઉત્તરમધ્ય લોકસભા ક્ષેત્રમાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...