તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંગનાએ અમેરિકન પ્રેસિડન્ટ પર નિશાન સાધ્યું:જો બાઈડને ચીની રાષ્ટ્રપતિના વખાણ કર્યા તો કંગના રનૌત ભડકી, કહ્યું- એક આજ્ઞાકારી પાલતુ પ્રાણી પૂંછડી હલાવી રહ્યું છે

10 દિવસ પહેલા

એક્ટ્રેસ કંગના રનૌતે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પર નિશાન સાધ્યું છે. તેણે બાઈડનને 'પપ્પુ પ્રો' પણ કહ્યું. હાલમાં જ બાઈડને ચીનને લઈને અમુક સ્ટેટમેન્ટ આપ્યા છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના વખાણ પણ કર્યા. આના પર કંગના ભડકી ગઈ છે. તેણે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરીને બાઈડનને સાચું ખોટું સંભળાવ્યું.

યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડન્ટ છે, કે ચીનના કોઈ એમ્બેસેડર?
કંગનાએ પોસ્ટ શેર કરી લખ્યું, 'જુઓ બાઈડન કઈ રીતે ચીનનું એક આજ્ઞાકારી પાલતુ પ્રાણી બનીને તેની આગળ પૂંછડી હલાવી રહ્યા છે, વિનમ્રતા જોઈ રહ્યા છો. શું આ યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડન્ટ છે, કે ચીનના કોઈ એમ્બેસેડર? અમેરિકનો તમને શરમ આવવી જોઈએ કે આજે ચીન દુનિયાની સૌથી મોટી શક્તિ છે, કારણકે તમે તેને આ બધું થાળીમાં સજાવીને તે ટોપ પરનું સ્થાન આપ્યું, જેની તેને ભૂખ હતી.'

લોકો પપ્પુઓને કેમ પસંદ કરે છે, આ મારી સમજણની બહાર છે
એક્ટ્રેસે એક અન્ય પોસ્ટમાં લખ્યું, 'અમારી પાસે અહીંયા એક ઘણી સ્ટ્રોંગ લીડરશિપ છે. જો કોઈને એવું લાગે છે કે મને અમેરિકી રાજનીતિમાં રસ છે તો આવું નથી. આ અમને પ્રભાવિત નથી કરતી. મને સૌથી રસપ્રદ એ લાગ્યું કે દુનિયાભરમાં ઉદારવાદી નેતા ભર્યા છે. લોકો પપ્પુઓને કેમ પસંદ કરે છે, આ મારી સમજની ખરેખર બહાર છે.'

અમેરિકાના ભ્રમિત યુવાનોએ તેમના દેશને ચીનને વેચી દીધો છે
કંગનાએ કહ્યું, 'એક નેતા નીડર, દમદાર અને બુલંદ અવાજવાળો હોવો જોઈએ. ખાસ કરીને ભારત જેવી સભ્યતા માટે, જેણે ઇતિહાસમાં ઘણું બધું સહન કર્યું છે. આ મહત્ત્વપૂર્ણ છે કે આપણે બધા જોઈ શકીએ છીએ કે અમેરિકામાં શું થઇ રહ્યું છે, કઈ રીતે ત્યાંના ભ્રમિત યુવાનોએ તેમના દેશને ચીનને વેચી દીધો છે.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો